3K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Hero Xpulse 400: લાગે છે કે Hero MotoCorp તેના ઘણા નવા મોડલ્સ સાથે ભારતમાં માર્કેટ(launch)માં ધૂમ મચાવશે. ગયા વર્ષે Hero XPulse 200, XPulse 200 4V અને XPulse 200T મોડલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મળેલી માહિતી અનુસાર, આ XPulse 400 મોડલ છે, જે પોર્ટફોલિયોમાં XPulse 200 4Vથી ઉપર આવશે. તો આવો જાણીએ આ બાઇક વિશે.
પાવર ટ્રેનની જાણકારી
અગાઉ XPulse 400 બાઇક વિશેની માહિતી સોશિયલ મીડિયા પર લીક થઈ હતી, જે જણાવ્યા અનુસાર, આ ડ્યુઅલ-પર્પઝ બાઇક 421cc સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલિંગ એન્જિનથી પાવર ડ્રો કરશે. આ ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન હશે. તે 35Nm ના ટોર્ક આઉટપુટ સાથે લગભગ 40bhp ની શક્તિ ધરાવશે. બાઇકમાં ડબલ ઓવરહેડ કેમ સેટઅપ રાખી શકાય છે. તેને નવી ચેસિસ અને હળવા વજનની ટ્રેલીસ ફ્રેમ આપવામાં આવે તેવી પણ શક્યતા છે.
ટૂરર બાઇકની જેવો હશે લુક
દેખાવ વિશે વાત કરીએ તો, XPulse 400 પણ અન્ય આવનારી બાઇક્સની જેમ ટુરર બાઇક(Tourer bike)હોવાની અપેક્ષા છે. આ બાઇકમાં ઉભેલા હેન્ડલબાર અને એગ્રેસિવ હેડલેમ્પ કાઉલ તેમજ ઓફ-રોડ ટાયર અને LED હેડલાઇટ્સ આપવામાં આવી છે.
XPulse 200T ના ફીચર્સ (Features of the bike)પણ આવ્યા સામે
હીરો નવી 200T બાઇક પર પણ કામ કરી રહી છે. આ બાઇક ચાર-વાલ્વ, એર-કૂલ્ડ એન્જિન સાથે આવી શકે છે. જે 19.1PSનો પાવર અને 17.35Nmનો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. ગોળાકાર એલઇડી હેડલાઇટ અને બ્લેક આઉટ ફોર્ક પર નવા ગેઇટર્સ, ટર્ન બાય ટર્ન નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ સમાચાર પણ વાંચોઃ Kanya Pujan: નવરાત્રીમાં કેમ કરવામાં આવે છે કન્યા પૂજન, જાણો ધાર્મિક મહત્વ અને કન્યા પૂજનની સાચી પદ્ધતિ