
Bhagavat: શુકદેવજી ( Shukdev ) કહે છે:-શ્રીકૃષ્ણકથામાં તારો પ્રેમ છે, તે જાણી આનંદ થયો છે. રાજન્! તારા લીધે મને શ્રીકૃષ્ણકથાગંગાનું પાન કરવાનો લાભ મળ્યો. શ્રીકૃષ્ણકથાગંગા પ્રગટ થઈ ત્યારથી ભગીરથી ગંગાજીનું મહત્ત્વ ઓછું થયું છે. ભગીરથી ગંગામાં સ્નાન કરો તેથી મનનો મેલ ધોવાતો નથી. આ શ્રીકૃષ્ણકથા મનનો મેલ દૂર કરે છે. શ્રીકૃષ્ણકથા ( Shri krishna Katha ) ગંગા, જયાં ઈચ્છો ત્યાં પ્રગટ થાય છે. ભાગીરથી ગંગાને ( Ganga ) કહો કે અમારા સૌરાષ્ટ્રમાં પ્રગટ થાય. તો થશે?
રાજાને ધન્યવાદ આપ્યો કે રાજન્! હું તારો ઉપકાર માનું છું. તારા લીધે મને શ્રીકૃષ્ણ ( Shri Krishna ) સ્મરણ થાય છે. શ્રીકૃષ્ણનાં દર્શન
કરવા મળે છે.
મહાત્માઓ ત્યાં સુધી કહે છે કે, નવમાં સ્કંધ સુધીની કથા શુકદેવજીએ કરી, અને ત્યાર પછીની દશમ સ્કંધની કથા
શ્રીકૃષ્ણે સ્વયં કરી છે.
વૈયાસકિ: સ ભગવાનથ
શુકદેવજી એ રાધાકૃષ્ણને ( Radha krishna ) પ્રાર્થના કરી કે આપ હ્રદયમાં બિરાજી તમારી કથા તમે જ કરો.
જ્ઞાની પુરુષો મરણને ટાળવાનો પ્રયત્ન કરતા નથી. મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે. મરણને
સુધારે છે શ્રીકૃષ્ણકથા, શ્રીકૃષ્ણનામ, શ્રીકૃષ્ણભક્તિ જેનું મરણ સુધરે એને ફરીથી જન્મ લેવો પડતો નથી.
વેર અને વાસના જીવનને બગાડે છે. તે દૂર થાય તો જીવન સુધરે અને અંતે મરણ સુધરે. વેર અને વાસના મરણ પહેલાં
જ દૂર કરો, નહિ તો મરણ બગડશે. વેરીને વંદન કરો, પણ જો તે વેર ચાલુ રાખે તો તમારા માથે પાપ નથી.
દશમ સ્કંધમાં નિરોધલીલા છે. ઇશ્વરમાં મનનો નિરોધ કરવો, મનનો લય કરવો એ નિરોધ. શ્રીકૃષ્ણને હ્રદયમાં રાખો
અથવા શ્રીકૃષ્ણના હ્રદયમાં રહો તો મનનો નિરોધ થશે. મનનો નિરોધ એ મુક્તિ છે.
ધરતી ઉપર દૈત્યોનો ત્રાસ વધ્યો, લોકો બહુ દુ:ખી થયા. પાપ વધ્યું, ધરતીથી આ સહન થયું નહિ. તે બ્રહ્માજીને ( Brahma ) શરણે
ગઇ. બ્રહ્માદિ દેવો બ્રહ્મલોકમાં નારાયણ ( Narayan ) પાસે આવ્યા અને પુરુષસૂક્તથી પ્રાર્થના કરે છે, નાથ! હવે કૃપા કરો, અવતાર ધારણ
કરો. બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી. થોડા સમય પછી વસુદેવ દેવકીને ઘરે હું પ્રગટ થઈશ. મારી સેવા કરવા તમે દેવો અવતાર
ધારણ કરો. બ્રહ્માએ આકાશવાણી સાંભળી, બ્રહ્માએ દેવોને આશ્વાસન આપ્યું.
આ બાજુ વસુદેવ ( Vasudev ) મથુરામાં લગ્ન કરવા આવ્યા છે. વસુદેવ દેવકીનાં લગ્ન થયાં છે. કંસ જાતે વરવધૂનો રથ હાંકે છે.
કંસ વસુદેવજીને બહુ ત્રાસ આપે તો ભગવાનનું પ્રાગટય જલદી થાય, ભક્તોનાં દુઃખ ભગવાન સહન કરી શકશે નહિ.
પાપી દુ:ખી થાય તે ભગવાન સાક્ષી રૂપે જુએ છે, સહન કરે છે. પુણ્યશાળી દુ:ખી થાય તે ભગવાનથી સહન થતું નથી. તે વખતે
આકાશવાણી થઈ. દેવકીનો આઠમો પુત્ર તને મારશે. આકાશવાણી સાંભળી કંસે દેવકીનો ચોટલો પકડયો, તલવાર લઇ મારવા
તૈયાર થયો. વસુદેવ કંસને સમજાવે છે જે જન્મ્યો તે મરવાનો છે. માટે જ્ઞાની મહાત્માઓ મરણને ટાળવાનો પ્રયત્ન કરતા નથી,
પણ મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે. મરણને નિવારવાનું અશકય છે. શીર્યતે ઈતિ શરીરમ્ શરીરનો નાશ થવાનો છે. તું વેર કરીશ
નહિ. વેર વાસના છે. કોઈ પણ સુખની વાસના રાખી મરે, તેનું મરણ બગડે છે. વેર વાસનાનો ત્યાગ કરી, પ્રભુ સ્મરણ કરતાં જે
મરે છે, તેનું મરણ સુધરે છે. દેવકીને મારવાથી તું અમર થવાનો નથી. વસુદેવે સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, કહ્યું દેવકીથી તારું
મરણ નથી ને?
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૫
કંસ ( kansa ) કહે છે:-ના.
વસુદેવ કહે છે:-તો આ દેવકીને ત્યાં જેટલા બાળકો થશે તે હું તને આપીશ.
કંસે વિચાર્યું, હું સ્ત્રીહત્યાના પાપમાંથી બચીશ, કહ્યું, બહુ સારું.
વસુદેવ શુદ્ધ સત્ત્વગુણનું સ્વરૂપ છે, શુદ્ધ-વિશુદ્ધ ચિત્ત એ વસુદેવ છે. દેવકી નિષ્કામ બુદ્ધિ છે. એ બેનું મિલન થાય
એટલે ભગવાનનો જન્મ થાય છે.
વસુદેવ દેવકી ઘરે આવ્યાં છે. પ્રથમ બાળક થયું. વસુદેવે આવીને તે બાળક કંસરાજાને આપ્યું. કંસનું હ્રદય પીગળ્યું છે.
આ બાળકને મારવાથી મને વિશેષ લાભ નથી. આઠમાથી મારું મરણ છે. આ તો પહેલો છે. આ બાળકને હું નહીં મારું. સાત
બાળકોને તમારા ઘરે રાખજો. મારા કાળ આઠમાને મને આપજો વસુદેવજી બાળકને લઈ ઘરે આવ્યા.
નારદજીએ વિચાર કર્યો, આ કંસ મામા સુધરી જશે તો પાપ કયાંથી કરશે? અને મામાનું પાપ નહિ
વધે તો ભગવાન અવતાર નહિ લે. કંસનું પાપ વધશે નહિ, તો તે જલદી મરશે નહિ. પાપ નહિ કરનારને ભગવાન મારતા નથી.
ઈશ્વર કોઈને મારતો નથી મનુષ્યને મારે છે તેનું પાપ. બે વસ્તુની બીક હંમેશા રાખજો. પાપની અને ઈશ્વરની. નારદજી
કંસ પાસે આવ્યા. નારદજીએ કંસને કહ્યું:-તને મારવાનો વિચાર દેવો કરી રહ્યા છે. કંસ, તું ભોળો છે. તેં વસુદેવના બાળકને
છોડી દીધો, તે ઠીક કર્યું નથી. ગમે તે આઠમો થઈ શકે છે. આઠમાને પહેલો ગણો તો આ આઠમો થશે.
કંસ પૂછે છે:-તો બધાં બાળકને મારી નાખું? નારદજીએ વિચાર્યુ, હું સંમતિ આપું તો મને પણ થોડું બાળહત્યાનું પાપ
લાગશે.
બીજાને પાપની પ્રેરણા આપવી એ પણ પાપ છે. તેથી નારદજીએ કહ્યું, હું તો તને સાવધાન કરવા આવ્યો છું. તને
યોગ્ય લાગે તેમ કરજે. નારાયણ! નારાયણ! નારદજી આ પ્રમાણે કંસને ઉશ્કેરે છે, કારણ કે કંસનું પાપ વધે તો તેનો અંત નજીક
આવે.