Breaking News : Abhishek Ghosalkar shot dead, અભિષેક ઘોસાળકર ગોળીએ દેવાયો

Abhishek Ghosalkar, Moris bhai, Dahisar death
Abhishek Ghosalkar, Moris bhai, Dahisar death

News Continuous Bureau | Mumbai 

મુંબઈના દહીંસર વિસ્તારમાં મોટું કાંડ થઈ ગયું છે. અંદરો અંદરના ઝઘડા અને વિખવાદ મૃત્યુમાં પરિણમે છે તે સાબિત થયું છે.

ઉદ્ધવ ઠાકરે ની શિવસેના પાર્ટીના દિગ્ગજ નેતા વિનોદ ઘોસાળકર ના દીકરા અભિષેક ઘોસાળકરને ગોળીયે દેવાયો છે. વાત એમ છે કે ગોળી મારનાર વ્યક્તિનું નામ મોરિસભાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિનોદ ઘોસાળકરના દીકરા અભિષેકરને તેની ઓફિસમાં ગોળી મારવામાં આવી. આ ગોળી મોરીસ ભાઈ એ જાતે ચલાવી અને ત્યારબાદ તેણે પોતે આત્મહત્યા કરી લીધી.
ચોકાવનારી વાત એ છે કે આ આત્મહત્યાનો વિડીયો facebook ઉપર લાઈવ કરવામાં આવ્યો.

અત્યાર સુધી આ વિડીયો હજારો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અભિષેક હાથમાં ત્રણ મોબાઇલ રાખીને વાત કરી રહ્યો છે અને જેવો તે ઉભો થાય છે કે તેની છાતીમાં માથામાં અને અન્ય જગ્યાએ ગોળીઓ મારવામાં આવે છે. અભિષેક બચવા માટે રાડા રાડ કરે છે અને ભાગવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે મૃત્યુ પામે છે.

અભિષેક ને કરુણા હોસ્પિટલમાં જ્યારે કે મોરિસ ભાઈ ને ભગવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને બંને હોસ્પિટલમાંથી સમાચાર મળ્યા છે કે તે આ બંનેનું નિધન થયું છે.

ઉલ્લેખનીય છે કે મોરિશભાઈ દહીસર વિસ્તારમાં સામાજિક કાર્યો થકી આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ માટે ઘણી ઓટો રીક્ષા ની પાછળ તેમને પોતાના સ્ટીકર પણ ચોંટાડ્યા હતા. બીજી તરફ અભિષેક ઘોસાળકર દહીસર વિસ્તારમાં વધુ એક વખત કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. મોરિશભાઈ ઉપર થોડા સમય પહેલા બળાત્કારનો આરોપ લાગ્યો હતો અને તેઓ જેલમાં હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે તેમની ઉપર જે આરોપ લાગ્યા છે તે રાજનીતિથી પ્રેરિત છે. ત્યારબાદ અંદરખાને શું રંધાયું તેની કોઈ જાણકારી નથી પરંતુ દહીંસર વિસ્તારમાં ધનાધન ગોળીઓ ચાલતા ચકચાર મચી જવા પામી છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!