News Continuous Bureau | Mumbai
salman khan: બોલિવૂડ એક્ટર સલમાન ખાને ધામધૂમ થી બાપ્પાને વિદાય આપી. જેટલા જોરશોર થી તેમને બાપ્પા નું સ્વાગત કર્યું હતું તેટલા જ જોરશોર થી તેમને બાપ્પા ને વિદાય પણ આપી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન તેની બહેન અર્પિતા સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, વીડિયોમાં તે તેના પિતા સલીમ ખાન સાથે બાપ્પાની આરતી કરતો પણ જોવા મળી રહ્યો છે.
સલમાન ખાને કર્યું ગણપતિ બાપ્પા નું વિસર્જન
સલમાન ખાને ખુબ જ ધામધૂમ થી બાપ્પા નું વિસર્જન કર્યું હતું. આ વિસર્જન દરમિયાન સલમાન ઉપરાંત અરબાઝ ખાન, સોહેલ ખાન આયુષ શર્મા, રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા ડિસોઝા, પુલકિત સમ્રાટ, યુલિયા વંતુર સહિત અન્ય ઘણી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. જ્યારે અન્ય સેલેબ્સ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા, તો સલમાન ખાન બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો જોવા મળ્યો હતો.
View this post on Instagram
સલમાન ખાન નું વર્ક ફ્રન્ટ
સલમાન ખાન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો તે ટૂંક સમયમાં કેટરિના કૈફ સાથે ‘ટાઈગર 3’માં જોવા મળશે. ‘ટાઈગર 3’ આ વર્ષના અંતમાં રિલીઝ થશે. આ દરમિયાન સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ 17’ પણ ટેલિકાસ્ટ થશે. આ સિવાય સલમાન ખાન જલ્દી જ જેકલીન ફર્નાન્ડીઝ સાથે તેની ફિલ્મ ‘કિક’ના બીજા ભાગનું શૂટિંગ શરૂ કરશે.
આ સમાચાર પણ વાંચો : Ganesh Chaturthi 2023: અંબાણીના ઘરમાં ધામધૂમથી પધાર્યા ગણપતિ બાપ્પા, આખા પરિવારે હોંશે હોંશ ગણેશ ચતુર્થીની કરી ઉજવણી.. જુઓ વિડીયો