News Continuous Bureau | Mumbai
Ayodhya Ram Mandir : ટૂંક સમયમાં જ રામલલાના મંદિરમાં અમદાવાદમાં બનેલા નગારાનો અવાજ ગુંજશે. ગત 5 જાન્યુઆરીએ ગુજરાતમાંથી શરૂ થયેલું નગારું અયોધ્યામાં શ્રી રામ ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે. હવે પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર ગણતરીના દિવસ બાકી છે. રામલલાના મંદિરને શણગારવા ગુજરાતના ( Gujarat ) અમદાવાદથી ( Ahmedabad ) 500 કિલોનું નગારું ( Nagada ) અયોધ્યા પહોંચ્યું છે. આ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ( Prana Pratistha ) માટે ગુજરાતમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી છે. આ સાથે મંદિરમાં લગાવવામાં આવનાર પિત્તળના ધ્વજ થાંભલાઓ અયોધ્યા મોકલવામાં આવ્યા છે.
#WATCH | Uttar Pradesh | A ‘nagada’, decorated with Gold foil, brought to Ayodhya ahead of the ‘pranpratishtha’ of the Ram Temple.
Shri Ram Janmabhoomi Teerth Kshetra General Secretary Champat Rai says, “We will see where it can be installed on the temple premises.” pic.twitter.com/2dGopz1hck
— ANI (@ANI) January 11, 2024
સૂર્યપ્રકાશ કે વરસાદમાં પણ તે બગડશે નહીં
આ નગારું બનાવવામાં 3 મહિનાનો સમય લાગ્યો હતો. જેનું કુલ વજન 500 કિલો છે. આને 20 કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેને બનાવવામાં આઠ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. નગારું એટલું મોટું છે કે તેને બહાર રાખવાની જરૂર પડશે. આ માટે તેને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે બહાર સૂર્યપ્રકાશ કે વરસાદમાં પણ તે બગડે નહીં. તેના પર સોના અને ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. તેનો અવાજ 1 કિલોમીટર સુધી સંભળાશે.
આ સમાચાર પણ વાંચો : Direct Tax Collection: ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 19%નો વધારો, સરકારને અત્યાર સુધીમાં થઇ અધધ આટલા લાખ કરોડ રૂપિયાની કમાણી.. જાણો આંકડા.
જુઓ વિડીયો
રામલલા માટે વિશાળ દીવો અને હીરાનો હાર
ઉલ્લેખનીય છે કે રામ મંદિર ( Ram Mandir ) માટે દેશ-વિદેશમાંથી ભેટો આવી રહી છે. વડોદરામાં રહેતા ખેડૂતે રામલલા માટે 1100 કિલો વજનનો વિશાળ દીવો તૈયાર કર્યો છે. તેમણે કહ્યું- આ દીવો 9.25 ફૂટ ઊંચો અને 8 ફૂટ પહોળો છે. તેની ક્ષમતા 851 કિલો ઘીની છે. દીવો ‘પંચધાતુ’ (સોનું, ચાંદી, તાંબુ, જસત અને લોખંડ)નો બનેલો છે. આ સાથે જ સુરતના એક હીરાના વેપારીએ 5000 અમેરિકન હીરા અને 2 કિલો ચાંદીનો ઉપયોગ કરીને રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવ્યો છે. 40 કારીગરોએ 35 દિવસમાં ડિઝાઇન પૂર્ણ કરી. આ હાર રામ મંદિર ટ્રસ્ટને ભેટમાં આપવામાં આવ્યો છે.