ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે ૨૦૨૧
શુક્રવાર
ભારતમાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે, એ સાથોસાથ ત્રીજી વેક્સિન લગાવવાનું પણ શરૂ થઈ ગયું છે. દેશમાં પ્રથમ વખત કોરોનાની વિદેશી રસી આપવામાં આવી રહી છે. દીપક સપ્રાને રશિયન રસી ‘સ્પુટનિક વી’ની સૌપ્રથમ રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. આ રસી તેમણે હૈદરાબાદમાં લીધી છે. દીપક સપ્રા ડો. રેડ્ડી લેબોરેટરીઝના કસ્ટમ ફાર્મા સર્વિસીસના ગ્લોબલ હેડ છે.
કોરોના સામેની લડતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન નામની બે રસીઓ લોકોને પહેલેથી જ મૂકવામાં આવી રહી છે. હવે ત્રીજી રસી આવતાં ભારતને કોરોના સામેની લડતમાં વધુ શક્તિ મળશે. ભારતમાં તેની કિંમત ૯૪૮ રૂપિયા હશે. રસી ઉપર પાંચ ટકા જીએસટી લાગુ કરવામાં આવશે. ટેક્સ પછી, એક ડોઝની કિંમત ૯૯૫ રૂપિયા હશે. સ્પુટનિક રસી અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે કોરોના રોગચાળા સામેની આ રસી આવતા સપ્તાહની શરૂઆતમાં બજારોમાં ઉપલબ્ધ થશે. સરકારે ‘સ્પુટનિક વી’ની રસીના ૧,૫૦,૦૦૦ ડોઝનું પ્રથમ શિપમેન્ટ મળ્યાના ૧૨ દિવસ પછી આ જાહેરાત કરી છે.
ઉદારમતવાદી 'ચાર્લી હેબ્દો'નું હિન્દુ દેવી-દેવતા ઉપર નિશાન; 33 કરોડ દેવી-દેવતા છે, પણ ઓક્સિજન નથી
ઉલ્લેખનીય છે કે ડૉ. રેડ્ડીની લેબ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ)નું ભારતીય ભાગીદાર છે. ‘સ્પુટનિક વી’ રસીને માઇનસ ૨૦ ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચર પર રાખવી પડતી હોવાથી તેની કિંમત બીજી વેક્સિન કરતાં વધુ છે.