News Continuous Bureau | Mumbai
Urban Green Mission: ગુજરાતમાં બાગાયતનો વ્યાપ વધારવા માટે તેમજ તાલીમ થકી યુવાનો તેમના કૌશલ્યમાં વૃદ્ધિ કરી શકે તે હેતુથી વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્ય સરકાર દ્વારા ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ હેઠળ માળી તાલીમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત શહેર-જિલ્લાના માળી કામ કરતા વ્યક્તિઓ આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી આ યોજનાનો મહત્તમ લાભ લઇ શકે તે માટે www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તા.૨૩ ઓગસ્ટ થી તા.૨૨ સપ્ટે. સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જેમાં લાભાર્થીઓએ ઇ-ગ્રામ સેન્ટર, સાઈબર કાફે અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૧.૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા દરમિયાન આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડ/ચૂંટણીકાર્ડ/પાસપોર્ટની નકલ અને બેંક ખાતાની વિગત સાથે રાખી અરજી કરવી. અરજીની કોપી અને જરૂરી કાગળો દિન-૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ ખાતે અચૂક જમા કરાવવા. વધુ જાણકારી માટે બાગાયત કચેરીનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી-સુરતની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3: ‘ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટને ‘શિવ શક્તિ’ નામ આપવું એ સમાનતાનો સંદેશ છે’, PM મોદીની આ બે મોટી જાહેરાત પર ઈસરોએ આપી પ્રતિક્રિયા..