Tag: xi jinping

  • એક મંચ પર હશે ભારત-પાકિસ્તાનના PM- SCO સમિટ પર આખી દુનિયાની નજર- આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

    એક મંચ પર હશે ભારત-પાકિસ્તાનના PM- SCO સમિટ પર આખી દુનિયાની નજર- આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

    News Continuous Bureau | Mumbai

    SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટનું(Shanghai Cooperation Organization Summit) આયોજન સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં(Uzbekistan) થઈ રહ્યું છે.

    સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે બપોરે સમરકંદ(Samarkand) જવા રવાના થશે અને આવતીકાલે SCOની બેઠકમાં (SCO meeting) ભાગ લેશે. 

    આ સમિટમાં સુરક્ષા(Security), કનેક્ટિવિટી(Connectivity), વેપાર(Trade), પર્યટન(Tourism) અને અન્ય બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. 

    આ વખતે SCO સમિટ ઘણી ખાસ છે કારણ કે પાકિસ્તાનના પીએમ(Pakistan PM) અને ચીનના રાષ્ટ્રપતિ(President of China) પણ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે.

    જોકે પીએમ મોદી શી જિનપિંગ(Xi Jinping) અને પાક પીએમ શાહબાઝ શરીફને(PM Shahbaz Sharif) મળશે કે નહીં તે અંગે કોઈ વિગત જાણવા મળી થયું .

    આ સમાચાર પણ વાંચો : આ તારીખે લંડન જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ- મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં આપશે હાજરી- જાણો વિગતે  

  • શું ૨૦૨૫ સુધી ઘટી જશે ચાલાક ચીનની વસ્તી- વધુ બાળકો પેદા કરવા પર ભાર- આ છે ડ્રેગનની યોજના

    શું ૨૦૨૫ સુધી ઘટી જશે ચાલાક ચીનની વસ્તી- વધુ બાળકો પેદા કરવા પર ભાર- આ છે ડ્રેગનની યોજના

    News Continuous Bureau | Mumbai

    ચીનમાં(China) જન્મ દર રેકોર્ડ(Birth rate records) પર ધ્યાન આપતા સરકાર હવે હરકતમાં આવી ગઈ છે. મંગળવારે જિનપિંગ સરકારે(Xi Jinping government) પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી ઘણા ભથ્થાની જાહેરાત કરી છે. આ બધુ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે અધિકારીઓએ ચેતવણી આપી છે કે ચીનમાં જનસંખ્યા(Population in China) ૨૫૨૫ સુધી ઘટના લાગશે.  

    ચાલાક ચીન આ સમયે જનસંખ્યાના સંકટનો સામનો કરી રહ્યું છે. ૨૦૧૬માં બેઇજિંગે એક બાળકના નિયમને ખતમ કરી દીધો હતો અને વર્ષ ૨૦૨૧માં ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપી હતી. પરંતુ તેમ છતાં છેલ્લા પાંચ વર્ષમાં જન્મદરમાં ખુબ ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કેન્દ્ર(Center for National Health Commission) અને પ્રાંતીય સરકારોને પ્રજનન સ્વાસ્થ્ય(Reproductive Health to Provincial Governments) પર ખર્ચ વધારવા અને દેશભરમાં ચાઇલ્ડકેર સેવાઓમાં(childcare services) સુધાર કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે સ્થાનીક સરકારોને જણાવ્યું કે સક્રિય પ્રજનન સહાયતા(Active Fertility Support) ઉપાયોને લાગૂ કરવાની જરૂરીયાત છે. તેમાં સબ્સિડી(subsidy), ટેક્સ છૂટ, સારો સ્વાસ્થ્‌ વીમો, યુવા પરિવારો માટે શિક્ષણ, આવાસ અને રોજગાર સહાયતા પ્રદાન કરવી સામેલ છે. 

    આ સમાચાર પણ વાંચો :  કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી – દેશ વિરોધી કન્ટેન્ટ ફેલાવનાર આટલા YouTube ચેનલો કરાઇ બ્લોક

    આ સાથે તે પણ સલાહ આપવામાં આવી છે કે બધા પ્રાંતો વર્ષના અંત સુધી બેથી ત્રણ વર્ષની ઉંમરના બાળકો માટે નર્સરી(Nursery) ઉપલબ્ધ કરાવે. આ સિવાય ચીનના અમીર શહેરોમાં(wealthy cities) મહિલાઓને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા ટેક્સ અને હાઉસિંગ ક્રેડિટ(Tax and Housing Credit), શિક્ષણ લાભ અને રોકડ પુરસ્કારની (Education benefits and cash prizes) પણ જાહેરાત કરી છે.  નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સના(National Bureau of Statistics) આંકડા પ્રમાણે ચીનનો જન્મદર છેલ્લા વર્ષે પ્રતિ ૧૦૦૦ લોકો પર ૭.૫૨ ટકા સુધી પડી ગયો છે. ૧૯૪૯મા રેકોર્ડ શરૂ થયા બાદ આ સૌથી ઓછી સંખ્યા રહી છે.

     આ સમાચાર પણ વાંચો :  અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની મસ્જિદમાં ધમાકો- આટલા લોકોના થયા મોત- 50થી વધુ ઘાયલ

  • ચીનમાં અનોખો વિરોધ- 24 પ્રાંતોમાં રાષ્ટ્રપતિ જિનપિંગ સામે મધ્યમવર્ગનો બળવો- લોકો નથી ચૂકવી રહ્યા હોમ લોન- જાણો શું સમગ્ર મામલો

    ચીનમાં અનોખો વિરોધ- 24 પ્રાંતોમાં રાષ્ટ્રપતિ જિનપિંગ સામે મધ્યમવર્ગનો બળવો- લોકો નથી ચૂકવી રહ્યા હોમ લોન- જાણો શું સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai

    શ્રીલંકા બાદ હવે ભારતના અન્ય પાડોશી દેશ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પહેલીવાર મધ્યમવર્ગના લોકોના બળવાનો સામનો કરવો પડી રહ્યો છે. ચીનના 31માંથી 24 પ્રાંતમાં 235 પ્રોપર્ટી પ્રોજેકટના 1.3 કરોડ લોકો હોમ લોનના હપ્તા ભરી રહ્યા નથી. તેમનો આરોપ છે કે બિલ્ડરો સમયસર પ્રોપર્ટી પર કબજો નથી આપી રહ્યા. કોરોના કાળ દરમિયાન ચીનમાં ઝીરો કોવિડ નીતિ હેઠળ કડક લોકડાઉન ને લીધે પ્રોપર્ટી સેક્ટરને માઠું નુકસાન થયું હતું. એવામાં પ્રોજેક્ટ સમયસર પૂરા થયા નથી.

    રિસર્ચ ઓર્ગેનાઈઝેશન કેપિટલ ઈકોનોમિક્સના જુલિયન ઈવાન્સનું કહેવું છે કે પ્રોપર્ટી સેક્ટરમાં મંદી ટૂંક સમયમાં ચીનના અન્ય સેક્ટરને પણ અસર કરશે. નવેમ્બરમાં કમ્યુનિસ્ટ પાર્ટીના સંમેલનમાં જિનપિંગ ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી નોંધાવશે. પરંતુ મધ્યમ વર્ગનો આ બળવો તેમના માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના લગભગ 10 કરોડ સભ્યો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મતદાન કરશે.

    આ સમાચાર પણ વાંચો : શિવસેનામાં ગળતર ચાલુ જ-સવારે આદિત્ય ઠાકરેની સભામાં જોડાયેલા પદાધિકારીઓનું સાંજે શિવસેનાને  ટાટા-બાય બાય

    દરમિયાન લોકોના આ વિરોધને કારણે મકાન ખરીદનારાઓ વચ્ચે એ વાતની ચિંતા વધી છે કે દેવામાં ડૂબેલા ડેવલોપર્સ શું તેમને મકાન સોંપશે? તેની સાથે જ નવા ઘરોની કિંમતમાં ઘટાડાને લઈને પણ અસંતોષ છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં મધ્યમવર્ગ સંપત્તિમાં રોકાણને શ્રેષ્ઠ માને છે. લગભગ 70% લોકોએ સંપત્તિમાં રોકાણ કર્યું છે, તે અમેરિકાની તુલનાએ વધારે છે.

    ઝીરો કોવિડ પોલિસી અને લાંબા લૉકડાઉને ચીનને દુનિયાથી એકલું પાડી દીધું છે. પૂર્વ ડિપ્લોમેટ અને લેખક રોજર ગારસાઈડ અનુસાર તેનાથી દેશમાં પણ રોષ અને કમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે વફાદારી ઘટી રહી છે. પુસ્તક ‘ચાઈના કૂપ’ના લેખક ગારસાઈડે કહ્યું કે જિનપિંગ બાહ્ય અને આંતરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પડકારો જિનપિંગના નેતૃત્વમાં કામ કરતા તેમના વિરોધીઓને તક આપી રહ્યા છે.

    ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ચીનમાં લગભગ 70 ટકા લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. આ અમેરિકા કરતાં વધુ છે. અમેરિકામાં લગભગ 40 કે 50 ટકા લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. દરમિયાન  ચીનમાં 4000 બેંકો બંધ થવાના આરે પહોંચી ગઈ છે. આમાં 4 લાખથી વધુ ખાતાધારકોના હજારો કરોડ રૂપિયા ફસાયા છે. તેમના પૈસા માટે ઘણા પ્રાંતોમાં લોકો બેંકો સામે ધરણા કરી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-વેસ્ટર્ન રેલવેએ આ 13 સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ વધારી-જાણો કઈ છે આ ટ્રેનો

  • PM મોદીની  શી જિનપિંગ અને પુતિન સાથે વર્ચ્યુઅલ મુલાકાત, આ તારીખે યોજાશે બ્રિક્સ સમિટ.. 

    PM મોદીની  શી જિનપિંગ અને પુતિન સાથે વર્ચ્યુઅલ મુલાકાત, આ તારીખે યોજાશે બ્રિક્સ સમિટ.. 

    News Continuous Bureau | Mumbai 

    યુદ્ધના(Russia ukraine war) કારણે દુનિયામાં વધતી અસ્થિરતા અને લદ્દાખ સીમા(Ladakh border) પર ચીનની(China) ફરીથી નવી હરકતો વચ્ચે PM મોદીની(PM Modi) આગામી મહીને ચીન(PM of china) અને રશિયાના પીએમ(PM of Russia) સાથે મહત્વની મુલાકાત થશે.

    યુક્રેન પર રશિયાના હુમલા બાદ રશિયન રાષ્ટ્રપતિ(Russian President) વ્લાદિમીર પુતિન(Vladimir Putin) પહેલી વખતબ્રિક્સની બેઠકમાં(BRICS meeting) ભાગ લેવા જઈ રહ્યા છે. 

    આ બ્રિક્સ સમિટ(BRICS summit) 24 જૂનના રોજ યોજાશે. બેઠકમાં યુક્રેન પર હુમલા માટે રશિયાને અલગ કરવા પર વિશેષ ફોકસ રહેવાની શક્યતા છે. 

    જોકે, આ મુલાકાત વર્ચ્યુઅલ(Virtual) જ હશે પરંતુ તો પણ આખી દુનિયાની નજર તેના પર છે.

    આ સમાચાર પણ વાંચો :  મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ વધુ એક જાહેર હિતની અરજી, કરાઈ આ માંગ… 

  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બન્યા આ ભયંકર બિમારીનો શિકાર, કરાવી રહ્યા છે પરંપરાગત ચાઈનીઝ દવાઓથી તેમનો ઈલાજ- રિપોર્ટ..  

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બન્યા આ ભયંકર બિમારીનો શિકાર, કરાવી રહ્યા છે પરંપરાગત ચાઈનીઝ દવાઓથી તેમનો ઈલાજ- રિપોર્ટ..  

    News Continuous Bureau | Mumbai

    ચાલાક ચીનના(China) રાષ્ટ્રપતિ(President) શી જિનપિંગ(Xi Jinping) મગજની ખતરનાક બિમારીથી પીડિત છે. 

    મીડિયા અહેવાલો મુજબ શી જિનપિંગ સેરેબ્રલ એન્યુરિઝમ(Cerebral aneurysm) નામની બીમારીથી પીડિત છે. 

    આ બીમારીથી છુટકારો મેળવવા માટે ડોક્ટરોએ સર્જરીની(Surgery) સલાહ આપી હતી, પરંતુ જિનપિંગ પરંપરાગત ચાઈનીઝ દવાઓથી(Chinese medicine) જ તેમનો ઈલાજ કરાવી રહ્યા છે.

    આ દવાઓના ઉપયોગથી મગજના બ્લડ સેલ્સ(Blood cell) નરમ થાય છે.

    આ સમાચાર પણ વાંચો :  શ્રીલંકામાં સ્થિતિ બેકાબુ, સરકાર વિરોધી અને સમર્થકો વચ્ચે અથડામણ બાદ 8ના મોત, સેનાને અપાયો આ મોટો આદેશ 
     

  • ચીનમાં ફરી ફેલાયો કોરોના, જિનપિંગ સરકારે 90 લાખની વસ્તીવાળા આ શહેરમાં કડક લોકડાઉન લાગુ કર્યું; જાણો વિગતે

    ચીનમાં ફરી ફેલાયો કોરોના, જિનપિંગ સરકારે 90 લાખની વસ્તીવાળા આ શહેરમાં કડક લોકડાઉન લાગુ કર્યું; જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    કોરોનાના કેસોમાં નવી લહેર વચ્ચે ચીને 9 મિલિયનની વસ્તી ધરાવતા ઉત્તરપૂર્વીય શહેર ચાંગચુનમાં લોકડાઉન લાગુ કર્યું છે. 

    આ હેઠળ, લોકોએ ઘરે જ રહેવું પડશે અને સામૂહિક પરીક્ષણના ત્રણ રાઉન્ડમાંથી પસાર થવું પડશે. બિન-આવશ્યક વ્યવસાયો બંધ કરવામાં આવ્યા છે

    કોરોનાનું સંક્રમણ વધતા સરકાર તાબડતોબ એક્શનમાં આવી છે અને એન્ટીજન કીટના વપરાશની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

    આ સિવાય યુદ્ધના ધોરણે કોવિડ હોસ્પિટલોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

    આ સમાચાર પણ વાંચો :યુદ્ધની આડીઅસર : આ સંસ્થાએ રશિયા પર કરી મોટી કાર્યવાહી, દાવોસ સમિટમાં ભાગ નહી લઈ શકે રશિયન કંપનીઓ

  • દિવાળી દરમિયાન જિંગપિંગ નું નાક કપાયું : લાઈવ સંબોધનનો મોકો ન અપાયો

    દિવાળી દરમિયાન જિંગપિંગ નું નાક કપાયું : લાઈવ સંબોધનનો મોકો ન અપાયો

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 4 નવેમ્બર, 2021

    ગુરુવાર

    આંતરરાષ્ટ્રીય સ્તર પર ચીનના પ્રમુખ જિનપિંગને જોરદાર ઝટકો લાગ્યો છે. જળવાયુ પરિવર્તન સંદર્ભે ગ્લાસગોમાં આયોજિત સંમેલનમાં દરેક પ્રમુખ દેશના રાષ્ટ્રપતિ ઓ એ હાજરી આપી હતી. જો કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લા બાવીસ મહિનાથી ચીનની બહાર નીકળ્યા નથી અને આ કાર્યક્રમમાં તેઓ પહોંચ્યા નહોતા. પરિણામ સ્વરૂપ આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમને સંબોધનનો મોકો આપવામાં આવ્યો નહીં. એટલે કે જળવાયુ પરિવર્તન સંમેલન માં તેમને લાઈવ બોલવાનો મોકો ન મળ્યો.

    ઉલ્લેખનીય છે કે આજની તારીખમાં ચીન સૌથી વધારે પ્રદૂષણ ફેલાવે છે. આથી જળવાયુ સંમેલનમાં તેમની હાજરી જરુરી હતી. પરંતુ તેમને ઘેર બેઠા ભાષણ આપવાનો મોકો ન મળ્યો. જેને કારણે હાલ ચીનના ભારે નારાજ છે.

  • ચીનની બહાર નીકળતા કેમ ગભરાય છે રાષ્ટ્રપતિ શી જિનપિંગ? શું છે કારણ? જાણો વિગત

    ચીનની બહાર નીકળતા કેમ ગભરાય છે રાષ્ટ્રપતિ શી જિનપિંગ? શું છે કારણ? જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

    સોમવાર

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે માર્ચ 2019માં ઇટલી, મોનાકો અને ફ્રાંસની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ વર્ષ 2020માં મ્યાનમારનો પ્રવાસ કર્યો હતો. પછી છેલ્લા 600 દિવસમાં એક પણ વખત વિદેશપ્રવાસ નથી કર્યો. એથી અફવાઓ ફેલાઈ રહી છે કે જિનપિંગને ગંભીર બીમારી છે.

    અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ જિનપિંગ 18 જાન્યુઆરી, 2020 બાદ દેશની બહાર નથી નીકળ્યા. 

    લો બોલો… દેશના આ રાજ્યમાં વિપક્ષ વગર ચાલશે સરકાર, બધી પાર્ટીઓએ મિલાવ્યો હાથ

     કોઈ પણ વિદેશી નેતા સાથે મુલાકાત નથી કરતા અને ચીનમાં અગર કોઈ વિદેશી મંત્રી મુલાકાતે આવે તો તે જિનપિંગને મળ્યા વગર વિદેશી મંત્રી વાંગ યી જોડે જ મુલાકાત કરે છે. માર્ચ 2019માં જિનપિંગે કરેલા વિદેશી પ્રવાસમાં ગાર્ડ ઑફ ઓનર હેઠળ નિરીક્ષણ કરતી વખતે ચાઇનાના રાષ્ટ્રપતિના પગ ડગમગ થઈ રહ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરતી વખતે ખુરશી પર બેસવા તેમણે સહારો લેવો પડ્યો હતો. જિનપિંગ ફોન ઉપર પણ કોઈની સાથે વધુ વાત કરતા નથી. કોઈ પણ મિટિંગમાં વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહેવાને બદલે વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લે છે.

    શેનઝેન વિશેષ ઇકૉનૉમિક ઝોનની સ્થાપનાની ૪૦મી વર્ષગાંઠે જિનપિંગ સ્ટેજ પર ભાષણ આપવા મોડા પહોંચ્યા હતા. બોલતી વખતે તેમનો અવાજ પણ ધીમો હતો અને વચ્ચે વારંવાર ઉધરસ આવી રહી હતી.

    જિનપિંગની હાલમાં જ અમેરિકાના વિદેશ મંત્રી, સિંગાપુરના પ્રધાનમંત્રી, ડેનિશના પ્રધાનમંત્રી સાથેની જે બેઠકો હતી એ વગર કારણે સ્થગિત થઈ છે.

    તાલિબાનનો પિત્તો ગયો, બેક્ટ્રિયન ખજાનો આખરે ક્યાં ગયો?

  • હે!! શું કીધું?? અલીબાબા નો માલિક જેક મા લાપતા??? ચીનથી આવી જાણકારી. જાણો વિગત 

    હે!! શું કીધું?? અલીબાબા નો માલિક જેક મા લાપતા??? ચીનથી આવી જાણકારી. જાણો વિગત 

    ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

    મુંબઈ

    04 જાન્યુઆરી 2021 

    બે મહિનાથી ચીનનો અબજોપતિ વ્યક્તિ ગાયબ છે. જે વાત છેક હવે બહાર આવી છે. અલીબાબાનું નામ સૌ કોઈ જાણે જ છે. આ અગ્રણી ઇ-કોમર્સ કંપનીના માલિક અને ચીનના દિગ્ગજ ઉદ્યોગપતિ જેક-મા ગાયબ થતા ખળભળાટ મચી ગયો છે અને શંકાની સોય ચીની સરકાર તરફ જઈ રહી છે. કારણકે, ગત વર્ષે ઓક્ટોબરમાં ચીની અબજોપતિ જેક-માએ ચીની સરકારની નીતિઓની કડક શબ્દોમાં નીંદા કરતા તેઓ ચીની સરકારની નજરે ચઢ્યા હતા. 

    છેલ્લા બે મહિનાથી જેક-માનો કોઇ જ અતોપતો નથી. હકીકતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ સાથે સંબંધ બગડતા અલીબાબા ગ્રૂપ અને તેની અન્ય કંપનીઓ વિરુદ્ધ ચીની સરકાર આકરું વલણ અપનાવી રહી છે. 

    જેક મા મોટેભાગે તમામ જાહેર કાર્યક્રમોમાં હાજર રહેતા હોય છે અને મોટિવેશનલ ભાષણો દ્વારા યુવાનોમાં ઘણા લોકપ્રિય છે. તેઓએ ગતવર્ષે ઓક્ટોમ્બરમાં શાંઘાઈમાં એક કાર્યક્રમ દરમિયાન ચીનના વ્યાજખોર આર્થિક નિયામકો અને સરકારી બેંકોની કડક ટીકા કરી હતી. 

    જેક મા એ સરકારને આહવાન કર્યું હતું કે સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવવો જોઈએ જેથી બિઝનેસમાં નવી ચીજો શરુ કરવાના પ્રયાસોને પ્રોત્સાહન મળે. આ ભાષણ બાદ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ભડકી હતી. .

  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ખુરશી ખતરામાં, કોરોનાની વાત દુનિયાથી ‘છુપાવવાની’ સજા જરૂર મળશે- બ્રિટિશ અખબારનો દાવો…

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ખુરશી ખતરામાં, કોરોનાની વાત દુનિયાથી ‘છુપાવવાની’ સજા જરૂર મળશે- બ્રિટિશ અખબારનો દાવો…

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    14 સપ્ટેમ્બર 2020

    વિશ્વભમાં કોરોના દ્વારા લોકોને 'મૃત્યુ' ના મુખમાં પહોંચાડનાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પદ પરથી જવાના દિવસો હવે ગણાઈ રહયાં છે. જિનપિંગની ખુરશી ખતરામાં છે એ વાત નક્કી. એવો ઘટસ્ફોટ બ્રિટિશ અખબારએ કર્યો છે. ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી પર ખૂબ દબાણ છે કારણ કે તેઓ કોરોનાને ફેલાતો રોકાવામાં સંપૂર્ણ નિષ્ફળ રહયાં છે. જેણે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે.

    બ્રિટિશ અખબારએ  લખ્યું છે કે, સીપીસી (ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી) એ આ નિર્ણય લેવો પડી શકે છે, કારણ કે વુહાન વાયરસ એટલે કે કોરોનાને કારણે આજે આખી દુનિયા જોખમમાં છે અને તેના કારણે આખી દુનિયાએ ચીન તરફ કરડી નજર કરી છે. એટલું જ નહીં, પશ્ચિમી દેશો સાથેના તનાવ બાદ તેમની ખુરશી છોડવાની ઘડી ગણાઈ રહી છે.

    બ્રિટિશ અખવાર અનુસાર, ડિસેમ્બર 2019 માં કોરોના વિશેની પ્રથમ માહિતી બહાર આવી હતી. પરંતુ, નવેમ્બરમાં જ ચીનને ખબર પડી ગઈ હતી કે આ ખૂબ ગંભીર બાબત છે. તેમ છતાં, તેણે વિશ્વને વુહાન વાયરસ વિશે છેક જાન્યુઆરી 2022 સુધી જણાવ્યું ન હતું અને આમ કોરોનાને કારણે આખી દુનિયાનું અર્થતંત્રને બગાડ્યું છે. 

    કોરોના વાયરસના ઉત્પન્ન અને પ્રસારમાં ચીનની ભૂમિકા અંગે તપાસ શરૂ થઈ છે. વુહાન વાયરસના ફેલાવામાં ચીનની ભૂમિકાની તપાસ કરવા માટે 137 દેશોએ સાથે મળીને વિશ્વ આરોગ્ય સંગઠનને માંગ કરી હતી, ત્યારબાદ એક સ્વતંત્ર તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. આ તપાસ ટીમનું નેતૃત્વ ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ વડા પ્રધાન હેલેન ક્લાર્ક અને ભૂતપૂર્વ લિબેરીયન રાષ્ટ્રપતિ એલેન જહોનસન સિર્લિફની અધ્યક્ષતામાં છે. આ તપાસ ટીમ આવનારા નવેમ્બરમાં તેનો વચગાળાનો અહેવાલ રજૂ કરશે.

    આ અખબારના અહેવાલ પછી,  કહેવાય છે કે પ્રખ્યાત સંરક્ષણ નિષ્ણાત અને બ્રિટીશ આર્મી ઓફિસર નિકોલસ દ્વારા ચીનના કમ્યુનિસ્ટ પાર્ટીના શી જિનપિંગ સામે કાર્યવાહી કરવા માટે દબાણ કરવામાં આવશે. કારણ કે કોરોના રોગચાળો ફેલાવ્યાં ના આરોપસર, ચીનના ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા મોટા દેશો સહિત વિશ્વના ઘણા દેશો સાથેના સંબંધો પર પૂર્ણવિરામ આવી ગયું છે.