News Continuous Bureau | Mumbai
‘ધ કેરળ સ્ટોરી’ ની શાલિની ઉન્નીકૃષ્ણન એટલે કે અદા શર્મા એ હાલ માં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર અદા શર્મા ભગવાન શિવની ભક્તિમાં તલ્લીન જોવા મળી હતી. અદા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ભગવાન શિવની ભક્તિમાં મગ્ન મંદિરમાં બેસીને શિવ તાંડવનો પાઠ કરતી જોવા મળે છે. વીડિયોમાં અદા શર્માના અવાજમાં શિવ તાંડવ સ્તોત્રમ સંભળાઈ રહ્યું છે. આ વીડિયોની સાથે અદાએ એ પણ જણાવ્યું કે તેને એનર્જી ક્યાંથી મળે છે.
શિવ ભક્ત છે અદા શર્મા
‘ધ કેરળ સ્ટોરી’માં લીડ રોલ પ્લે કરનાર અદા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘મારી એનર્જીનું રહસ્ય. ઊર્જા જે મને પ્રતિબંધોનો સામનો કરવા દે છે. મને તમારો બનાવવા બદલ આભાર. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અદા શર્મા મંદિરમાં શિવલિંગની સામે બેસીને શિવ તાંડવનો જાપ કરી રહી છે. આ દરમિયાન અદા શર્માએ પીળા રંગનો સૂટ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અદા શર્મા માટે તેનો 31મો જન્મદિવસ ખૂબ જ ખાસ છે કારણ કે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી રહી છે.
View this post on Instagram
અદા શર્મા ના વિડીયો પર લોકો એ આપી આવી પ્રતિક્રિયા
અદા શર્મા ના આ વીડિયો પર લાખો વ્યૂઝ આવી ચૂક્યા છે. અદા શર્માના વીડિયોને 5.2 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ચાહકોએ અદા માટે વખાણ ના પુલ બાંધ્યા. કેટલાક તેને અસલી હિન્દુ સિંહણ કહી રહ્યા છે તો કેટલાક તેને ભારતની અસલી અભિનેત્રી કહી રહ્યા છે.
