Bhagavat: આ મહાત્માઓ દશમ સ્કંધમાં પાગલ થયા છે. ગોસ્વામી લંગોટી પહેરીને ફરતા. અગાઉ તેઓ રાજાના દિવાન હતા. હવે
શ્રીકૃષ્ણપ્રેમમાં પાગલ થયા છે. સનાતન ગોસ્વામી ( Sanatana Goswami ) બંગાળના મોટા જમીનદાર હતા. દશમ સ્કંધનો એમણે એક વાર પાઠ સાંભળ્યો. કૃષ્ણ પ્રેમમાં પાગલ થયા. સર્વસ્વનું દાન કરી દીધું અને તાડપત્રીની લંગોટી બાંધી. લીલા નિકુંજમાં રાધે કૃષ્ણ, રાધે
કૃષ્ણ, કરતા ફરતા હતા.
સુર્પણખા રામજી પાસે આવી, ત્યારે રામજીએ એને આંખ આપી નહીં. રામાયણની ( Ramayana ) સુર્પણખા અને ભાગવતની પૂતના
એક જ છે. સુર્પણખા પણ વાસના છે.
કનૈયો હજુ છ દિવસનો થયો છે. હજુ રાધાજી આવ્યા નથી. ( Ram ) રામજી પાસે તો સીતાજી ( Sita ) સાથે હતાં, તેથી સીતાજી ઉપર
નજર રાખી સુર્પણખાને જવાબ આપતા હતા. હજુ રાધાજી આવ્યાં નથી એટલે કોના ઉપર નજર રાખું?
પૂતના આંખમાંથી અંદર આવે છે. સંસારના સુંદર વિષયો જોઈ આંખ તેની પાછળ દોડે છે. જાણે છે કે આ મારું નથી.
મને મળવાનું નથી, છતાં પાપ કરે છે. પૂતના આંખ વાટે આવે છે, કામ પહેલાં આંખમાં આવે છે અને તે પછી મનમાં.
પૂતનાએ યશોદાને કહ્યું, હું તમારા બાળકને ધવડાવું તો તે પુષ્ટ થશે. યશોદાએ પારણામાંથી બાળકૃષ્ણને ઉઠાવી
પૂતનાની ગોદમાં આપ્યો. માસીબા ખૂબ લાડ કરે છે. કનૈયો જાણે છે, આ લાડ કરવા નથી આવી. મારવાના ઇરાદે આવી છે.
પૂતના યશોદાજીને કહે છે:-મા, તમારે ઘરનું કામ હોય તો જાવ.
યશોદા ( Yashoda ) ઘરનું કામ કરવા ગયાં ત્યારે પૂતના કપટથી બાળકૃષ્ણને ધવડાવવા લાગી. કનૈયો બે હાથે સ્તન પકડી ચૂસવા
લાગ્યો. સાથે પ્રાણ ધાવવા લાગ્યો. ભગવાન પ્રાણને ચૂસવા લાગ્યા. પૂતના વ્યાકૂળ થઈ. એટલે પુતના રડતી રડતી કહેવા
લાગી-મૂકી દે, મૂકી દે. મને છોડ. મને છોડ.
સા મુચ્ય મુગ્ચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડયમાનાખિલજીવમર્મણિ ।
વિવૃત્ય નેત્રે ચરણૌ ભુજૌ મુહુ: પ્રસ્વિન્નગાત્રા ક્ષિપતિ રુરોદ હ ।।
ભગવાન કહે છે:-મને પકડવાનું જ મારી માએ શીખવ્યું છે. છોડવાનું મને શીખવ્યું નથી. મને પકડતાં જ આવડે છે,
મને છોડતાં આવડતું નથી.
પૂતના તને હું આજે છોડીશ નહિ, તારો ઉદ્ધાર કરીશ. ભગવાનના મારમાં પણ પ્યાર છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૮
મને છોડ, મને છોડ, એમ બે વાર પૂતના બોલી, જાણે કહેતી ન હોય કે આ લોક અને પરલોકમાંથી છોડી, કનૈયા તારા
ધામમાં, ગોલોકમાં મને લઈ જા.અહંતા મમતામાંથી મને છોડાવી કૃતાર્થ કર.
પૂતના વ્યાકુળ થઈ. સ્વરૂપાસંધાન રહ્યું નહિ. તેણે રાક્ષસી રૂપ ધારણ કર્યું. આકાશ માર્ગે કૃષ્ણને લઇ જતી હતી ત્યારે
પૂતનાને કંસના બગીચાના ઝાડ ઉપર પાડી. કંસનો એ બગીચો ગોકુળ પાસે છે.
ઝાડ ઉપર તેને પાડી, અનેક ઝાડ પડયાં. અવિદ્યામાંથી વિકાર ઉત્પન્ન થાય છે. પૂતના પછડાતાં ધડાકો થયો.
રાક્ષસીના વક્ષ:સ્થળ ઉપર બાલકૃષ્ણ બિરાજ્યા છે. ગોપીઓ દોડતી આવી. યશોદાને ઠપકો આપ્યો. અમે અનેક બાધાઓ રાખી,
ત્યારે તારે ત્યાં દીકરો થયો અને તને પડી નથી. યશોદાજીએ ઠપકો માથે ચડાવ્યો. મારું આ પહેલું બાળક છે. મને બાળકના
લાલનપાલનની ખબર નથી. હવે તમે કહેશો તેમ કરીશ. ગોપીઓ કહે છે, કોઈ પારકી સ્ત્રીને તમારે બાળક સોંપવું નહિ. ચાલો જે
થવાનું હતું તે થયું. હવે કનૈયાની નજર ઉતારો.
લાલાને ગાયો વહાલી છે. લાલાને ગંગી ગાય બહુ વહાલી. લાલાની ઝાંખી ન થાય ત્યાં સુધી ગંગી ગાય પાણી પીતી
નથી. ઘાસ પણ ખાતી નથી. ગોવાળો કંટાંળી જાય. યશોદાજી પાસે આવે. મા, લાલાને ગૌશાળામાં લઈ આવો. લાલાને
ગૌશાળમાં લઇ આવે ત્યારે લાલાની ઝાંખી કરી, ગંગી ગાય ખડ ખાય છે.
પેટમાં કાંઈ ન હોય ત્યારે, સાત્ત્વિક્ભાવ તરત જાગે છે. ઉપવાસ કરવાથી શરીર હલકું થાય છે, સાત્ત્વિક્ભાવ જાગે છે.
વિધિપૂર્વક ઉપવાસ કરવાથી પાપ બળે છે.
કનૈયાની ગંગી નામની પ્રિય ગાય હતી. તેની પાસે ગોપીઓ કનૈયાને લઈ જાય છે. મોટા મોટા ઋષિઓએ અનેક વર્ષ
તપશ્ર્ચર્યા કરી, છતાં મનમાંથી અભિમાન ગયું નહિ. કામ ગયો નહિ, એટલે તેઓ ગોકુળમાં ગાયો થઈને આવ્યા છે. નિષ્કામ
શ્રીકૃષ્ણને ( Shri Krishna ) અમારો કામ અર્પણ કરી, અમે નિષ્કામ થઈશું.
ગોપીઓએ ગાયનું પૂંછડું હાથમાં લીધું અને ત્રણ વખત પગથી માથા સુધી ફેરવ્યું. મારા લાલાને કોઈની નજર લાગી હોય
તો તે, સર્વ ગંગી ગાયના પૂંછડામાં જાય. ગોપી પ્રેમની ધજા છે. અમારા કનૈયાને કંઈ થવાનું હોય તો, તે અમને થાય. આ
ગોપીઓનો વિશુદ્ધ પ્રેમ છે. લાલાને રાક્ષસીનો સ્પર્શ થયો, એ યોગ્ય નથી. આ તો મોટો ઉત્પાત થવાનો હતો પણ બાળક બચી
ગયો.
હવે બાળકને નવડાવો. બાલકૃષ્ણને રાક્ષસીની નજર ન લાગે. તેથી ગોપીઓએ ગાયનું છાણ અને ગોમુત્રથી સ્નાન
કરાવ્યું.
સ્પષ્ટ લખ્યું છે:-ગોમુત્રેણ સ્નાન યત્વા ।
બજારમાંથી કાંઈ સાબુ લાવ્યા ન હતા. ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું છે.
જીવન સાદું બનાવો, ગૌમુત્રમાં પવિત્ર કરવાની શક્તિ છે. ગૌમુત્રનું પાન અને તેના વડે સ્નાન કરવાથી શરીર નીરોગી
થાય છે. ગૌમુત્રમાં ઘણા ગુણો છે.