News Continuous Bureau | Mumbai
Relative Adoption: CARA એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ના અમલીકરણ બાદ in country relative adoption અંતર્ગત દેશની અંદર બાળકને દત્તક આપવાની સુરત જિલ્લાની પ્રથમ ઘટના બની છે. જેમાં ૩ વર્ષની બાળકીને લોહીના સબંધમાં મામા-ફઇના ભાઈઓ એટલે કે મામાના દીકરાએ ફોઇના દીકરાની બાળકી દત્તક લીધી છે. જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ બાળક દત્તકની પ્રક્રિયા કરવામાં આવી હતી.
અગાઉ બાળક દત્તક લેવાના કિસ્સામાં કોર્ટ દ્વારા સંપૂર્ણ પ્રક્રિયા થતી હતી, પરંતુ એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ના અમલ બાદ બાળક દત્તક લેવામાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો આદેશ ફરજિયાત છે.
આ સમાચાર પણ વાંચો : Surat: નો ડ્રગ્સ’ અને ‘મેક્સિમમ ઓર્ગન ડોનેશન’ જેવા વિષયો પર જાગૃતિ માટે ગુજરાત નર્સિંગ ક્રિકેટ લીગ યોજાઈ, આટલી ટીમે લીધો હતો ભાગ
Relative Adoption: સુરત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એલ.બી.પટેલે જણાવ્યું હતું કે, સુરતના રહેવાસી દ્વારા ૩ વર્ષીય બાળકીને દત્તક લેવાઈ છે. વર્ષ ૨૦૨૪માં જુલાઈ મહિનામાં CARA વેબસાઈટ ઉપર રિલેટિવ એડોપ્શન માટે તેમણે અરજી કરી હતી, ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ-સુરતના સુરક્ષા અધિકારી બિનસંસ્થાકીય સંભાળ દ્વારા પ્રક્રિયા કરાઈ હતી. CARA-દિલ્હી તરફથી પ્રી અપ્રુવલ લેટર મળ્યા બાદ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ.સૌરભ પારધીના આદેશથી બાળકીને દત્તક લેવા માટે તા:૨૧મી જાન્યુ.એ એડોપ્શન ઓર્ડર અને જરૂરી દસ્તાવેજ દત્તક વાલીને સોંપવામાં આવ્યા હતા. કલેકટરશ્રીએ દત્તક મેળવનાર લોહીના સબંધમાં થતા મામાના દીકરાને શુભેચ્છાઓ પાઠવી અને સાથે બાળકીના ઉજ્વવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.