News Continuous Bureau | Mumbai
Mumbai Local : આજકાલ સોશિયલ મીડિયા પર દેશની અનેક મેટ્રો ટેન અને અન્ય ટ્રેનોના વીડિયો સામે આવતા રહે છે. આમાંના ઘણા વિડિયો રીલ ક્રિએટર્સના હોય છે. તો કેટલાક મુસાફરી દરમિયાન ઘણી વખત સીટને લઈને થતી બોલાચાલી કે મારામારીના વીડિયો હોય છે. દરમિયાન આવો જ એક વીડિયો સામે આવ્યો છે જે મુંબઈ ( Mumbai ) ની એક લોકલ ટ્રેનનો છે, જ્યાં એક મુસાફર ટ્રેનમાં તમાકુ (ગુટખા)નું સેવન કર્યા બાદ તેનું રેપર બારીની બહાર ફેંકી દે છે. ત્યારે તેની સામેની સીટ પર બેઠેલા મુસાફર તેને આમ ન કરવાની સલાહ આપે છે અને તેનું આ કૃત્ય મોબાઈલના કેમેરામાં કેદ કરે છે.
Mumbai Local : જુઓ વિડિયો
Watch the response that a nuisance maker inside a #MumbaiLocal gives when caught throwing Gutkha wrappers.
Similar to response from people throwing rubbish from inside BMV's & Merc's " We pay Swachh Bharat Cess"
Well done @dharmeshbarai👍🏻
pic.twitter.com/HtaNTmSMUY— मुंबई Matters™ (@mumbaimatterz) April 20, 2024
Mumbai Local : પેસેન્જરે આમ કહીને કૃત્યને યોગ્ય ઠેરવ્યું..
આ વાયરલ વીડિયોની શરૂઆતમાં મુંબઈની લોકલમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને ટ્રેનની બારીમાંથી ગુટખાનું પેકેટ ફેંકતા દેખાય છે. જ્યારે એક સહ-પ્રવાસી તેની નજર પડી તો તેણે તેને પેકેટને ખિસ્સામાં રાખવાની સલાહ આપી અને પછી તેને ડસ્ટબીનમાં ફેંકી દેવા કહ્યું. જોકે તે પેસેન્જરે એમ કહીને પોતાના કૃત્યને યોગ્ય ઠેરવ્યું કે, “તે રેલવેને મેન્ટેનન્સ ચૂકવે છે.” આના જવાબમાં, સાથી મુસાફરે વ્યંગાત્મક ટિપ્પણી કરી અને કહ્યું કે “તમને તેના માટે એવોર્ડ આપવો જોઈએ,” જેના જવાબમાં તે વ્યક્તિએ જવાબ આપ્યો, “હા, મને એવોર્ડ આપો.” જોકે સાથી મુસાફરે તેને ફરી એકવાર પેકેટને ખિસ્સામાં રાખવા અને બાદમાં તેને ડસ્ટબીનમાં નાખવાની સલાહ આપી. પરંતુ તે વ્યક્તિએ સલાહની અવગણના કરી અને તેની વર્તણુકનો બચાવ કરવાનું ચાલુ રાખ્યું.
આ સમાચાર પણ વાંચો : Angry Passenger : ટ્રેનના AC કોચમાં ચડી ન શક્યો મુસાફર, તો ગુસ્સામાં કર્યું આ કામ; ચોંકી ગયા અન્ય મુસાફરો; જુઓ વિડીયો
Mumbai Local : નબળી માનસિકતા…
મળતી માહિતી મુજબ આ વીડિયો X પર ગત 17 એપ્રિલે શેર કરવામાં આવ્યો હતો. યુસરે વીડિયોના કેપશનમાં લખ્યું કે “નબળી માનસિકતા. આ સજ્જન @RailMinIndia ને સાફ કરવા માટે મેન્ટેનન્સ ચૂકવે છે, અને તે ગંદકી કરવાનું ચાલુ રાખશે, અને તે સુધરશે નહીં. આવા મૂર્ખ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો? તેઓ મુસાફરી કરવાને લાયક નથી.” આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા યુઝર્સે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે અને રેલવેને પણ ટેગ કર્યા છે.
Mumbai Local : લોકલ ટ્રેનમાં લોકોના ખતરનાક સ્ટંટ કરતા વીડિયો થયા છે વાયરલ
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મુંબઈની લોકલ ટ્રેનમાં લોકોના ખતરનાક સ્ટંટ કરતા વીડિયો વાયરલ થયા છે, જેમાં ટીનેજર અને યુવકો ટ્રેનના દરવાજાની બહાર લટકતા જોવા મળ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)