News Continuous Bureau | Mumbai
Gyanvapi Case : વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સંકુલ પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ( ASI ) ના અહેવાલે સાબિત કર્યું છે કે જ્ઞાનવાપી સ્થળ પર એક મોટું હિન્દુ મંદિર ( Hindu temple ) હતું. અહેવાલો અનુસાર, તે નાગર શૈલીનું મંદિર હતું. આ રિપોર્ટમાં મંદિરના 4 પિલરથી લઈને મંદિરની ડિઝાઈન સુધીની તમામ બાબતોનો ખુલાસો કરવામાં આવ્યો છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા જ્ઞાનવાપી વિસ્તારમાં કરાયેલા સર્વેના અહેવાલે સૌનું ધ્યાન ખેંચ્યું છે. અહેવાલમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, આર્ય અને દ્રવિડિયન સંસ્કૃતિ વચ્ચેના વિભાજન અંગેની વર્ષો જૂની માન્યતાઓને પણ દૂર કરવામાં આવી છે.
જ્ઞાનવાપી સંકુલમાં મળી આવેલા શિલાલેખો ભારતીય ઈતિહાસને સમજવા માટે મહત્ત્વપૂર્ણ છે…
અહેવાલ મુજબ, જ્ઞાનવાપી ( Gyanvapi Masjid ) વિસ્તારમાં હાલના પુરાવાઓ અને પૂર્વ-અસ્તિત્વમાં રહેલા બાંધકામોના સર્વેક્ષણમાં 12મી અને 17મી સદીના સંસ્કૃત ( Sanskrit ) અને દ્રવિડિયન ( Dravidian ) બંને ભાષાઓમાં શિલાલેખો ( Inscriptions ) જોવા મળે છે. આ શિલાલેખો ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે સંસ્કૃતિનું વિભાજન નહીં, પરંતુ સાંસ્કૃતિક એકીકરણ દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, સંસ્કૃત અને દ્રવિડિયન બંને શિલાલેખો સૂચવે છે કે સંસ્કૃતિઓ વચ્ચેનો આ આધ્યાત્મિક જોડાણ કોઈપણ રાજકીય અથવા ભૌગોલિક વિભાજન પહેલાનો છે. જ્ઞાનવાપીના ( Gyanvapi ) તથ્યો ભારતીય ઉપખંડના બહુભાષી અને બહુસાંસ્કૃતિક બંધારણ પર પ્રકાશ પાડે છે. અહીંના 30 શિલાલેખો પૂર્વે 17મી સદીના હોવા જોઈએ. આ શિલાલેખો ભારતીય ઇતિહાસને સમજવા માટે મહત્વપૂર્ણ છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra: ઇડીની કાર્યવાહી નકામી છે, 85% કેસ ખોટા. શરદ પવારનું મોટું નિવેદન.. જાણો તેમણે બીજુ શું કહ્યું…
નોંધનીય છે કે, વારંવાર એવો દાવો કરવામાં આવે છે કે ઉત્તર અને દક્ષિણ ભારતની સંસ્કૃતિઓ ભાષાકીય, સાંસ્કૃતિક અથવા વંશીય વિભાજનને કારણે અલગ પડી હતી. જ્ઞાનવાપી વિસ્તારમાં આ બંને ભાષાઓના શિલાલેખો પ્રાચીન સમયમાં એક સંકલિત સમાજની ઝલક આપે છે. પ્રાચીન સમયમાં, ભાષાકીય વિવિધતાને દક્ષિણથી ઉત્તર સુધી સ્વીકારવામાં આવતી હતી અને બંને સંસ્કૃતિને આદર આપવામાં આવતો હતો. આ શિલાલેખો સમગ્ર ઇતિહાસમાં ભારતીય ઉપખંડની વિવિધ સંસ્કૃતિઓના સંગમ પર ટિપ્પણી કરે છે. તેથી, એ સાબિત કરે છે કે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે કોઈ વિવાદ નહોતો, બલ્કે આ એક ભારત વિરોધી કથા છે. પ્રાપ્ત શિલાખો પ્રમાણે..
-શિલાલેખ નંબર 6 17મી સદીની તેલુગુ લિપિમાં લખાણ દર્શાવે છે. જેમાં નારાયણ ભાટ્યુના પુત્રનું નામ જણાવવામાં આવ્યું છે.
-શિલાલેખ નંબર 9 એ 17મી સદીની તમિલ લિપિમાં લખેલા ગ્રંથોનો સંદર્ભ આપે છે. તેના પર લખાણ સ્પષ્ટ દેખાતું નથી; પરંતુ આ શિલાલેખ નારાયણન રામન દ્વારા સ્થાપિત ચેરિટીનો ઉલ્લેખ કરે છે.
-શિલાલેખ નંબર 16 માં સંસ્કૃત ભાષામાં નાગરી લિપિમાં લખાણ છે. આમાં શિવનું એક નામ રુદ્ર છે અને બીજી પંક્તિમાં શ્રાવણ માસનો ઉલ્લેખ છે. પુરાતત્વીય દૃષ્ટિકોણથી આ શિલાલેખ પૂર્વે 17મી સદીનો છે.
-શિલાલેખ નંબર 26માં કન્નડ ભાષામાં લખાણ છે. જેમાં ડોદરસૈયા અને નરસરહાના નામની બે વ્યક્તિઓનું સન્માન નોંધવામાં આવ્યું છે. આ શિલાલેખ 16મી સદીનો છે.