IND vs WI 4th T20I: ચોથી T20માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને નવ વિકેટે હરાવ્યું; યશસ્વી-ગિલની કમાલ.. શ્રેણી 2-2ની બરાબરી પર… જાણો કેવી રહી આ રસપ્રદ મેંચ…

IND vs WI 4th T20I: ભારતીય ટીમે ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને નવ વિકેટે હરાવી શ્રેણી 2-2થી બરાબર કરી લીધી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટે 178 રન પર રોકીને 17 ઓવરમાં એક વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

by kalpana Verat
India beat West Indies by nine wickets, level series 2-2

News Continuous Bureau | Mumbai 

 IND vs WI 4th T20I: ભારતીય ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને નવ વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે પાંચ T20 મેચોની શ્રેણી હવે 2-2 (2-2 Equal) પર આવી ગઈ છે. ભારત માટે ઓપનર શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 165 રનની ભાગીદારી કરીને ટીમની જીતનો મજબૂત પાયો નાખ્યો હતો. યશસ્વીને મેન ઓફ ધ મેચ જાહેર આપવામાં આવ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝ ટીમે ભારતીય ટીમ સામે જીતવા માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે ત્રણ ઓવર બાકી રહેતાં 17 ઓવરમાં આ વિશાળ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી બંને ઓપનર શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી હતી. યશસ્વી 84 રને અણનમ રહ્યો, જ્યારે શુભમન ગિલ 77 રનના અંગત સ્કોરે આઉટ થયો. અંતે તિલક વર્મા 7 રન બનાવીને અણનમ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ માટે એકમાત્ર સફળતા રોમારિયો શેફર્ડ તરફથી મળી હતી.

  વેસ્ટ ઈન્ડિઝે છેલ્લે 2006માં ભારત સામે શ્રેણી જીતી હતી.

આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 178 રન બનાવ્યા હતા. યજમાન ટીમ તરફથી શિમરોન હેટમિયરે 61, સાઈ હોપે 45, કાયલ મેયર્સે 17 અને બ્રાન્ડેન કિંગે 18 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી અર્શદીપ સિંહે 3 અને કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલ, યજુવેન્દ્ર ચહલ અને મુકેશ કુમારને એક-એક સફળતા મળી હતી.

હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટી-20માં 7 વિકેટે જીત મેળવી હતી. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બે મેચ જીતી હતી. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લે 2006માં ભારત સામે શ્રેણી જીતી હતી.

આ સમાચાર પણ વાંચો : National Medical Commission: ડૉક્ટરો હવે જેનેરિક દવાઓ નહીં લખે તો લાઈસન્સ થશે સસ્પેન્ડ, NMCનો મોટો આદેશ.. જાણો શું છે આ જનેરિક દવાઓ..

Join Our WhatsApp Community

You may also like