Coolie: ફૂલી ના મેકર્સ ને લાગ્યો 440 વોટ નો ઝટકો, રિલીઝ ના થોડા જ કલાકો માં આ સાઇટ્સ પર ઓનલાઇન લીક થઇ રજનીકાંત ની ફિલ્મ

Coolie: રજનીકાંત ની ફિલ્મ ફૂલી ગઈકાલે થિયેટરો માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ના રિલીઝ ના થોડા જ કલાક માં તે ઓનલાઇન લીક થઇ ગઈ છે.

by Zalak Parikh
Rajinikanth's 'Coolie' Leaked Online in HD Hours After Release

News Continuous Bureau | Mumbai

Coolie: સાઉથ સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)ની નવી ફિલ્મ ‘કુલી’ (Coolie) 14 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. ફિલ્મના રિલીઝ થતાની સાથે જ થિયેટર્સમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી. પરંતુ ફિલ્મના રિલીઝ થવાના થોડા કલાકોમાં જ તે HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ગઈ છે, જે Filmyzilla, Tamilrockers, Moviesda જેવી પાયરેસી સાઇટ્સ પર આ ફિલ્મ ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો : TMKOC: 17 વર્ષ બાદ ‘તારક મહેતા’માં મોટો ફેરફાર, ગોકુલધામમાં થશે આ પરિવારની એન્ટ્રી

ફિલ્મના કલેક્શન પર પડી શકે છે અસર

ફિલ્મના પ્રથમ દિવસે જ પાયરેસી (Piracy) થવાથી મેકર્સને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. મીડિયા   રિપોર્ટ અનુસાર, ટેલિગ્રામ પર પણ ફિલ્મ ની લિંક્સ શેર થઈ રહી છે. HD પ્રિન્ટમાં ઉપલબ્ધ હોવાને કારણે લોકો તેને ધડાધડ ડાઉનલોડ કરી રહ્યા છે, જે થિયેટર કલેક્શનને અસર પહોંચાડી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Cinépolis India (@cinepolisindia)


ફિલ્મ ઉદ્યોગમાં પાયરેસી એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ‘કુલી’ જેવી મોટી ફિલ્મના રિલીઝ દિવસે જ લીક થવું એ ચિંતાજનક છે. મેકર્સ અને ઓથોરિટીઝને આ પ્રકારની ઘટનાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે જેથી ફિલ્મ ઉદ્યોગને સુરક્ષિત રાખી શકાય.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More