News Continuous Bureau | Mumbai
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દર્શકોના પ્રિય શો માંથી એક છે. ઘણા વર્ષોથી, ચાહકો આ સીરિયલને ખૂબ પસંદ કરે છે, જેના કારણે આ શો હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. હાલમાં જ આ શોમાં નવા ટપ્પુની એન્ટ્રી થઈ છે. આ દરમિયાન દયા ભાભીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શોર્ટ ડ્રેસ પહેરીને ડાન્સ કરી રહી છે.
લોકો કરી રહ્યા છે દયાભાભી ને મિસ
દયા ભાભી 4-5 વર્ષથી આ શોમાં જોવા મળી નથી, પરંતુ ચાહકો આજે પણ તેમને તેમના અભિનય માટે યાદ કરે છે. તમે જોયું જ હશે કે શોમાં દયાબેન હંમેશા સાડીમાં જ દેખાય છે, પરંતુ આ વાયરલ વીડિયોમાં દયાબેનનો લુક જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયોમાં દિશા વાકાણીએ શિમર સાથે નો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ડાન્સ કરી રહી છે. આ વીડિયોને ખાસ રીતે એડિટ કરવામાં આવ્યો છે, જેમાં દિશા એક તરફ ડાન્સ કરી રહી છે. બીજી તરફ જેઠાલાલ પોતાનો ડાયલોગ એ પાગલ ઓરત બોલી રહ્યા છે.
View this post on Instagram
શો માં થઇ નવા ટપ્પુ ની એન્ટ્રી
તમને જણાવી દઈએ કે સીરિયલમાં ટપ્પુની નવી એન્ટ્રી થઈ છે. નીતીશ ભલુની ટપ્પુનું પાત્ર ભજવી રહ્યો છે. થોડા મહિના પહેલા આ પાત્ર ભજવનાર રાજ અનાડકટે શો છોડી દીધો હતો. તેથી હવે આ ભૂમિકા માટે અસિત મોદીએ નીતિશ ભલુનીની પસંદગી કરી છે. 2008 થી 2017 સુધી ભવ્ય ગાંધીએ આ શોમાં ટપ્પુની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ રાજ અનડકટે આ ભૂમિકા ભજવી હતી. બંને કલાકારો ને આ શોના દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો.