News Continuous Bureau | Mumbai
Maharashtra election 2024 :મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સમગ્ર મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર સજ્જ છે. હવે પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્રમાં કેટલા વોટ પડ્યા તેના આંકડા સામે આવ્યા છે. મુંબઈ શહેર જિલ્લાની દસ વિધાનસભા મતવિસ્તારોમાં સવારે 09.00 વાગ્યા સુધી અંદાજે 06.25 ટકા મતદાન થયું છે.
Maharashtra election 2024 :મલબાર હિલ વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ટકાવારી
મલબાર હિલ વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ટકાવારી જોવા મળી છે. મુંબઈ શહેર જિલ્લાની દસ વિધાનસભા મતવિસ્તારમાં સવારે 09.00 વાગ્યા સુધીની વિધાનસભા મતવિસ્તાર મુજબ મતદાનની ટકાવારી (અંદાજે) નીચે મુજબ છે :-
આ સમાચાર પણ વાંચો : Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં નણંદ ભાભી બાદ, કાકા-ભત્રીજા અને પતિ-પત્ની વચ્ચે ખરાખરીનો જંગ; જાણો આ લડાઈમાં કોણ જીતશે?
Maharashtra election 2024 :વિધાનસભા મતવિસ્તાર મતદાન ટકાવારી (અંદાજે) (મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024)
178 ધારાવી – 04.71 ટકા
179 સાયન-કોલીવાડા – 06.52 ટકા
180 વડાલા – 06.44 ટકા
181 માહિમ – 08.14 ટકા
182 વરલી – 03.78 ટકા
183 શિવડી – 06.12 ટકા
184 ભાયખલા – 07.09 ટકા
185 મલબાર હિલ – 08.31 ટકા
186 મુંબાદેવી – 06.34 ટકા
187 કોલાબા – 05.35 ટકા