• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - youtube
Tag:

youtube

Farah Khan Reveals She Earns More from YouTube Than Films – Here’s Why
મનોરંજન

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો

by Zalak Parikh November 21, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Farah Khan: બોલીવુડ ફિલ્મમેકર ફરાહ ખાન  એ તાજેતરમાં સોહા અલી ખાન સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે તેની યૂટ્યુબ કમાણી ફિલ્મોથી પણ વધારે છે. ફરાહે 2024માં વ્લોગિંગ શરૂ કર્યું હતું અને તેના ફૂડ-રિલેટેડ કન્ટેન્ટને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. તેના કુક દિલીપ પણ સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયા છે.

આ સમાચાર પણ વાંચો : Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!

વ્લોગિંગ શરૂ કરવાની પાછળનું કારણ

ફરાહે જણાવ્યું કે નવી ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી કર્યા પછી શૂટિંગ શરૂ થવામાં સમય લાગવાનો હતો. તેમની ટીમે યૂટ્યુબ ચેનલ શરૂ કરવાની સલાહ આપી. ફરાહે કહ્યું – “મારા બાળકો યુનિવર્સિટીમાં જવાના છે, તેથી યૂટ્યુબની કમાણી તેમની શિક્ષણ માટે વધારાની બચત કરવામાં મદદ કરે છે.”જ્યારે ફરાહને પૂછવામાં આવ્યું કે યૂટ્યુબથી કેટલી કમાણી થાય છે, તેમણે કહ્યું – “ખૂબ વધારે. મારા આખા કરિયરમાં કદાચ એક વર્ષમાં પણ મેં એટલી કમાણી નથી કરી.” ફરાહે ઉમેર્યું કે યૂટ્યુબ તેમને સંપૂર્ણ ક્રિએટિવ ફ્રીડમ આપે છે – “કોઈ OTT પ્લેટફોર્મ કે પ્રોડક્શન હાઉસ મને કટિંગ કહેતું નથી.”

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)


 

ફરાહ પોતાના વ્લોગ્સમાં સેલિબ્રિટીઝના ઘરમાં જઈને તેમના કિચનમાં નવી ડિશ બનાવે છે અને મજેદાર વાતો કરે છે. તેમના કુક દિલીપ સાથેની ફની નોકઝોક વ્લોગની ઓળખ બની ગઈ છે. ફરાહે એક વ્લોગમાં ખુલાસો કર્યો કે યૂટ્યુબ શરૂ કર્યા પછી તેમણે દિલીપની સેલેરી પણ વધારી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Abhishek and Aishwarya Sue YouTube and Google Over Deepfake Videos, Demand 4 Crore Compensation
મનોરંજન

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા એ યુટ્યુબ અને ગુગલ પર દાખલ કર્યો કેસ, માંગ્યું અધધ આટલા કરોડ નું વળતર

by Zalak Parikh October 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: બોલીવૂડ સ્ટાર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન એ યુટ્યુબ અને તેની પેરેન્ટ કંપની ગુગલ સામે દિલ્હી હાઇકોર્ટ માં 4 કરોડ ના વળતર ની માંગ સાથે યાચિકા દાખલ કરી છે. આ કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે યુટ્યુબ પરડીપફેક  અને એઆઈ જનરેટેડ વિડિઓઝ દ્વારા તેમની પર્સનલ ઈમેજ, અવાજ અને પર્સનાલિટી રાઈટ્સનો ભંગ થયો છે.

આ સમાચાર પણ વાંચો :  Kangana Ranaut: કંગના રનૌત પર માનહાનિ કેસમાં કોર્ટ એ અપનાવ્યું કડક વલણ,અભિનેત્રી ની અરજી ફગાવી આપ્યો આ આદેશ

યાચિકાની મુખ્ય માંગ અને દલીલ

એવો દાવો કરવામાં આવે છે કે આવા 1,500 પેજ કાર્યરત છે. આ અરજી ફક્ત ડીપફેક વીડિયો સામે જ નહીં, પરંતુ અનધિકૃત માલ, પોસ્ટર, મગ, સ્ટીકરો અને નકલી ઓટોગ્રાફ ફોટા વેચતા ઓછા જાણીતા વિક્રેતાઓ સામે પણ છે. અરજીમાં યુટ્યુબ વીડિયોની ઘણી લિંક્સ અને સ્ક્રીનશોટ શામેલ છે જેમાં કથિત રીતે લૈંગિક રીતે સ્પષ્ટ અથવા કાલ્પનિક એઆઈ-જનરેટેડ સામગ્રી છે.

 

View this post on Instagram

 

A post shared by pressnews tv (@pressnewstv)


એઆઈના દુરુપયોગનો ઉપયોગ કરીને બનાવેલા એક વીડિયોમાં અભિષેક બચ્ચન અચાનક એક અભિનેત્રીને ચુંબન કરતો જોવા મળે છે. બીજા વીડિયોમાં ઐશ્વર્યા રાય તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સલમાન ખાન સાથે રાત્રિભોજન કરતી જોવા મળે છે, જેમાં અભિષેક પાછળ ઉભો છે અને ગુસ્સે દેખાય છે. અરજીમાં એઆઈ બોલિવૂડ ઇશ્ક નામની યુટ્યુબ ચેનલનો ઉલ્લેખ છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ચેનલ પાસે આવા 259 થી વધુ વીડિયો છે, જેને 16.5 મિલિયન વ્યૂઝ મળ્યા છે. દિલ્હી હાઈકોર્ટે ગયા મહિને કેસની સુનાવણી કરતી વખતે ગૂગલના કાનૂની સલાહકારને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 15 જાન્યુઆરી, 2026 ના રોજ થશે. કોર્ટે કલાકારો દ્વારા ઓળખાયેલી 518 લિંક્સ અને પોસ્ટ્સને દૂર કરવાનો આદેશ આપ્યો, જેમાં કહેવામાં આવ્યું કે આનાથી દંપતીને નાણાકીય નુકસાન અને પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Farah Khan Cook Dilip Once Earned 300, Now Building a House in Bihar
મનોરંજન

Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા

by Zalak Parikh September 13, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Farah Khan Cook: બોલીવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાનના યૂટ્યુબ ચેનલ પર તેમના કુક દિલીપ ખૂબ જ લોકપ્રિય બન્યા છે. દિલીપ, જે પહેલા દિલ્હી ખાતે માત્ર  300માં કામ કરતા હતા, આજે મુંબઇમાં ફરાહ ખાન સાથે કામ કરીને સારી કમાણી કરી રહ્યા છે. ફરાહના વ્લોગ્સમાં દિલીપની મસ્તી અને નિડર શૈલી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Ashish Kapoor: ટીવી એક્ટર આશિષ કપૂરને રેપ કેસમાં જામીન, જાણો કેમ તીસ હજારી કોર્ટ એ લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

દિલીપની યાત્રા: 300થી 20,000 સુધી

ફરાહ ખાનના તાજેતરના વ્લોગમાં, જ્યારે તેઓ ‘શાર્ક ટેન્ક’ ફેમ અશનીર ગ્રોવર ને મળ્યા હતા, ત્યારે દિલીપે અશનીરની માતાને જણાવ્યું કે તેઓ પહેલા દિલ્હી ખાતે માત્ર  300માં કામ કરતા હતા. ફરાહે પણ ખુલાસો કર્યો કે જ્યારે દિલીપ મુંબઇ આવ્યા ત્યારે તેમનો પગાર 20,000થી શરૂ થયો હતો. હવે તેઓ કેટલી કમાણી કરે છે એ ફરાહે મજાકમાં કહ્યું કે “એ ના પૂછો તો જ સારું.”

 

View this post on Instagram

 

A post shared by The Paparazzi (@thepaparazzi.in)


દિલીપ મૂળ બિહારના રહેવાસી છે. તેમણે ફરાહના ચેનલ પર પોતાનું એક વ્લોગ પણ શેર કર્યું હતું જેમાં તેઓ પોતાના પરિવાર માટે નવું ઘર બનાવી રહ્યા છે. આ સફળતાનું શ્રેય તેઓ ફરાહ ખાનને આપે છે અને ફેન્સ પણ દિલીપની આ પ્રગતિથી ખુશ છે.ફરાહના દરેક વ્લોગમાં દિલીપ હાજર રહે છે અને તેમની મસ્તીભરી નોકઝોક દર્શકોને ખૂબ પસંદ આવે છે. બોલીવૂડના ઘણા સિતારાઓ પણ વ્લોગમાં દિલીપને પ્રેમ આપે છે. સોશિયલ મીડિયા પર લોકો દિલીપને મળવા માટે ઉત્સુક રહે છે. આ લોકપ્રિયતાના કારણે દિલીપ હવે એક જાણીતા ચહેરા બની ગયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
iPhone And iPad Youtube YouTube's iOS App Just Dropped Support for These iPhone Models
ગેઝેટ

iPhone And iPad Youtube : iPhone અને iPad યુઝર્સ માટે મોટો ઝટકો, આ ડિવાઇસ પર હવે YouTube કામ નહીં કરે, જુઓ યાદી…

by kalpana Verat June 5, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

iPhone And iPad Youtube : iPhone અને iPad વાપરતા લાખો યુઝર્સ માટે મોટા સમાચાર છે, તાજેતરમાં YouTube એ યુઝર્સ નવું વર્ઝન(20.22.1) રજૂ કર્યું છે. આ નવા વર્ઝનને કારણે, જૂના iPhones અને iPads ચલાવતા વપરાશકર્તાઓ માટે YouTube એપ્લિકેશનનો સપોર્ટ બંધ કરવામાં આવ્યો છે. YouTube એપનું નવું વર્ઝન iOS 16 અને તેનાથી ઉપરના મોડલ્સને સપોર્ટ કરશે, આનો અર્થ એ છે કે જો તમારો iPhone અથવા iPad iOS 15 પર કામ કરે છે, તો હવે તમે ફોન પર YouTube એપ ચલાવી શકશો નહીં.

iPhone And iPad Youtube : આ મોડેલો પર કામ કરશે નહીં

YouTube ના નવા અપડેટ પછી, આ એપ્લિકેશન હવે નીચે દર્શાવેલ iPhone અને iPad મોડેલોને સપોર્ટ કરશે નહીં. નીચે દર્શાવેલ મોડેલોમાં YouTube એપ્લિકેશન સપોર્ટેડ નહીં હોય, તેમ છતાં વપરાશકર્તાઓ મોબાઇલ બ્રાઉઝર દ્વારા YouTube ને ઍક્સેસ કરી શકશે. જો બ્રાઉઝર દ્વારા ઉપયોગ કરવામાં આવે, તો તમે એપ્લિકેશનમાં ઉપલબ્ધ સુવિધાઓ જેમ કે સરળ નેવિગેશન, ઑફલાઇન સપોર્ટ અને વધુ સારા વિડિઓ સ્ટ્રીમિંગ ટૂલ્સ વગેરેનો લાભ લઈ શકશો નહીં.

  • આઇફોન 6s પ્લસ
  • આઇફોન 6s
  • આઇફોન 7 પ્લસ
  • આઇફોન 7
  • આઇપોડ ટચ (7મી પેઢી)
  • આઇફોન એસઇ (પહેલી પેઢી)
  • આઈપેડ મીની 4
  • આઈપેડ એર 2

જોકે આ પહેલીવાર નથી કે કોઈ એપ  દ્વારા જૂના મોડલ્સ માટે સપોર્ટ બંધ કરવામાં આવ્યો હોય, WhatsApp એ જૂના વર્ઝનને સપોર્ટ કરતા મોડેલ્સ માટે સપોર્ટ પણ બંધ કરી દીધો છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ડેવલપર્સ નવા ઉપકરણો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જે વધુ અદ્યતન સોફ્ટવેર સાથે આવે છે.

આ સમાચાર પણ વાંચો : Rs 2000 Notes: RBI નો ખુલાસો: ₹2000 ની 6,181 કરોડની નોટો હજી પણ ચલણમાં

 iPhone And iPad Youtube :  જો મારે યુટ્યુબ એપનો ઉપયોગ કરવો હોય તો શું કરવું જોઈએ?

જૂના ઉપકરણો માટે YouTube દ્વારા સપોર્ટ બંધ કરવો એ એક સંકેત છે કે તમારા ફોનને અપગ્રેડ કરવાનો સમય આવી ગયો છે. જો તમે iPhone પર YouTube એપ ચલાવવા માંગતા હો, તો તમારે iOS 16 કે તેનાથી ઉપરના iOS વર્ઝન સાથે આવતો નવો ફોન ખરીદવો પડશે.

June 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Samay Raina Indias Got Latent YouTube takes down Samay Raina and Ranveer Allahbadia’s controversial India’s Got Latent episode
Main PostTop Postરાજ્ય

Samay Raina Indias Got Latent: સમય રૈનાની મુશ્કેલીઓ વધી, ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના બધા એપિસોડ થશે ડીલીટ! પ્રેક્ષકોના પણ નોંધાશે નિવેદન…

by kalpana Verat February 12, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Samay Raina Indias Got Latent: યુટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સાથે જોડાયેલો વિવાદ દિવસેને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે. મહારાષ્ટ્ર સાયબર સેલ આ કેસની તપાસ કરી રહ્યું છે. શોના તાજેતરના એપિસોડમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની અશ્લીલ ટિપ્પણી બાદ વિવિધ રાજ્યોમાં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સાથે સંકળાયેલા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.

Samay Raina Indias Got Latent: શો માં ભાગ લેનારાઓ સામે પણ થશે કાર્યવાહી 

સાયબર સેલે કહ્યું છે કે અમે શોના તમામ 18 એપિસોડની તપાસ કરી રહ્યા છીએ. આ 18 એપિસોડમાં જજ તરીકે ભાગ લેનારા અને અપશબ્દોનો ઉપયોગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, શોમાં પ્રેક્ષકો તરીકે આવેલા લોકોના નિવેદનો સાક્ષી તરીકે નોંધવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Ranveer allahbadia and Samay raina: રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના ને લાગ્યો વધુ એક ઝટકો, AICWA એ બંને પર પ્રતિબંધ લગાવતા કહી આવી વાત

અધિકારીઓએ જણાવ્યું કે શોમાં ભાગ લેનાર અને અપશબ્દોનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં મહારાષ્ટ્ર સાયબર સેલે યુટ્યુબને પત્ર લખીને કહ્યું છે કે આ શોના તમામ એપિસોડ, જેમાં અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેને ડિલીટ કરી દેવા જોઈએ.

Samay Raina Indias Got Latent: શોના બધા એપિસોડ દૂર કરવા પડશે

વિભાગે આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને શોના તમામ 18 એપિસોડ દૂર કરવા જણાવ્યું છે. તપાસ દરમિયાન, સાયબર વિભાગને જાણવા મળ્યું કે શોમાં ભાગ લઈ રહેલા મહેમાનો અને અન્ય સહભાગીઓએ ‘અશ્લીલ અને અભદ્ર’ ભાષાનો ઉપયોગ કર્યો હતો. આવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં શોના જજ અને મહેમાનોનો સમાવેશ થાય છે.

 

 

February 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranveer allahbadia net worth
મનોરંજન

Ranveer allahbadia: યુટ્યુબ ચેનલ માંથી લાખો ની કમાણી કરે છે રણવીર અલ્હાબાદિયા, યુટ્યુબર ની નેટ વર્થ જાણી તમને પણ લાગશે 440 વોલ્ટ નો ઝટકો

by Zalak Parikh February 12, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia: પ્રખ્યાત યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા અશ્લીલ ટિપ્પણી ને કારણે ચર્ચામાં આવ્યો છે. રણવીર એક યુટ્યુબર છે અને બિયર બાયસેપ્સ નામની તેની ચેનલ છે. રણવીર અલ્હાબાદિયાને ભારતનો શ્રેષ્ઠ YouTube કન્ટેન્ટ એવોર્ડ અને મોસ્ટ સ્ટાઇલિશ આંત્રપ્રેન્યોર ઇન્ફ્લુએન્સર એવોર્ડ મળ્યો છે. રણવીર અલ્હાબાદિયા બોલીવુડ, હોલીવુડ સ્ટાર્સ, જ્યોતિષીઓ વગેરે સહિત વિવિધ ક્ષેત્રોની પ્રખ્યાત હસ્તીઓના ઇન્ટરવ્યુ લેતા જોવા મળ્યો છે રણવીર યુટ્યુબ ચેનલ માંથી લાખો ની કમાણી કરે છે. 

આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia and Samay raina: રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના ને લાગ્યો વધુ એક ઝટકો, AICWA એ બંને પર પ્રતિબંધ લગાવતા કહી આવી વાત

રણવીર અલ્હાબાદિયા ની નેટ વર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ રણવીર અલ્હાબાદિયા ની કુલ સંપત્તિ 60 કરોડ રૂપિયા થી વધુ હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, રણવીર અલ્હાબાદિયા યુટ્યુબ અને પોડકાસ્ટમાંથી દર મહિને લગભગ 35 લાખ રૂપિયા કમાય છે. તેની પાસે આવકના ઘણા સ્ત્રોત છે જેમાં યુટ્યુબ જાહેરાતો, રોયલ્ટી, બ્રાન્ડ સ્પોન્સરશિપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રણવીર બ્રાન્ડ પ્રમોશન અને જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Allahbadia (@ranveerallahbadia)


 

રણવીર બીયરબાઈસેપ્સના નામથી પણ પ્રખ્યાત છે. 22 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દી શરૂ કરીને, રણવીરે યુટ્યુબર અને પોડકાસ્ટર તરીકે પોતાનું નામ બનાવ્યું. તે મોન્ક એન્ટરટેઈનમેન્ટના સહ-સ્થાપક પણ છે.આ ઉપરાંત રણવીર અલ્હાબાદિયા સાત યુટ્યુબ ચેનલો ચલાવે છે જેમાં 12 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.2 જૂન 1993 ના રોજ મુંબઈમાં જન્મેલો રણવીર માત્ર 31 વર્ષ નો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
arjun kapoor bhumi pednekar film the lady killer streaming on t series youtube channel
મનોરંજન

The lady killer: પ્રાઈમ વિડીયો કે નેટફ્લિક્સ પર નહીં આ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર ની ફિલ્મ ધ લેડી કિલર

by Zalak Parikh September 4, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

The lady killer: ધ લેડી કિલર વર્ષ 2023 માં રિલીઝ થઇ હતી આ ફિલ્મ માં અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઇ હતી. હવે આ ફિલ્મ ને ફરીથી રિલીઝ કરવામાં આવી છે.આ ફિલ્મ ને નેટફ્લિક્સ કે પ્રાઈમ વિડીયો પર નહીં પરંતુ આ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો: Emergency controversy: કંગના રનૌત ની ફિલ્મ ઇમર્જન્સી ની મુશ્કેલી વધી, મધ્ય પ્રદેશ ની જબલપુર હાઈકોર્ટે ફિલ્મને લઈને આપ્યો આ નિર્દેશ

યુટયુબ પર રિલીઝ થઇ ધ લેડી કિલર 

ધ લેડી કિલર ના નિર્માતાઓ એ 2 સપ્ટેમ્બર ના રોજ આ ફિલ્મ ને યૂટ્યૂબ પર રિલીઝ કરી છે. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ ને ટી-સીરીઝની યુટ્યુબ ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ ફિલ્મ જોવાની સાથે તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો.આ ફિલ્મનું નિર્દેશન અજય બહલે કર્યું હતું.

#TheLadyKiller (2023) by #AjayBahl, ft. @arjunk26 @bhumipednekar @priyankabose20 #SMZaheer @EkavaliKhanna & @DenzilLSmith, out now on @TSeries YouTube channel..

Link: https://t.co/kuiCfvFGff

@KarmaMediaEnt @AAFilmsIndia pic.twitter.com/sR6o37Wxrf

— CinemaRare (@CinemaRareIN) September 2, 2024


તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ રિલીઝ ના 24 કલાક ની અંદર બહુ ઓછા વ્યૂઝ મળ્યા છે તેવા માં કહેવું ખોટું નહીં હોય કે આ ફિલ્મ યુટ્યુબ પર પણ કમાલ નથી કરી શકી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Union Minister Shri Rammohan Naidu explores AI powered solutions for civil aviation with YouTube and Google.
દેશ

Ram Mohan Naidu: કેન્દ્ર સરકારના મંત્રીની યુટ્યુબ અને ગૂગલ સાથેની ચર્ચા, અનેક મામલે હવે નવા પગલા લેવાશે.

by Hiral Meria August 7, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ram Mohan Naidu: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુએ નવી દિલ્હીમાં યુટ્યુબ ( Youtube ) ગ્લોબલ હેડ, શ્રી નીલ મોહન, ગૂગલ ( Google ) એશિયા પેસિફિક રિજન હેડ, શ્રી સંજય ગુપ્તા, એમડી -સરકારી બાબતો, શ્રીનિવાસ રેડ્ડી અને યુટ્યુબ ગવર્નમેન્ટ અફેર્સ માટેના ગ્લોબલ વીપી, લેસ્લી મિલર સાથે નવી દિલ્હીમાં વિસ્તૃત ચર્ચા કરી છે. મંત્રીએ આ સીમાચિહ્નરૂપ બેઠકમાં નાગરિક ઉડ્ડયન અને શાસનની પ્રગતિ માટે તકનીકીનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 

બેઠક દરમિયાન, બંને નેતાઓએ શાસનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( Artificial Intelligence ) (એઆઇ)ની અગ્રણી ભૂમિકા પર ચર્ચા કરી હતી અને એઆઇનો ઉપયોગ કરીને શાસન વધારી શકે તેવા નવીન ગૂગલ સોલ્યુશન્સની શોધ કરી હતી. શ્રી રામમોહન નાયડુએ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા, કાર્યદક્ષતા વધારવા અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ( Civil Aviation Sector ) પારદર્શકતા વધારવા માટે એઆઈની સંભવિતતા પર ભાર મૂક્યો હતો.

Union Minister Shri Rammohan Naidu explores AI powered solutions for civil aviation with YouTube and Google.

Union Minister Shri Rammohan Naidu explores AI powered solutions for civil aviation with YouTube and Google.

 

શ્રી રામમોહન નાયડુએ આ જોડાણનાં સકારાત્મક પરિણામો વિશે પોતાનો આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “શાસન અને નાગરિક ઉડ્ડયનમાં એઆઈ અને ટેકનોલોજીનું સંકલન પુષ્કળ સંભવિતતા ધરાવે છે. યુટ્યુબ અને ગૂગલ જેવા ટેક જાયન્ટ્સ સાથે મળીને કામ કરીને, અમે વધુ કાર્યક્ષમ, માહિતગાર અને નવીન ઉડ્ડયન ક્ષેત્ર બનાવી શકીએ છીએ જે તમામને લાભ આપે છે.”

યુટ્યુબના ગ્લોબલ હેડ શ્રી નીલ મોહને યુટ્યુબની કન્ટેન્ટ ક્રિએશન ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ પર પ્રકાશ પાડ્યો હતો, જેણે વિશ્વભરમાં અબજો લોકોને શિક્ષિત અને મનોરંજન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે અસરકારક સામગ્રી બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો જે વિવિધ ક્ષેત્રોમાં જાગૃતિ અને જ્ઞાન લાવી શકે.

આ સમાચાર વાંચો : Ahmedabad: અમદાવાદ ખાતે પરંપરાગત જનજાતિય ચિત્રકલાનું ‘આદિ ચિત્ર’ પ્રદર્શન યોજાયું, શહેરીજનો આ તારીખ સુધી પ્રદર્શનને નિહાળી શકશે.

શ્રી રામમોહન નાયડુએ આ તકનો ઉપયોગ યુટ્યુબના સહયોગથી નાગરિક ઉડ્ડયન વિશે વધુ જાગૃતિ અને જાણકારી ફેલાવવા વિનંતી કરી છે. તેમણે એક એવી ભાગીદારીની કલ્પના કરી હતી જ્યાં યુ-ટ્યુબ ઉડ્ડયન ક્ષેત્રની જટિલતાઓ અને પ્રગતિઓ વિશે લોકોને શિક્ષિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે, જેથી વધુ માહિતગાર અને વ્યસ્ત પ્રેક્ષકોને પ્રોત્સાહન મળે.

Union Minister Shri Rammohan Naidu explores AI powered solutions for civil aviation with YouTube and Google.

Union Minister Shri Rammohan Naidu explores AI powered solutions for civil aviation with YouTube and Google.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ ગૂગલને એવિએશન સંબંધિત સ્ટાર્ટઅપ્સ માટે સહયોગની તકો શોધવાની અપીલ કરી હતી. તેમણે ઉડ્ડયન ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પ્રકાશ પાડ્યો અને આ સમસ્યાઓના નિવારણ માટે નવીન ઉકેલો વિકસાવવામાં ગૂગલની કુશળતા માંગી. સંભવિત ભાગીદારીનો ઉદ્દેશ સ્ટાર્ટ અપને ટેકો આપવાનો છે, જે અત્યાધુનિક ટેકનોલોજી અને નવીન અભિગમો મારફતે ઉડ્ડયન ક્ષેત્રની વૃદ્ધિ અને વિકાસમાં પ્રદાન કરી શકે છે.

Union Minister Shri Rammohan Naidu explores AI powered solutions for civil aviation with YouTube and Google.

Union Minister Shri Rammohan Naidu explores AI powered solutions for civil aviation with YouTube and Google.

આ બેઠકમાં સહયોગની આ તકોને વધુ આગળ વધારવા અને નાગરિક ઉડ્ડયન અને શાસનના ભવિષ્યને આગળ ધપાવી શકે તેવા નવીન ઉકેલોના અમલીકરણ તરફ કામ કરવા માટે પરસ્પર સંમતિ સાથે સમાપન કરવામાં આવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર વાંચો : Tragic Accident : ચોંકાવનારી ઘટના, માતા સાથે રોડ પરથી પસાર થતી ત્રણ વર્ષની બાળકી પર પડ્યો કૂતરો; ગુમાવ્યો જીવ; જુઓ હૃદયદ્રાવક વિડીયો..

August 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nokia feature phone Nokia 3210 (2024) 4G feature phone launched in India
ગેઝેટ

Nokia feature phone : નોકિયા પાછો લાવ્યો તેનો આ લોકપ્રિય સ્માર્ટફોન, યુટ્યુબ જોવાની મજા સાથે મળશે લાંબી બેટરી; જાણો સ્પેસિફિકેશન

by kalpana Verat June 11, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Nokia feature phone : સ્માર્ટફોન નિર્માતા કંપની નોકિયા તેના ચાહકો માટે ભેટ લઈને આવી છે. HMD એ ભારતીય બજારમાં નવો ફીચર ફોન લોન્ચ કર્યો છે. , જેનું નામ છે Nokia 3210 4G. આ એક ખૂબ જ આઇકોનિક ફીચર ફોન છે જે હવે નોકિયા દ્વારા નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને પહેલા પણ ભારતીય માર્કેટમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને હવે ફરી તેની એન્ટ્રી થઈ છે. હવે તે અપડેટેડ ફીચર્સ સાથે આવ્યો છે.

 Nokia feature phone :નોકિયા 3210 4G વિશિષ્ટતાઓ

જો આ ફોનના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ  આ ફોન S30+ સોફ્ટવેર પર કામ કરે છે. આમાં તમને 128 MB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. માઇક્રો એસડીની મદદથી તમે સ્ટોરેજને 32 જીબી સુધી વધારી શકો છો. Nokia 3210 4Gમાં 2MP રિયર કેમેરા છે, આ કેમેરાની સાથે તમને LED ફ્લેશ લાઇટ પણ મળે છે. આ ઉપરાંત  તેમાં 1450mAhની નોન-રિમૂવેબલ બેટરી છે. તેની બેટરી અંગે કંપનીનું કહેવું છે કે એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ બેટરી 9.8 કલાક સુધી ચાલી શકે છે. આ બધા ફીચર્સ હોવા છતાં આ ફોનનું વજન માત્ર 62 ગ્રામ છે.

 Nokia feature phone :આ ફોનમાં પ્રીલોડેડ એપ્સ પણ છે 

આ ફોન હેન્ડસેટ બિલ્ટ-ઇન UPI સાથે આવે છે અને સ્કેન અને પે ફીચરને સપોર્ટ કરે છે. તે યુટ્યુબ, યુટ્યુબ શોર્ટ્સ, સમાચાર અને રમતો અને વધુ સહિત કેટલીક એપ્લિકેશનો સાથે પહેલાથી લોડ થયેલ છે. કંપનીએ લેટેસ્ટ Nokia 3210 4G સાથે ક્લાસિક સ્નેક ગેમનો પણ સમાવેશ કર્યો છે.

આ સમાચાર   પણ વાંચો : Apple WWDC 2024: AI ની દુનિયામાં હવે iPhoneની એન્ટ્રી, Apple iOS 18 માં આવ્યું નવુ અપડેટ, આ જોરદાર AI ફીચર્સ જોવા મળશે..

 Nokia feature phone :આ ત્રણ કલર ઓપ્શન ઉપલબ્ધ હશે

લોકો આ Nokia 3210 4G એમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકે છે. આ ફોન એમેઝોન પરથી માત્ર 3999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ એક કીપેડ ફોન છે પરંતુ   તેમાં YouTube, UPI પેમેન્ટ જેવી ઘણી નવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ફોનમાં 2.4 ઇંચની સ્ક્રીન છે અને તે Unisoc T107 પ્રોસેસર પર ચાલે છે. Nokia 3210 4G ફોન ત્રણ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છેઃ સ્કુબા બ્લુ, ગ્રન્જ બ્લેક અને Y2K ગોલ્ડ.

 

 

June 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
New revelations in Abhishek Ghosalkar murder case, Morris took pistol training from YouTube.. The murder conspiracy was hatched this month..
મુંબઈ

Ghosalkar murder case: અભિષેક ઘોસાળકર હત્યા પ્રકરણમાં થયો નવો ખુલાસો, મોરિસે યુટ્યુબ પરથી પિસ્તોલ ચલાવવા માટે લીધી હતી તાલીમ.. આ મહિને ઘડયુ હતું હત્યાનું ષડયંત્ર..

by Bipin Mewada February 14, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Ghosalkar murder case: અભિષેક ઘોસાળકરની હત્યા કેસમાં નવી માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોરિસ નોરોન્હાએ ( Mauris Noronha ) યુટ્યુબ પર અભિષેક ઘોસાળકરને મારતા પહેલા પિસ્તોલ કેવી રીતે હેન્ડલ કરવી અને કઈ રીતે ચલાવવી તેની તાલીમ લીધી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મોરિસ નોરોન્હાએ યુટ્યુબ પર પિસ્તોલ કેવી રીતે ચલાવવી તે અંગે સર્ચ કર્યું હતું. તેથી પોલીસને શંકા છે કે યુટ્યુબ ( Youtube ) પર વિડિયો જોયા બાદ મોરિસ નોરોન્હાએ ગોળીબાર કર્યો હતો. મોરિસે આ હત્યાનું ષડયંત્ર ( Murder conspiracy ) ડિસેમ્બર મહિનાથી જ ઘડવાનું શરુ કરી દીધુ હતુ. આ મામલાની તપાસ મુંબઈ પોલીસની ( Mumbai Police ) ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાલી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, મોરિસ નોરોન્હાએ અભિષેક ઘોસાળકરને ( Abhishek Ghosalkar ) સાડી વાટપ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું . બાદમાં ઘોસાળકરને ફેસબુક લાઈવ દરમિયાન ગોળી મારી દેવામાં આવી હતી. હત્યા ( Dahisar Firing ) બાદ મોરિસે પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ માટે મોરિસ નોરોન્હાએ બોડીગાર્ડની પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. હાલ બોડીગાર્ડની પોલીસે ધરપકડ કરી લીધી હતી. તેને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.

 મોરિસનો બોડીગાર્ડ અભિષેકની હત્યાના કેસમાં 13 ફેબ્રુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો…

પ્રાપ્ત માહિતી મુજબ, મોરિસનો બોડીગાર્ડ અભિષેક ઘોસાળકરની હત્યાના કેસમાં 13 ફેબ્રુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો હતો. શું બોડીગાર્ડને આ હત્યાના કાવતરામાં ફાયદો થયો હતો? પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. તે માટે પોલીસ કસ્ટડી માંગવામાં આવી હતી. સરકારી વકીલે પણ કસ્ટડી માંગી હતી. પરંતુ બોડીગાર્ડના વકીલોએ તેનો વિરોધ કર્યો હતો. બોડીગાર્ડેના વકીલોએ દલીલ કરી હતી કે, તેણે અત્યાર સુધી પોલીસ તપાસમાં સહકાર આપ્યો છે. તેમને તમામ માહિતી આપવામાં આવી છે. તેથી, તેને પોલીસ કસ્ટડીમાં ન મોકલવો જોઈએ. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે મોરિસના બોડીગાર્ડને પોલીસ કસ્ટડી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. અને બોડીગાર્ડને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Ahlan Modi: જે જમીન પર આંગળી મુકશો તે મંદિર માટે આપી દઇશ: પીએમ મોદીએ ભારતીયોને સંબોધતી વખતે કહી રાષ્ટ્રપતિ નાહ્યાન સાથેની આ રસપ્રદ વાત..

નોંધનીય છે કે, મોરિસ દહિસર-બોરીવલી વિસ્તારમાં એનજીઓ ચલાવતો હતો. મોરિસ આ વિસ્તારમાં સ્વ-ઘોષિત ધારાસભ્ય તરીકે જાણીતો હતો. એક વર્ષ પહેલા મોરિસ અને ઘોસાળકર વચ્ચે ઝઘડો થયો હતો. અભિષેક ઘોસાળકરે નોરોન્હા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ થોડા મહિનાઓ પહેલા બંને વચ્ચે ફરી મિત્રતા બંધાય હતી. તે પછી બંને એકસાથે ફેસબુક લાઈવ કર્યું હતું. જ્યારે ફેસબુક લાઈવ સમાપ્ત થયું, ત્યારે મોરિસે અભિષેક પર ગોળી ચલાવી દીધી હતી.

February 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક