News Continuous Bureau | Mumbai
ટીવી જગતની પ્રખ્યાત જોડી વર્ષો પછી ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા માટે સ્ક્રીન પર વાપસી કરી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ હિતેન તેજવાની અને ગૌરી પ્રધાનની. બંનેની સુપરહિટ જોડી આઠ વર્ષના લાંબા અંતરાલ પછી નાના પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. ગૌરી પ્રધાન અને હિતેન તેજવાનીઆગામી શો ‘પશ્મિના’માં સાથે કામ કરતા જોવા મળશે. હાલમાં શોનું શૂટિંગ મુંબઈમાં થઈ રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આખી ટીમ શૂટિંગ માટે કાશ્મીર જશે.
કાશ્મીર અને મુંબઈ પર આધારિત છે શો ની વાર્તા
ગૌરી અને હિતેનનો આગામી શો ‘પશ્મિના‘ બે અલગ-અલગ દુનિયામાં સેટ છે – કાશ્મીર અને મુંબઈ. જ્યારે હિતેન તેજવાનીનું પાત્ર કાશ્મીર જાય છે ત્યારે તેને ત્યાં કોઈના પ્રેમમાં પડે છે. તમને જણાવી દઈએ કે, તે પરિણીત પુરુષ છે અને પિતા પણ છે. જેમ જેમ વાર્તા ખુલે છે તેમ તેમ તેનું જીવન જટિલ થતું જણાય છે કારણ કે તેની એક પુત્રી કાશ્મીરની સુંદર વાદી માં રહે છે. ગૌરીના પાત્ર વિશે હાલ કોઈ માહિતી નથી. પરંતુ ચાહકો ફરી એકવાર તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા આતુર છે.
આ સમાચાર પણ વાંચો : શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ, આ કારણોસર મુંબઈ પોલીસની લેવી પડી મદદ
આઠ વર્ષ પછી સાથે જોવા મળશે હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન
ગૌરી પ્રધાન અને હિતેન તેજવાની છેલ્લે લોકપ્રિય ટીવી શો ‘મેરી આશિકી તુમ સે હી’માં સાથે જોવા મળ્યા હતા. હવે ‘પશ્મિના’માં, દર્શકો આતુરતાથી બંનેની જોડીને સ્ક્રીન પર ફરી એકવાર જાદુ કરતા જોવાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હિતેન તેજવાણી અને ગૌરી પ્રધાન વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની છે. બંનેના લગ્નને 19 વર્ષ થયા છે.