Bhagavat : હવે મિશ્રવાસનાનુ પ્રકરણ શરૂ થાય છે. સાતમા સ્કંધના ૧૧ અધ્યાયથી ૧૫ અધ્યાય સુધી મિશ્રવાસના વર્ણવી છે.
મનુષ્યની મિશ્રવાસના છે હું ભોગવીશ અને વધે તો બીજાને આપીશ એ મિશ્રવાસના વર્ણવી છે. સંતની સદ્ વાસના અને
રાક્ષસની અસદ્ વાસના. દુર્જન કહે તો ગમતું નથી અને વૈષ્ણવ ( Vaishnava ) કહેવાય તેવું આપણું જીવન નથી. અતિ સુંદર પ્રહલાદ ( Prahlad ) ચરિત્ર સાંભળ્યા પછી ધર્મરાજા ( Dharmaraja ) નારદજીને ( Naradji ) કહે છે:-મનુષ્યનો ધર્મ સમજાવો.
૧૧ થી ૧૫ આ પાંચ અધ્યાયમાં ધર્મની કથા છે. મનુષ્યનો સાચો મિત્ર ધર્મ છે. કોઇ પણ સાથ ન આપે ત્યારે, ધર્મ ( religion )
સાથ આપે છે. કદાચ પૈસાનો નાશ થતો હોય તો, થવા દેજો પણ ધર્મ ન જાય. મનુષ્ય માને છે, સર્વ સુખનું સાધન ધન છે. પણ
એ અજ્ઞાન છે. સર્વ સુખનું સાધન ધન નથી. પણ ધર્મ છે. માનવસૃષ્ટિનું સંચાલન કરવા ભગવાને જે કાયદા બનાવ્યા તે ધર્મ છે.
આજના બનાવેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. કારણ કાયદા બનાવનાર વિલાસી છે. રામરાજયમાં વશિષ્ઠ કહે છે, તે કાયદો
બને છે.
પ્રથમ સાધારણ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. સાધારણ ધર્મ એટલે સર્વનો ધર્મ, સર્વએ પાળવાનો ધર્મ. મનુષ્ય
માત્રનો ધર્મ. નારદજીએ ધર્મના ત્રીસ લક્ષણો બતાવ્યાં છે:- સત્ય, દયા, તપ, શૌચ, તિતિક્ષા, યોગ્યાયોગ્યનો વિવેક, મનનો સંયમ,
ઈન્દ્રિયોનો સંયમ, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, સરળતા, સંતોષ, મહાત્માઓની સેવા, સાંસારિક ભોગોની નિવૃત્તિ, વિચારો,
મૌન, આત્મચિંતન, સદાવ્રત વગેરેનું યથાયોગ્ય વિભાજન, પ્રાણીઓમાં આત્મભાવ તથા ભગવદ્ભાવ, ભગવાનના-સંતોના નામ-ગુણ-
લીલા વગેરેનું શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા, પૂજા-વંદના, તેમના પ્રત્યે દાસ્ય, સખ્ય અને આત્મસમર્પણ.
આ ધર્મની કથા મોટી છે. મેં નારાયણના મુખેથી આ કથા સાંભળી છે. પહેલો ધર્મ સત્ય છે અને છેલ્લો ધર્મ
આત્મસમર્પણ છે. ધર્મની કથાની શરૂઆત સત્યથી અને સમાપ્તિ કરી છે આત્મસમર્પણથી. સત્ય એ ઇશ્વરનું સ્વરૂપ છે. ધર્મની
ગતિ સૂક્ષ્મ છે. અસત્ય જેવું પાપ નથી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૯
(૧) સત્ય:- સત્ય એ સાધન છે. સત્ય દ્વારા સત્યનારાયણમાં ( Satyanarayana ) લીન થવાનું છે. પોતાની પત્ની નો વિક્રય કરી
હરિશ્ર્ચંદ્રે સત્ય પાળ્યું હતું. સત્યમાં દૃઢ શ્રદ્ધા રાખો. યથાર્થનું નામ સત્ય છે. મહાભારતમાં સત્યની વ્યાખ્યા જુદી કરેલી છે. સર્વનું
કલ્યાણ થાય એવું વિવેકથી બોલવું તે સત્ય છે. વિવેકથી સર્વનું કલ્યાણ થાય તેવું બોલો. સત્ત્યં ભૂતહિતમ્ પ્રોકતમ્ ।
શ્રીકૃષ્ણ ( Shri Krishna ) અસત્ય બોલે તે સત્ય છે, દ્રોણાચાર્યના ( Dronacharya ) પ્રસંગ વખતે શ્રીકૃષ્ણ અસત્ય બોલ્યા છે. દ્રોણાચાર્યના હાથમાં શસ્ત્ર હોય તો તેને કોઈ મારી શકે નહિ. હવે કરવું શું? અશ્વત્થામા ( Ashwatthama ) નામનો હાથી મર્યો, તે વખતે યુક્તિથી દ્રોણાચાર્યને મારવા કહ્યું કે અશ્વત્થામા મર્યો છે. દ્રોણાચાર્યને શંકા ગઈ. શ્રીકૃષ્ણ ક્દાચ અસત્ય બોલે પણ ધર્મરાજાને પૂછી જોઉં, તે કયારેય અસત્ય નહિ બોલે. દ્રોણાચાર્યે પૂછયું, મારો પુત્ર મર્યો હોય તો હું શસ્ત્રસંન્યાસ લઇશ, બોલ ધર્મરાજા! મારો પુત્ર મર્યોં છે? શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે અશ્વત્થામા હત: એટલુ બોલજો. સત્યમ્ વદ એ કાયદો મેં બનાવ્યો છે. ન્યાધીશને કાયદામાં ફેરફાર કરવાની અમુક
સંજોગોમાં છૂટ છે. જેમાં સર્વનું કલ્યાણ થાય તેવું વિવેકથી બોલવું તે સત્ય. દ્રોણાચાર્ય શસ્ત્રસંન્યાસ લેશે તો કૌરવોની હાર થશે.
પાંડવોને ગાદી મળશે, એટલે તેમાં પાંડવોનું કલ્યાણ છે. દુર્યોધન મરશે તો એનાથી વધારે પાપ થશે નહિ. એટલે એમાં દુર્યોધનનું
કલ્યાણ છે. કોઈ પૂછશે, સર્વનું કલ્યાણ થાય તો દ્રોણાચાર્યનું કયાં કલ્યાણ થયું? સર્વનું કલ્યાણ થવું જેઈએ.
દ્રોણાચાર્ય:-વેદ સંપન્ન બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કોઇ દિવસ યુદ્ધ કરે નહીં. બ્રાહ્મણને યુદ્ધ કરવાનો અધિકાર નથી. કદાચ
યુદ્ધ કરવાનો પ્રસંગ આવે તો, ધર્મનું રક્ષણ કરવા યુદ્ધ કરે. આ દ્રોણાચાર્ય બ્રાહ્મણ હોવા છતાં યુદ્ધ કરે છે. દ્રોણાચાર્ય યુદ્ધ બંધ
કરશે તો તેમાં દ્રોણાચાર્યનું કલ્યાણ છે. દ્રોણાચાર્યને પાપ કરતાં મારે અટકાવવા છે. તેથી દ્રોણાચાર્યનું પણ કલ્યાણ કરવા
શ્રીકૃષ્ણે આ પ્રમાણે આજ્ઞા કરી.