Bhagavat: પૂતનાને જોઈ ભગવાને આંખો કેમ બંધ કરી? એનાં અનેક કારણો આ પ્રમાણે મહાત્માઓ ( Mahatmas ) એ આપ્યાં છે:-(૧) પૂતના છે, સ્ત્રીનું ખોળિયું. સ્ત્રી અબળા છે. અવધ્ય છે. પૂતનાને જોઈ શ્રીકૃષ્ણ ( Shri Krishna ) વિચાર કરવા લાગ્યા એને માર્યા વગર છૂટકો નથી. સ્ત્રીને મારતા સંકોચ થાય છે એટલે આંખ બંધ કરી. સામે કોઈ વીર પુરૂષ આવેલ હોત તો વીરતા બતાવત. આ સ્ત્રીને મારવામાં શું બહાદુરી? આ સ્ત્રીને ( woman ) મારવી પડશે એમ વિચારી સંકોચથી ભગવાને નેત્રો બંધ કર્યાં છે.
(૨) બીજા મહાત્મા કહે છે, મને કારણ યોગ્ય લાગતું નથી. પૂતના સ્ત્રીનું ખોળિયું છે પણ રાક્ષસી છે. અનેક બાળકોને
મારીને આવી છે. તેને મારવામાં સંકોચ રાખવાની જરૂર નથી. મને આંખ બંધ કરવાનું કારણ જુદું લાગે છે. ભગવાનની આંખમાં
જ્ઞાન, વૈરાગ્ય છે. પ્રભુએ વિચાર કર્યો કે, હું પૂતનાને આંખ આપું તો, એને જ્ઞાન થશે. હું ઇશ્વર છું એવું તેને જ્ઞાન થાય તો પછી,
લીલા કરવી છે તે થશે નહિ. ઐશ્વર્યનું જ્ઞાન લીલામાં બાધક છે.
હું પૂતના સામે જોઈશ તો, એને થશે કે હું પરમાત્મા છું. તેથી તે મને ધવડાવશે નહિ.
ભગવાન કૃપા કરીને નજર આપે તેને જ્ઞાન મળે છે. ખુદા નજર દે તો સબ સૂરત ખુદાકી હૈ ।
અર્જુનને કહ્યું છે:-અર્જુન, હું જેના ઉપર કૃપા કરું, તેને મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે. તે મને જાણી શકે છે.
પૂતનાને હું નજર આપું તો એને જ્ઞાન થાય કે આ બાળક નથી, પણ કાળનો પણ કાળ છે. તેને જ્ઞાન થાય તો આ લીલા
થશે નહિ. ઐશ્વર્ય જ્ઞાનલીલામાં બાધક છે. પૂતના મને બાળક સમજીને મારવા આવી છે, તેને મારા સ્વરૂપનું જ્ઞાન થાય એ યોગ્ય
નથી.
ભગવાન જેની સામું જુએ, એને જ્ઞાન મળે, માટે કૃષ્ણ ભગવાને આંખો બંધ કરેલી.
(૩) ત્રીજા મહાત્મા કહે છે, ના, ના. આ કારણ મને સાચું લાગતું નથી. પૂતનાને આંખ આપે એટલે તેને જ્ઞાન થાય એ
સાચું નથી. દુર્યોધનને ( Duryodhana ) કયાં જ્ઞાન થયું હતું? પૂતના ઝેર લઈને આવી, ત્યારે લાલાએ વિચાર કર્યો. આને વૈકુંઠમાં ( Vaikuntha ) લઈ જાઉં કે ગોલોકમાં. પૂતનાને કઇ ગતિ આપવી તે વિચારવા ભગવાને આંખ બંધ કરી હતી.
(૪)એક મહાત્મા કહે છે, કોઈ પુણ્ય વગર જીવ ઈશ્વર પાસે આવતો નથી. પૂતનાએ આ જન્મમાં કે પુર્વજન્મમાં કોઈ
પુણ્ય કર્યું છે કે કેમ? ભગવાને આંખો બંધ કરી તેનું પ્રારબ્ધ જોયું. જેની સાથે બહુ પ્રેમ કરો છો, તે મનુષ્ય કોઈ સાધારણ કારણથી
અતિ વેર કરશે.
(૫) એક મહાત્માએ કહ્યું, લાલાએ આંખ બંધ કરી તેનું કારણ મને જુદું લાગે છે. કનૈયો વિચારે છે, મેં તો માનેલું કે
ગોકુળમાં જઇશ તો લોકો મિસરી ખુબ ખવડાવશે. મારો યોગ એવો કે મને કોઈ માખણ-મિસરી આપતું નથી, અને ઊલટું આ ઝેર
આપવા આવી છે. આ બીકથી લાલાએ આંખ બંધ કરી છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૭
મને ઝેર ભાવતું નથી. આંખ બંધ કરી કનૈયાએ શંકર ભગવાનને પ્રાર્થના કરી. તમે ઝેર પીવા આવો, અને હું દૂધ પીશ. એમ કહી
કૃષ્ણ ભગવાન શિવજીનું ધ્યાન કરવા લાગ્યા, તેથી આંખો બંધ કરી છે. કોઈ દેવને બોલાવવા હોય તો આંખ બંધ કરી તેનું ધ્યાન
કરવું પડે છે.
કનૈયો તે વખતે આખો બંધ કરી, મહાદેવજીને યાદ કરે છે. કે તમને ઝેર પીવાની આદત છે, તો તમે આવો. કનૈયો
શિવજીને આંખ બંધ કરી બોલાવે છે. તે શિવતત્ત્વને બોલાવે છે.
(૭) બીજા મહાત્મા કહે છે. મને આ કારણ યોગ્ય લાગતું નથી. કૃષ્ણને શું ઝેર ન પચે? એ તો કાળના પણ કાળ છે.
આંખો બંધ કરવાનું કારણ મને જુદું લાગે છે. મને એમ લાગે છે કે, રામકૃષ્ણની આંખમાં ચંદ્ર અને સૂર્ય છે, મહાયોગીઓ
બ્રહ્મલોકમાં જાય છે. તેઓ સૂર્યમંડળને ભેદીને જાય છે. શ્રીકૃષ્ણ પૂતનાને મોક્ષ આપવાના છે. સૂર્યચંદ્રને ઠીક લાગ્યું નહિ, મારા
શ્રીકૃષ્ણને પૂતના ઝેર આપવા આવી છે.
લક્ષ્મીનો ( Lakshmi ) ઉપભોગ કરવાનો અધિકાર જીવને નથી. જીવ લક્ષ્મીનો ઉપયોગ કરી શકે. ઉપભોગ કરવા જાય તો થપ્પડ મારે
છે. માટે સારામાં સારી ચીજો ભગવાનને અર્પણ કરજો. ખાવાથી સંતોષ થતો નથી. તૃપ્તિ થતી નથી. બીજાને ખવડાવાથી સંતોષ
થાય છે. સૂર્ય-ચંદ્ર વિચારે છે વૈષ્ણવોએ ઠાકોરજીને સુંદરમાં સુંદર વસ્તુ ભેટ આપવી જોઈએ. તેને બદલે આ પૂતના ઝેર લઇને
આવી છે. તેઓને થયું, ભગવાન પૂતનાને સદ્ગતિ ન આપે તો સારું. ભગવાનનું આકાર્ય ન ગમ્યું, તેથી સૂર્ય-ચંદ્રએ પોતાનાં
નેત્રોરુપી દ્વાર બંધ કર્યાં.
(૮) એક મહાત્મા કહે છે, મને આંખો બંધ કરવાનું કારણ જુદું લાગે છે. ભગવાન વિચારે છે, આ ઝેર આપનારીને હું
મુક્તિ આપવાનો છું. તો આ ગોપગોપીઓ જે પ્રેમથી માખણ મિસરી મને આપે છે, તેમને હવે કઈ ગતિ આપવી? મારી પાસે મુક્તિ
સિવાય બીજી કોઇ શ્રેષ્ઠ વસ્તુ નથી. આ ગોપ-ગોપીઓને શી ગતિ આપવી એના વિચારમાં પ્રભુએ આંખ બંધ કરી છે.