News Continuous Bureau | Mumbai
ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલી ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ એક જોરદાર ડ્રામા જેવી હતી. આ મેચમાં શરૂઆતના સમયે આર્જેન્ટિના એ પોતાનું વર્ચસ્વ દેખાડ્યું હતું પરંતુ એમબાપ્પે નામના ખેલાડીએ આર્જેન્ટિનાની બધી મજા પર પાણી ફેરવી નાખ્યું હતું. તેણે એક બે નહીં પરંતુ ત્રણ ગોલ ફટકારીને હેટ્રિક બનાવી હતી. આ સાથે જ તેણે પોતાની ટીમને છેલ્લે સુધી સંગીન સ્થિતિમાં લાવીને મૂકી દીધી હતી. બીજી તરફ જોરદાર ટીમ વર્ક ને કારણે તેમજ મેસ્સી જેવા સ્ટ્રાઈકર હોવાને કારણે અર્જેન્ટીના ની ટીમ સતત સારું પ્રદર્શન આપી રહી હતી.
મેચ નો ટાઇમ પતી ગયા પછી ફ્રાન્સ અને અર્જેન્ટીના ત્રણ ગોલ પર સમાન સ્કોર સાથે મજબૂતીથી ઉભા હતા. છેલ્લે સ્ટ્રાઈક થી ફેંસલો થવાનો હતો કે કોણ જીતશે. આ ખેલમાં પણ એમબાપ્પેએ પોતાની ટીમને પહેલા સરસાઈ અપાવી હતી. પરંતુ આર્જેન્ટિનાની ટીમ ચાર ગોલ મારવામાં સફળ રહી જ્યારે કે ફ્રાન્સ માત્ર બે ગોલ મારી શક્યું અને તેની સાથે જ અર્જેન્ટીના વર્લ્ડ કપ વિનર બની ગઈ.
જોકે આ મેસી ની છેલ્લી મેચ હતી. તેનું પોતાના દેશને વર્લ્ડ કપ આવા નું સપનું સાકાર થયું. પરંતુ ગોલ્ડન બુટ નો હકદાર એમબાપ્પે બન્યો. આખી ટુર્નામેન્ટ દરમિયાન તેણે આઠ ગોલમાલ રહ્યા. આ ઉપરાંત તેણે પોતાના નામે વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં હેટ્રિક બનાવવાનો રેકોર્ડ પણ દર્જ કરાવ્યો.
આમ વર્લ્ડ કપ ભલે ભલે અર્જેન્ટીના લઈ ગયું પરંતુ રેકોર્ડ ફ્રાન્સના ખેલાડીના નામે રહ્યા.
ટૂર્નામેન્ટ દરમિયાન કુલ 172 ગોલ થયા હતા, જે રમત દીઠ સરેરાશ 2.68 હતા.