News Continuous Bureau | Mumbai
- દુબઈમાં એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 4 ભારતીયો સહિત 16 લોકોના કરૂણ મોત થયા છે અને 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
- મીડિયા રિપોર્ટ મુજબ મૃત્યુ પામેલાઓમાં પાકિસ્તાનના 3 નાગરિકો અને નાઈજીરિયાની એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
- અહેવાલ મુજબ આગની ઘટના રવિવારની છે. જે પાંચ માળની ઈમારતમાં આગ લાગી તે દુબઈના અલ રાસ વિસ્તારમાં આવેલી છે. તે દુબઈના સૌથી જૂના વિસ્તારોમાંથી એક છે.
- આગ સૌપ્રથમ આ બિલ્ડીંગના ચોથા માળેથી શરૂ થઈ હતી અને ધીમે ધીમે બીજા માળે પણ ફેલાઈ ગઈ હતી.
- દુબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આગ લગભગ 12.35 કલાકે લાગી હતી, જેને 2:42 કલાકે કાબૂમાં લેવામાં આવી હતી.
- આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક એપાર્ટમેન્ટની બારીમાંથી કાળો ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે.
NEW 🚨 Footage of the Dubai building fire —16 people died and nine sustained injuries as a massive fire ripped through the fourth floor of a residential building in Dubai pic.twitter.com/M2NzWL3Djz
— Insider Paper (@TheInsiderPaper) April 16, 2023
આ સમાચાર પણ વાંચો : સચિનની દીકરાનું IPLમાં ડેબ્યૂ, અર્જુન કોલકાતા સામે મેદાનમાં ઉતર્યો