News Continuous Bureau | Mumbai
Tara sutaria and kartik aryan: હાલમાં જ કાર્તિક આર્યન અને તારા સુતરિયા રેસ્ટોરન્ટ ની બહાર સ્પોટ થયા હતા ત્યારબાદ બંને વિશે ઘણી અફવાઓ સામે આવી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે. સારા અલી ખાન બાદ હવે કાર્તિક આર્યન ના જીવન માં તારા સુતારિયા નો પ્રવેશ થયો છે. હવે કાર્તિક આર્યન સાથે ડેટિંગ ની અફવા વચ્ચે અભિનેત્રી તારા સુતારિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
તારા સુતરીયા એ શેર કરી પોસ્ટ
કાર્તિક સાથે ડેટિંગની અફવાઓ સામે આવ્યા બાદ તારા સુતારિયાએ ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ડેટિંગની અફવાઓ વિશે ખુલાસો કર્યો અને એક ચોંકાવનારી જાહેરાત પણ કરી છે, તારા સુતરિયાએ આ ક્રિપ્ટિક નોટમાં લખ્યું છે કે, ‘આખરે મારી રાહ પૂરી થઈ, હું દિવસો થી તમારી સાથે શેર કરવા માંગતી હતી, જેના માટે મેં ખૂબ જ મહેનત કરી છે, ખૂબ જ ટૂંક સમયમાં તમને કંઈક નવું જોવા મળશે.’

તારા સુતારિયાની આ પોસ્ટ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે તે ‘આશિકી 3’માં જોવા મળશે અને આ નોટ્સ તેનો જ સંકેત છે.
આ સમાચાર પણ વાંચો : Aryan khan: ટ્રાફિક માં ફસાયેલા આર્યન ખાન પાસે પૈસા માંગતી મહિલાઓ સાથે શાહરુખ ખાન ના પુત્ર એ કર્યું એવું વર્તન કે થયા વખાણ, જુઓ વિડીયો