News Continuous Bureau | Mumbai
Ira khan and Nupur shikhre: ઇરા ખાન અને નૂપુર શિખરે ના મુંબઈ માં રજીસ્ટર મેરેજ થયા બાદ ગઈકાલે કપલે ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. આ લગ્ન ઉદયપુરની અરવલી હિલ હોટલમાં થયા હતા. જેમાં આમિર ખાનનો આખો પરિવાર અને નૂપુર શિખરે નો આખો પરિવાર હાજર હતો. લગ્ન બાદ ઇરા અને નૂપુર નો ડાન્સ વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ઇરા અને નૂપુર નો રોમેન્ટિક ડાન્સ
ઇરા ખાન ને નૂપુર શિખરે નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કપલે તેમના ક્રિશ્ચિયન મેરેજ પછી પહેલો ડાન્સ કર્યો હતો. આ ડાન્સ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે. ઇરા અને નૂપુર ના આ રોમેન્ટિક ડાન્સ વિડીયો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ઇરા અને નૂપુર ના 3 જાન્યુઆરી એ રજીસ્ટર મેરેજ થઇ ગયા છે. ત્યારબાદ કપલે ગઈકાલે પરિવાર અને મિત્રો ની હાજરી માં ક્રિશ્ચ્યન રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Ira khan and Nupur shikhre: લગ્ન ના બંધન માં બંધાયા ઇરા ખાન અને નૂપુર શિખરે, મહારાષ્ટ્રીયન નહિ પરંતુ આ રીતિ રિવાજ મુજબ કર્યા મેરેજ, જુઓ વિડીયો