News Continuous Bureau | Mumbai
- ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે કેદારનાથ ધામ યાત્રા નવા આદેશ સુધી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે.
- ખરાબ હવામાન અને ભારે હિમવર્ષાના કારણે કેદારનાથ જનારા તીર્થયાત્રીઓનું રજીસ્ટ્રેશન આવતીકાલ એટલે કે બુધવાર સુધી રોકી દેવામાં આવ્યું છે.
- પોલીસે તીર્થ યાત્રાળુઓને બ્રહ્મપુરી ચેક પોસ્ટ પર સતર્ક રહેવા માટે સુચના આપી દીધી છે. અને ત્યાથી આગળ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
- આ સાથે ચમોલી બજારની પાસે બજપુલ, ચાડા, પિનૌલા અને તયાપુલ પાસે ભારે કાટમાળ આવવાથી બદ્રીનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ! શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત
Join Our WhatsApp Community