News Continuous Bureau | Mumbai
Janhvi kapoor: જાહ્નવી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. કોફી વિથ કરણ ના લેટેસ્ટ એપિસોડ માં જાહ્નવી તેની બહેન ખુશી સાથે પહોંચી હતી આ દરમિયાન તેને તેની પર્સનલ લાઈફ ને લઈને ઘણા ખુલાસા કર્યા હતા. જાહ્નવી ઘણીવાર તેના કથિત બોયફ્રેન્ડ શિખર સાથે સ્પોટ થતી રહે છે. હવે હાલમાં જાહ્નવી નવા વર્ષ માં તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુમાલા મંદિર પહોંચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
જાહ્નવી અને શિખર પહોંચ્યા તિરુમાલા મંદિર
જાહ્નવી કપૂર નો એક વિડીયો સોશિયલ મીડિઅય પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાહ્નવી તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે આંધ્રપ્રદેશ માં આવેલા તિરુપતિ ના તિરુમાલા માં ભગવાન વેંકટેશ્વર મંદિર તરફ જતા જોવા મળ્યા હતા આ દરમિયાન જાહ્નવી પારંપરિક વસ્ત્રો માં જોવા મળી હતી. તેમજ શિખર પહાડિયા સફેદ ધોતી માં જોવા મળ્યો હતો.
#WATCH | Andhra Pradesh | Actress Janhvi Kapoor visits Sri Venkateswara Swami Temple in Tirumala to offer prayers. pic.twitter.com/ujbv32kNM7
— ANI (@ANI) January 5, 2024
જાહ્નવી કપૂર ની આ પોસ્ટ વાયરલ થતા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે જાહ્નવી અને શિખર ના સંબંધ પાક્કા થઇ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં હવે શું મનોરંજન થશે મોંઘું…. બીએમસીએ થિયેટરમાં ટેક્સ વધારવાનો કર્યો પ્રસ્તાવ.. તેથી હવે ટિકિટના ભાવ પણ વધશે..