News Continuous Bureau | Mumbai
સ્ટાર પ્લસના હિટ શો અનુપમામાં નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે, જેના કારણે સિરિયલની વાર્તા વધુ રસપ્રદ બની રહી છે. આ જ કારણ છે કે આ શો હંમેશની જેમ ટીઆરપી લિસ્ટમાં ટોપ પર રહે છે. આ દરમિયાન માયાનું પાત્ર ભજવી રહેલી છવિ પાંડેની કેટલીક તસવીરો સામે આવી છે. આ ફોટોઝમાં માયા માંગ માં સિંદૂર અને મંગળસૂત્ર પહેરેલી જોવા મળી હતી, જેને જોઈને ફેન્સને મોટો આંચકો લાગ્યો હતો. લોકો કહે છે કે અનુજે માયા સાથે લગ્ન કર્યા છે.
માયા એટલે કે છવિ પાંડે એ શેર કરી પોસ્ટ
વાસ્તવમાં આ દિવસોમાં શોના ટ્રેકમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે અનુજ અને અનુપમા અલગ થઈ ગયા છે. અનુજ પોતાનો પ્રેમ અને ઘર છોડીને મુંબઈ માયા પાસે આવી ગયો છે. તે તેની પુત્રી છોટી અનુ માટે માયા પાસે ગયો છે. બીજી તરફ અનુપમા અનુજ ની ચિંતામાં છે. આ દરમિયાન માયાની ભૂમિકા ભજવી રહેલી છવિ પાંડેનો ફોટો સામે આવ્યો છે, જેણે ચાહકોને ચોંકાવી દીધા છે. આમાં તે સિંદૂર અને મંગળસૂત્ર સાથે જોવા મળી રહી છે.
View this post on Instagram
માયા ની પોસ્ટ પર લોકો એ આપી આવી પ્રતિક્રિયા
છવિ ના ફોટો પર લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક પ્રશંસકે લખ્યું, ‘અનુજ ક્યારેય માયા સાથે લગ્ન નહીં કરે, તે માયાનું સપનું પણ હોઈ શકે છે અથવા જો લગ્ન થાય છે, જે શો આટલો સારો ચાલતો હતો તે ખરાબ થઈ જશે, પછી હું તેને પણ જોઈશ નહીં.’ અન્ય યુઝરે લખ્યું, ‘શું તમે અનુજ સાથે લગ્ન કર્યા છે?’ અત્યારે તો શોમાં આગળ કયો ટ્રેક આવશે, અનુજ અનુપમા એક થઈ શકશે કે નહીં તે તો સમય જ કહેશે, પરંતુ માયાના આ ફોટો એ ચોક્કસ હલચલ મચાવી દીધી છે.
 
			         
			         
                                                        