News Continuous Bureau | Mumbai
Bank Strike Today: દેશની વિવિધ બેંક યુનિયનોએ આજે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. જોકે, ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કોઈ સત્તાવાર રજા જાહેર કરવામાં આવી નથી, પરંતુ હડતાળને કારણે જાહેર ક્ષેત્રની (Sarkari) બેંકોમાં કામકાજ પર મોટી અસર પડી શકે છે.ખાનગી ક્ષેત્રની બેંકો (જેમ કે HDFC, ICICI) માં કામકાજ સામાન્ય રહેવાની અપેક્ષા છે, પરંતુ સરકારી બેંકોના ગ્રાહકોએ મુશ્કેલી વેઠવી પડી શકે છે.
કઈ બેંકોમાં કામકાજ અટકી શકે છે?
હડતાળમાં મુખ્યત્વે જાહેર ક્ષેત્રની તમામ બેંકોના કર્મચારીઓ જોડાવાના છે. જેમાં નીચે મુજબની બેંકોનો સમાવેશ થાય છે:
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પંજાબ નેશનલ બેંક (PNB)
બેંક ઓફ બરોડા (BoB)
કેનેરા બેંક અને બેંક ઓફ ઈન્ડિયા આ બેંકોમાં ચેક ક્લિયરન્સ, કેશ ડિપોઝિટ અને લોન સંબંધિત કામકાજમાં વિલંબ થઈ શકે છે.
હડતાળ પાછળનું મુખ્ય કારણ શું છે?
બેંક યુનિયનો લાંબા સમયથી અઠવાડિયામાં ૫ દિવસ કામ (5-Day Work Week) અને શનિ-રવિ બે દિવસની રજાની માંગ કરી રહ્યા છે. હાલમાં બેંકોમાં બીજા અને ચોથા શનિવારે જ રજા હોય છે, જ્યારે બાકીના શનિવારે કર્મચારીઓએ કામ કરવું પડે છે. આ ઉપરાંત પેન્શન અપડેટ અને વેતન વધારા જેવા મુદ્દાઓ પણ આ હડતાળના એજન્ડામાં સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : Border 2 Box Office Collection Day 4: સની દેઓલની ‘બોર્ડર ૨’ એ ૪ દિવસમાં ૨૦૦ કરોડનો આંકડો વટાવ્યો, પહેલા સોમવારે ₹૫૯ કરોડના ઐતિહાસિક કલેક્શન સાથે નવો રેકોર્ડ
ડિજિટલ સેવાઓ પર કોઈ અસર થશે?
રાહતની વાત એ છે કે હડતાળ છતાં ડિજિટલ બેંકિંગ સેવાઓ પર કોઈ અસર થશે નહીં.
UPI અને નેટ બેંકિંગ: તમે હંમેશાની જેમ ઓનલાઈન પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફર કરી શકશો.
મોબાઈલ બેંકિંગ: બેંકની એપ દ્વારા થતા તમામ કામ ચાલુ રહેશે.
ATM: રોકડ ઉપાડવા માટે એટીએમ મશીનો કાર્યરત રહેશે, જોકે લાંબી હડતાળ હોય તો કેશની અછત સર્જાઈ શકે છે.