News Continuous Bureau | Mumbai
તુર્કી-સીરિયામાં ફરી એકવાર તીવ્ર ભૂકંપના બે આંચકા અનુભવાયા છે.
રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે.
ભૂકંપ તુર્કી-સીરિયા સરહદી ક્ષેત્રમાં જમીન પર બે કિલોમીટર (1.2 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો.
ભૂકંપના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા છે. તો વળી 200થી વધુ લોકો ઘાયલ થયા.
ફરી એકવાર આવેલા ભૂકંપમાં કેટલીક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 6 ફેબ્રુઆરીની સવારે તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
આ સમાચાર પણ વાંચો : નામ અને ચૂંટણી ચિન્હ મળ્યા બાદ આજે શિવસેનાની પ્રથમ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, લેવાઈ શકે છે આ મોટો નિર્ણય