ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ એપ્રિલ 2021
શુક્રવાર
મુંબઈ શહેર ના ઘાટકોપર વિસ્તારમાં રહેતા ત્રણ નવ યુવકોને એક વર્ષ સુધી જેલના સળિયા ગણવા પડશે. વાત એમ છે કે વર્ષ ૨૦૧૪માં ગોવિંદા ના દિવસે એટલે કે મટકી ફોડવાના દિવસે ચેમ્બુર વિસ્તારમાં થી બેસ્ટની બસ પસાર થઇ રહી હતી. તે સમયે ત્રણ બાઇક સવારોએ સ્ટંટ કર્યું હતું અને તેમ કરતાં રોકવાનો પ્રયત્ન કરવામાં આવતા તેમણે બેસ્ટ ના બસ ડ્રાઈવરને ધોઈ કાઢ્યો હતો. આ મામલે પહેલા પોલીસ ફરિયાદ થઇ અને ત્યાર બાદ કોર્ટ કેસ ચાલ્યો.
હવે કોર્ટ નો નિકાલ આવી ગયો છે જે મુજબ આ ત્રણેયને એક વર્ષ માટે જેલની સજા થઈ છે.
મલાડની ICSE શાળાની ગુંડાગીરી, ફી નહીં કરો તો રિપોર્ટ કાર્ડ નહીં મળે.