News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં સતત વધી રહેલો ગુનાખોરી તેમજ નશાખોરીનો ગ્રાફ ચિંતા જનક છે. સુરત શહેર સહિત જિલ્લામાં દિવસે ને દિવસે યુવાનોને લક્ષ્યાંક બનાવી નશાના કારભારીઓ તેમનો કાળો કારોબાર ધમધમતો રાખતા જ આવ્યા છે. પછી તે વિદેશી દારૂનો હોય કે નશાકારક માદક દ્રવ્યનો. પરંતુ નશાના કાળા કાળા કારોબારના કારભારીઓને નાથવામાં ઉણપ ક્યાં રહી જાય તે યક્ષ પ્રશ્ન કહી શકાય એમ છે. ત્યારે સુરત જિલ્લા SOG પોલીસે કામરેજના પરબ ગામેથી અધધ કહી શકાય એટલા ₹ 33.47 લાખની કિંમતના 334.740 કિલો ગાંજાના જથ્થા સહિત બે આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે ગાંજાનો જથ્થો મંગવનાર વેડ રોડ કતારગામના એક ઇસમને વોન્ટેડ જાહેર કરાયો હતો.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદ, IMD એ આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું.. જાણો મુંબઈમાં કેવું રહેશે વાતાવરણ
SOG પોલીસની રેઇડ દરમિયાન પકડાયેલા બે ઈસમો પાસેથી માદક દ્રવ્ય ગાંજાનો 334.740 કિલો કિંમત ₹.33.47 લાખ,ડ્રીમ યુગ બાઈક નંબર કિંમત ₹.25 હજાર તેમજ ₹.7 હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ 33.79 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ગાંજાનો જથ્થો મંગાવનાર વેડ રોડ કતારગામના એમ.જે પ્રધાન નામના ઇસમને SOG પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરાયો હતો.