News Continuous Bureau | Mumbai
Deepika Padukone: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હવે ‘કલ્કી 2898 AD’ ની સીક્વલમાં જોવા નહીં મળે. મેકર્સે આ માહિતી વૈજયંતી મૂવીઝના અધિકૃત X (Twitter) એકાઉન્ટ પર આપી છે. પોસ્ટમાં લખાયું કે, “દીપિકા હવે કલ્કીના આગામી ભાગનો ભાગ નહીં હોય. લાંબા વિચાર વિમર્શ બાદ અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. કલ્કી જેવી ફિલ્મ વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણની હકદાર છે.”
આ સમાચાર પણ વાંચો : Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
‘કલ્કી’માં દીપિકા પાદુકોણ નું પાત્ર
2024માં રિલીઝ થયેલી ‘કલ્કી 2898 AD’માં દીપિકા પાદુકોણે સુમતિ નામની ગર્ભવતી મહિલાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં તેના પુત્રને કલ્કી અવતાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. દીપિકાના પાત્ર અને અભિનયને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.દીપિકા અગાઉ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ માંથી પણ કામના કલાકો અને ફી મુદ્દે બહાર થઈ ગઈ હતી. ‘સ્પિરિટ’માં હવે તૃપ્તિ ડિમરીને લેવામાં આવી છે, જેણે ‘એનિમલ’માં પણ કામ કર્યું છે.
This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD.
After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership.
And a film like…
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025
‘કલ્કી 2898 AD’માં દીપિકા ઉપરાંત પ્રભાસ, અમિતાભ બચ્ચન, અને કમલ હાસન પણ મુખ્ય ભૂમિકામાં હતા. હવે સીક્વલ માટે દીપિકાના સ્થાને કોઈ નવી અભિનેત્રીને લેવામાં આવશે. જોકે, મેકર્સે હજુ સુધી કોઈ નવા નામની જાહેરાત કરી નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)