Bhagavat: શંકર યોગીશ્ર્વર અને કૃષ્ણ યોગેશ્વર છે. શંકર મહારાજ દ્વાદશીને દિવસે આવ્યા છે. યોગીશ્વર ( Yogishwar ) અને યોગેશ્વરનું મિલન થયું છે. ભગવાન શંકર ( Lord Shankar ) નિવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે. શ્રીકૃષ્ણ ( Shri Krishna ) પ્રવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે. એક્દમ પ્રવૃત્તિમાં છે, છતાં અંદરથી નિવૃત્તિ છે. બધી પ્રવૃત્તિ કરે છે, છતાં કોઈ પણ પ્રવૃત્તિમાં આસક્તિ નથી. પ્રવૃત્તિ કરે છે, પણ તે પ્રવૃત્તિ નિવૃત્તિ સમાન છે. ભગવાન શંકર કહે છે, જેણે બ્રહ્માનંદ ( Brahmananda ) લેવો છે તેણે થોડી નિવૃત્તિ લેવી જ પડશે. ચા-પાણી ન છોડે તે મોહને કેમ છોડશે? કામને કેમ છોડી શકશે? ભજનાનંદ જોઈતો હોય તો વિષયાનંદ છોડવો જ પડે.
શિવજી ગામમાં પણ વધારે વખત રહેતા નથી. સ્મશાનમાં રહે છે. શિવજી કહે છે, ધ્યાનાનંદ-ભજનાનંદ લેવો હોય તો
થોડી પ્રવૃત્તિ ઓછી કરો.
એક ખેડૂતને બે કન્યાઓ. તેમાંથી એક કુંભારને આપેલી અને બીજી ખેડૂતને આપેલી. પિતા જે કન્યા ખેડૂતને આપેલી,
તેના ઘરે આવ્યા. કન્યાને પૂછ્યું, કેમ બહેન કેમ છે? કન્યાએ કહ્યું આ વરસાદ પડતો નથી. વરસાદ પડે તો લીલા લહેર છે. તે
પછી કુંભારને આપેલી કન્યાને ઘરે આવ્યા છે. કન્યાને કુશળ સમાચાર પૂછ્યા. તે કન્યાએ કહ્યું, માટીનાં વાસણ તૈયાર કર્યાં છે.
તેના માટે ભઠ્ઠી ચડાવવી છે. એકવાર વાસણ તૈયાર થઈ જાય તે પછી વરસાદ પડે તો સારું. હું તો પ્રાર્થના કરું છું કે આ વરસે
વરસાદ ન પડે તો સારૂં.
આ બાપદીકરીની કથા નથી. જીવમાત્રની પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બે કન્યાઓ છે. આ બે કન્યાઓ એકી સાથે રહી શકે
નહિ. એક દુ:ખી થશે અને બીજી સુખી થશે. નિવૃત્તિનો આનંદ લેવો હોય તો પ્રવૃત્તિનો મનથી ત્યાગ કરો. શરીરમાં શક્તિ હોય
ત્યારે વિવેકથી પ્રવૃત્તિ છોડો અથવા ઓછી કરો. બ્લડપ્રેસર વધે અને ડોકટર કહે ત્યારે માણસ શાંતિથી ઘરમાં બેસે, તેનો કંઈ અર્થ
નથી. એકદમ પ્રવૃત્તિ છોડો તેમ તો કોઈને કહેવાય નહિ. પણ પ્રવૃત્તિ ઓછી કરો. પ્રભુ માટે થોડો સમય કાઢો.
વેદાંતનો અધિકાર વિલાસીને નથી. વેદાંતનો અધિકાર વિરક્તને છે. વાતો બ્રહ્મજ્ઞાનની ( Brahmajnana ) કરે અને પ્રેમ પૈસા સાથે કરે,
સ્ત્રી સાથે કરે, સંસારના જડ પદાર્થ સાથે કરે. એને કોઈ દિવસ બ્રહ્મજ્ઞાન મળે નહિ. જગત ખોટું છે એમ બોલવામાં લાભ નથી.
પણ જગત ખોટું છે, એમ માની જગતમાં રહેવાનું છે. વ્યવહાર ખોટો છે તેમ માની વ્યવહાર કરો. મનુષ્ય પૈસાને ભૂલતો નથી અને
ઇશ્વરને ભૂલી જાય છે, તેનું તેને ભાન પણ નથી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૨
જાય છે. શંકર એકલા ભગવાનનાં દર્શન કરવા જાય છે. શંકરના ખાસ ગણ શ્રૃંગી અને ભૃંગી છે.શૃંગીભૃંગીએ કહ્યું, મહારાજ અમે તમારી સાથે આવીશું.
ભક્તિમાં સંગ સારો ન હોય તો વિક્ષેપ થાય. ભજન અને દર્શન એકલા કરવા કારણ કે બીજા સાથે હોય તો બીજાનો
રજોગુણ આપણામાં આવે છે. ઘણાં તો દર્શન કરવા જાય ત્યારે બીજાને બોલાવતા જાય છે. બીજાને સત્કર્મમાં પ્રેરણા કરવી એ
સારું છે, પણ બીજા સાથે હોય તો રસ્તામાં વાતો ઘણી થાય છે. આ સારું નથી. દર્શન એક ચિત્તે કરો. દર્શન કરી મંદિરના ઓટલે
બેસવાનું અને ઠાકોરજીનું જે સ્વરૂપ જોયું હોય તે બીજા દિવસ સુધી આંખમાંથી અને મનમાંથી ખસે નહિ. ઘણાંને દર્શન કર્યા પછી
પૂછો કે આજે ઠાકોરજીએ શું શૃંગાર કર્યા હતાં? કયાં વસ્ત્ર પરિધાન કર્યાં હતાં? તો માથું ખંજવાળશે. તો મંદિરમાં શું બીજાના કપડાં
જોવા આવ્યા હતાં? દર્શન કર્યા પછી ઠાકોરજીને કહે છે તમે અહીં બેસી રહેજો. હું મારા બંગલે જાઉં છું. ઇશ્વર સિવાય કોઇનો પણ
સાથ રાખવો નહિ. જીવ દગાખોર છે. જીવ અભિમાની છે. સંતોની દ્દષ્ટિ પરમાત્માના કોઈ સ્વરૂપમાં ઠરેલી જ હોય છે, બાહ્ય દ્દષ્ટિ
નીચી જ હોય છે. શંકરની દ્દષ્ટિ બ્રહ્મમાં જ હતી.
શ્રૃંગી અને ભૃંગીએ કહ્યું, આપની સાથે અમે પણ દર્શન કરવા આવીશું. શંકરે ના પાડી, હું એકલો જઈશ, તમે સાથે
આવો તો મારાં દર્શન-ધ્યાનમાં વિક્ષેપ પડશે. ગણો કહે, અમને સાથે લઈ જાવ, નહીંતર અમે જાહેર કરીશું કે આ સાધુ નથી પણ
શંકર છે.
આજે આયે સદાશિવ ગોકુલમેં, મહાત્માઓ અનેક રીતે આ વર્ણવે છે. આજ સુધી જે નિરંજન હતા તે આજે નિષ્કામ પ્રેમને
લીધે સકામ થયા છે.
પ્રભુએ સંપત્તિ આપી હોય તો નિયમ લેજો, કે હંમેશા બ્રાહ્મણને ( Brahmin ) ભોજન કરાવીશ. યશોદાજીનો ( Yashoda ) નિયમ હતો કે રોજ સાધુ બ્રાહ્મણને ભિક્ષા આપવી. શિવજી મહારાજ પધાર્યા છે. લોકો કહે છે આ સાધુ શિવજી જેવો લાગે છે. શિવજી સ્વરૂપને છૂપાવે પણ
તેજ જાય કયાં?
દાસીએ શિવજી પાસે આવીને કહ્યું, મહારાજ! યશોદાજીએ આ ભિક્ષા મોકલાવી છે. સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ
આપો. શિવજી કહે:-મને કોઈ વસ્તુની અપેક્ષા નથી. મારે ભિક્ષા લેવી નથી. મને કાંઈ જોઇતું નથી. મારે લાલાનાં દર્શન કરવાં છે.