
Bhagavat: તમે પણ યજ્ઞ કરવા બેસો, ત્યારે પ્રત્યેક દ્વાર ઉપર રામલક્ષ્મણને ( Ramlakshman ) પધરાવજો. યજ્ઞ કયો? જપ કરવા, કથા સાંભળવી, મનથી નારાયણને મળવું, એ બધા એવા યજ્ઞો છે કે જે ગરીબમાં ગરીબ પણ કરી શકે.
બીજા યજ્ઞોમાં ખૂબ ધન જોઇએ, કુળ શ્રેષ્ઠ જોઇએ. વિધુર કે વિધવા યજ્ઞ કરી શકે નહિ. બીજા યજ્ઞમાં પ્રાયશ્ચિત કરવું
પડે છે. કેટલાક યજ્ઞ એવા છે કે જે સાધારણ બ્રાહ્મણ પણ કરી શકે નહિ. અગ્નિહોત્રી જ કરી શકે. યજ્ઞ કરવા પાછળ, પુષ્કળ
ધનનો ખર્ચ કરવો પડે છે. બીજા યજ્ઞ માટે દેશ, કાળની મર્યાદા બતાવી છે. ઉપનિષદમાં એક યજ્ઞ એવો બતાવ્યો છે કે જે કોઇ
પણ કરી શકે છે. કોઈપણ જાતિનો હોય, ગમે તે વખત હોય, ગમે તે સ્થળ હોય. આ યજ્ઞ,જપયજ્ઞ તેથી સર્વ યજ્ઞોમાં જપયજ્ઞ
શ્રેષ્ઠ છે. આંખથી દર્શન કરતાં કરતાં, કાનથી સાંભળતાં સાંભળતાં, મનથી સ્મરણ કરતાં, જપ કરશો તો સમાધિ લાગી જશે.
કૃષ્ણ મિલન એ મહાન યજ્ઞ છે.
આ યજ્ઞમાં શ્રદ્ધા એ પત્ની છે. રાણી છે. આત્મા એ યજમાન છે. શરીર યજ્ઞભૂમિ છે અને આ યજ્ઞથી પરમાત્મા પ્રાપ્ત
કરવાના છે. પરમાત્માને મળવું એ મહાન યજ્ઞ છે. જીવાત્મા અને પરમાત્માનું મિલન એ મહાયજ્ઞ છે.
યજ્ઞથી ચિત્તશુદ્ધિ થાય છે અને ચિત્તશુદ્ધિનું ફળ છે,પરમાત્માની પ્રાપ્તિ. યજ્ઞના ચાર દરવાજા એટલે, ઇન્દ્રિયોના ચાર
દરવાજા. તે યજ્ઞમાં રાક્ષસો મારીચ, સુબાહુ એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ વિગેરે વિઘ્ન કરવા આવશે. એ મહાયજ્ઞમાં વિષય-
મારીચ વિઘ્ન કરે છે. દરવાજા ઉપર રામકૃષ્ણને રાખશો, તો મારીચ-વિષય વિઘ્ન કરી શકશે નહિ.
જયારે વિષય-મારીચ યજ્ઞમાં વિઘ્ન કરવા આવે, ત્યારે દરેક ઈન્દ્રિયના દ્વારા ઉપર રામજીને ( Ram ) બેસાડો. આંખમાં, મુખમાં,
કાનમાં ભગવાનને રાખો. એક એક ઈન્દ્રિયમાં ભગવાનને રાખો. રામચંદ્રજીને ( Ramchandra ) ઈન્દ્રિયોના દ્વાર ઉપર રાખશો તો, મારીચ-વિષયો વિઘ્ન કરી શકશે નહિ. મારીચ જલદી મરતો નથી. તમારી દરેક ઇન્દ્રિય ઉપર રામલક્ષ્મણને જો પધરાવશો, શબ્દબ્રહ્મ અને
પરબ્રહ્મને પધરાવશો, તો તમારા યજ્ઞમાં મારીચ વિઘ્ન કરી શકશે નહિ. તમારો જીવનયજ્ઞ નિર્વિધ્ને પૂર્ણ થશે. માયા-મારીચને
રામચંદ્રજી વિવેકરૂપી બાણ મારે છે. જેનું માત્ર ચિંતન કરવાથી કામનો નાશ થાય તે ઈશ્વર.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૯
જ્ઞાની મહાત્માઓ ઈન્દ્રિયોના દરવાજા બંધ રાખે છે. અને વૈષ્ણવો ( Vaishnav ) દરેક દ્વાર ઉપર પરમાત્માને પધરાવે છે. વિષય
મારીચ જલદી મરતો નથી. ભાગવતનો રાહુ અને રામાયણનો મારીચ સરખા છે. તે જલદી મરતા નથી.
વિશ્વામિત્રનો યજ્ઞ પૂર્ણ થયો તે વખતે જનકપુરથી કુંમકુંમપત્રિકા આવી કે સીતાજીનો ( Sita ) સ્વયંવર છે. રામ, લક્ષ્મણ,
વિશ્વામિત્ર જનકપુરી તરફ઼ જવા નીકળ્યા. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રે રઘુનાથજીને આજ્ઞા કરી. આ શિલાને સ્પર્શ
કરો. શિલારૂપ આ અહલ્યાનો ઉદ્ધાર કરો.
રામજી વિચારમાં પડે છે. કે સાધક લાકડાની સ્ત્રીને પણ સ્પર્શ ન કરે. ન સ્પૃશ્યેત્ દારવીમપિ ।। આ શ્લોક એકાદશ
સ્કંધમાં છે.
રામજી કહે:-હું એને પ્રણામ કરું છું.
વિશ્વામિત્ર કહે:-પ્રણામ કરવાથી કાંઈ વળે નહિ.
રામજીને પાપની બીક લાગે છે. આજકાલના લોકો પાપની બીક રાખતા નથી. જેમ ફાવે તેમ વર્તે છે. હંમેશાં પાપની બીક
રાખશો, તો કલ્યાણ થશે. પાપની અને ઈશ્વરની બીક રાખશો તો નિર્ભય થશો.
રામજી કહે:-પરસ્ત્રીને હું વંદન કરું પણ પરસ્ત્રીને સ્પર્શ નહીં કરું.
રામજી કોઈ પરસ્ત્રીને અડકતા નહિ. તેમ સીતા પણ કોઇ પરપુરુષને અડકતાં નહિ.
આ દેશના લોકોનું જીવન ત્યારથી બગડયું, જયારથી સહશિક્ષણની શરૂઆત થઈ. છોકરા છોકરીઓ સાથે ભણે તે શું
બ્રહ્મચર્ય પાળતા હશે? બ્રહ્મચર્યાશ્રમનો આદર્શ છે કે સ્ત્રી પરપુરુષનો અને પુરુષ કોઈ પરસ્ત્રીનો સ્પર્શ ન કરે.
રામજીએ અહલ્યાને ચરણથી સ્પર્શ કર્યોં નથી. પણ તે સમયે પવનને કારણે રામજીના ચરણની રજ ઉડીને, શિલા ઉપર
પડી અને શિલામાંથી અહલ્યા બેઠી થઈ. એકનાથજીએ કહ્યું છે ચરણની રજ પવનથી ઉડીને પથ્થર ઉપર પડી. રામ ચરણની
રજમાં એવી શક્તિ છે કે અહલ્યાનો ઉદ્ધાર થયો.