પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: નવમાસ પરિપૂર્ણ થયા. રાત્રે દશરથજી ( Dashrathji ) સૂતેલા હતા. તેમને સુંદર સ્વપ્ન દેખાયું. મારા આંગણે મહાત્મા ઋષિઓ આવ્યા છે. મને ઉઠાડે છે. સ્વપ્નમાં દશરથજીએ સરયૂમાં સ્નાન કર્યું. ઠાકોરજીને ( Thakorji ) પંચામૃતથી અભિષેક કર્યો. સ્વપ્નમાં લક્ષ્મીનારાયણની આરતી ઉતારતા હતા. દશરથ મહારાજ વારંવાર દર્શન કરે છે. મને જોઈ પ્રભુ હસે છે. આજે સુંદર સ્વપ્ન દેખાયું. સારું સ્વપ્ન દેખાય
તે પછી સુવાય નહિ. વિચાર્યું, મારા ગુરુદેવને સ્વપ્નનું નિવેદન કરું. તેઓ વસિષ્ઠ પાસે આવ્યા.
વસિષ્ઠે પૂછયું પ્રાત:કાળમાં કેમ આવ્યા? દશરથજીએ કહ્યું:- સ્વપ્નમાં મેં લક્ષ્મીનારાયણની ( Lakshminarayana ) આરતી ઉતારી. મેં જોયું કે નારાયણમાંથી દિવ્ય તેજ નીકળી, કૌશલ્યાના પેટમાં જાય છે.
વસિષ્ઠજી ( Vasisthaji ) કહે છે આ સ્વપ્નનું ફળ ઉત્તમ છે. પરમાત્મા નારાયણ ( Narayan ) તમારે ઘરે આવનાર છે તેનું આ સૂચક છે. મને ખાત્રી છે કે આ સ્વપ્નનું ફળ તને ચોવીસ કલાકમાં મળશે. રાજાનો આનંદ સમાતો નથી. મારે ત્યાં ઠાકોરજી આવવાના છે. રાજાએ
સરયૂમાં સ્નાન કર્યું છે. દશરથજી ઠાકોરજીની સેવા કરે છે.
આ બાજુ કૌશલ્યા ધ્યાનમાં છે. આજે પરમ પવિત્ર રામનવમીનો દિવસ છે.
જેહિ દિન રામ જનમ શ્રુતિ ગાવહિં ।
તીરથ સકલ તહાઁ ચલિ આવહિ ।।
ભગવાન શંકર ( Lord Shankar ) તો જોષી બની, અયોધ્યાની ગલીમાં ભમે છે. શંકરના ઈષ્ટદેવ બાળક રામ છે. પ્રાતઃકાળથી દેવો-
ગન્ધર્વો પ્રતિક્ષા કરે છે. વૈષ્ણવો અતિ આતુર ન થાય, ત્યાં સુધી ભગવાનનો જન્મ થતો નથી.
પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે. ચૈત્ર માસ, શુકલ પક્ષ. નવમી તિથિ. બપોરનો સમય અને
ભયે પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી ।
હરષિત મહતારી, મુની મનહારી, અદ્ભુત રૂપ બિચારી ।।
લોચન અભિરામા, તનુ ઘનશ્યામા, નિજ આયુધ ભુજ ચારી ।
ભૂષન બન માલા, નયન બિસાલા, સોભા સિંધુ ખરારી ।।
કહ દુઈ કર જોરી, અસ્તુતિ તોરી, કેહિ બિધિ કરૌં અનંતા ।
માયા ગુન ગ્યાનાતીત અમાના, વેદ પુરાન ભનંતા ।।
કરુના સુખ સાગર, સબ ગુન આગર, જેહી ગાવહિં શ્રુતિ સંતા ।
સો મમ હિત લાગી, જન અનુરાગી, ભયેઉ પ્રગટ શ્રી કંતા ।।
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૦
દોહા
બિપ્રઘેનુ સુર સંતહિત, લીન્હ મનુજ અવતાર ।
નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુન ગો પાર ।।
સીયાવર રામચંદ્રકી જય, રમાપતિ રામચંદ્રકી જય ।।
દશરથને ત્યાં સાક્ષાત્ પરબ્રહ્મ શ્રીહરિ પ્રગટ થયા. જે નિર્ગુણ છે, તે ભકતોના પ્રેમવશ આજ સગુણ બન્યા.
અગુન અરૂપ અલખ અજ જોઈ । ભગતે પ્રેમ-બસ સગુન સો હોઈ ।।
જેનું વેદો આવી રીતે વર્ણન કરે છે, તે જ શ્રીહરિ ભકતોનું હિત કરવા દશરથના પુત્ર બનીને આવ્યા.
બિનુ પદ ચલઈ સુનઈ બિનુ કાના । કરબિનુ કરમ કરઈ બિધિ નાના ।।
આનન રહિત સકલ રસ ભોગી । બિનુ બાની બક્તા બડ જોગી ।।
તન બિનુ પરસ નયન બિનુ દેખા । ગ્રહઈ ઘ્રાન બિનુ બાસ અસેષા ।।
અસિ સબ ભાંતિ અલૌકિક કરની । મહિમા જાસુ જાઈ નહિ બરની ।।
જેહિ ઈમિ ગાવહિ બેદ બુધ જાહિ ધરહિં મુનિ ધ્યાન ।
સોઈ દશરથ સુત ભગત હિત કોસલપતિ ભગવાન ।।
આકાશમાંથી દેવો, ગન્ધર્વો પુષ્પવૃષ્ટિ કરે છે. આજે આમ બતાવ્યું કે મારા ભક્તોનું હું ચારે તરફથી રક્ષણ કરું છું.
એટલે ચર્તુભુજરૂપે પ્રાગટય થયું છે. માતાજીએ સુંદર સ્તુતિ કરી. નાથ, મારા માટે બાળક બનો. તમે મા, મા, કહી બોલાવો.
માતાજીને જાણ કરી કે હું ઈશ્વર છું, ચર્તુભુજ સ્વરૂપ અદ્દશ્ય થયું અને બે હાથવાળા બાળક બન્યા.
સીયાવર રામચંદ્રકી જય
દાસીઓને ખબર પડી કે કૌશલ્યા માની ગોદમાં સુંદર બાળક બિરાજે છે. કૌશલ્યાએ નવલખો હાર દાસીને આપ્યો. મારો રામ સુખી
થાય. હું આનંદથી આપું છું. દાસી કહે: મારે કાંઈ જોઇતું નથી. મારે તો રામને રમાડવાં છે. દાસીની ગોદમાં રામને આપ્યા છે. આજે
તેનો બ્રહ્મસંબંધ થયો, દાસી દોડતી દોડતી દશરથ પાસે આવી. મહારાજ! મહારાજ! વધાઈ, વધાઈ, લાલો ભયો હૈ. સાક્ષાત્
નારાયણ આવ્યા હોય તેવું લાગે છે. દશરથજી વૃદ્ધ થયા હતા. આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો છે. પુત્ર સાધારણ નહીં પણ સાક્ષાત્
પરમાત્મા પુત્રરૂપે આવ્યા છે. દશરથજીએ શૃંગાર ધારણ કર્યો. દશરથજી આવ્યા. પ્રથમ ગણપતિ પૂજન થયું. એટલું બધું દાન
આપ્યું કે અયોધ્યામાં કોઇ ગરીબ રહ્યું નહીં. વશિષ્ઠે વેદમંત્રનો ઉચ્ચાર કરી મંત્રનો માનસિક અભિષેક કર્યો છે. દશરથજી
અંતઃપુરમાં આવ્યા. આજે રામલાલાનાં દર્શનથી બધી દાસીઓ દેહભાન ભૂલી છે. દેહભાન નહીં તો લાજ કાઢે કયાંથી? પરમાનંદ
થયો છે. દેવો-ગાંધર્વો સૂક્ષ્મરૂપે, લાલાનાં દર્શન કરવા પધાર્યા છે.