News Continuous Bureau | Mumbai
India-EU Trade Impact: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ટેક્સટાઈલ અને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ‘ગેમ ચેન્જર’ માનવામાં આવે છે. અત્યાર સુધી જે બજારોમાં બાંગ્લાદેશ અને તુર્કીનું વર્ચસ્વ હતું, ત્યાં હવે ભારતીય સામાન કોઈપણ આયાત જકાત વગર પહોંચશે, જે ભારતને મોટી લીડ અપાવશે.
બાંગ્લાદેશ માટે કેમ જોખમ?
બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાનો મોટો આધાર રેડીમેડ ગારમેન્ટ્સ પર છે અને યુરોપ તેનું સૌથી મોટું બજાર છે. અત્યાર સુધી બાંગ્લાદેશને મળતા વિશેષ દરજ્જાને કારણે તેને ફાયદો હતો, પરંતુ હવે ભારતને પણ ‘ઝીરો ડ્યુટી’ નો લાભ મળતા સ્પર્ધા સીધી થઈ ગઈ છે. ભારતીય કંપનીઓ પાસે બાંગ્લાદેશ કરતા વધુ સારી ડિઝાઇન, ક્વોલિટી અને સપ્લાય ચેઈન છે. ટેક્સ હટતા જ યુરોપિયન બાયર્સ હવે ભારત તરફ વળે તેવી પૂરી શક્યતા છે.
તુર્કી અને વિયેતનામની ચિંતા
તુર્કી અત્યાર સુધી યુરોપની નજીક હોવાને કારણે ઝડપી ડિલિવરીનો ફાયદો ઉઠાવતું હતું. જોકે, ભારતની વિશાળ ઉત્પાદન ક્ષમતા અને હવે ટેક્સમાં મળનારી રાહત તુર્કીના બિઝનેસમાં ગાબડું પાડી શકે છે. એ જ રીતે વિયેતનામ જેવા દેશો જે ટેક્સટાઈલમાં ભારત સાથે સ્પર્ધા કરે છે, તેમના માટે પણ યુરોપિયન માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ બનશે.
આ સમાચાર પણ વાંચો: India-EU Trade Deal: ભારત-EU ડીલ પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પના સાંસદે ભારતની રણનીતિને ગણાવી માસ્ટરસ્ટ્રોક
ભારતીય નિકાસમાં ૨૫% વૃદ્ધિનો અંદાજ
ઉદ્યોગ જગતના નિષ્ણાતોના મતે, આ કરાર લાગુ થયા બાદ ભારતના ગારમેન્ટ એક્સપોર્ટમાં દર વર્ષે ૨૦ થી ૨૫% નો તોતિંગ વધારો થઈ શકે છે. આ માત્ર વેપાર જ નહીં, પણ ભારતમાં લાખો નવી રોજગારીની તકો પણ ઉભી કરશે. ભારત હવે માત્ર સસ્તું ઉત્પાદક જ નહીં, પરંતુ ગુણવત્તાસભર અને વિશ્વાસપાત્ર સપ્લાયર તરીકે વિશ્વમાં ઉભરી આવશે.