News Continuous Bureau | Mumbai
Shahrukh khan-salman khan: બોલિવૂડ નો કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન આ દિવસોમાં તેની ફિલ્મ જવાનની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બીજી તરફ સલમાન ખાન તેની આગામી ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન બંને સુપરસ્ટાર ખાન ગઈકાલે રાત્રે સાથે જોવા મળ્યા હતા. વાસ્તવમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન ગણપતિ પૂજા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે પહોંચ્યા હતા.
View this post on Instagram
શાહરુખ ખાન અને સલમાન ખાને લીધા બાપ્પા ના આશીર્વાદ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ના ઘરે ગણપતિ પૂજામાં શાહરૂખ ખાન અને સલમાન ખાન બાપ્પા ના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, બન્ને સુપરસ્ટાર ને એક સાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. આ દરમિયાન બન્ને નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે શાહરૂખ અને સલમાન મુખ્યમંત્રી સાથે પોઝ આપી રહ્યા છે. બન્ને ના લુકની વાત કરીએ તો શાહરૂખે બ્લૂ કલર નો પઠાણી કુર્તા અને પાયજામા પહેર્યો છે, જ્યારે સલમાન ખાન લાલ રંગના કુર્તા પાયજામા માં જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
શાહરુખ ખાન અને સલમાન ખાન નું વર્ક ફ્રન્ટ
શાહરુખ ખાન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો કિંગ ખાન રાજકુમાર હીરાની નિર્દેશિત ફિલ્મ ડંકી માં જોવા મળશે. આ ફિલ્મ માં તેની સાથે તાપસી પન્નુ પણ મુખ્ય ભૂમિકા માં છે. બીજી તરફ સલમાન ખાન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો ભાઈજાન ટાઇગર 3 માં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ની સાથે કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. તેમજ શાહરુખ ખાન પણ ટાઇગર 3 માં કેમિયો કરતો જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani: કડક સુરક્ષા વચ્ચે લાલબાગચા રાજા ના દર્શન કરવા પહુચ્યો અંબાણી પરિવાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટા અને વિડીયો