News Continuous Bureau | Mumbai
Vijay Deverakonda: સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોન્ડા ની કાર સાથે થયેલા અકસ્માત પછી તેણે પોતે સોશિયલ મીડિયા પર હેલ્થ અપડેટ આપી છે. પુટ્ટપર્થી થી હૈદરાબાદ જતા સમયે તેની કારને એક બોલેરો વાહન દ્વારા ટક્કર મારવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને વિજય તરત બીજી કારમાં જતા રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Rashmika Mandanna: સગાઈની અફવા બાદ રશ્મિકા મંદાના એ શેર કર્યો તેનો થામા ના ગીત નો અનુભવ,ચાહકો એ અભિનેત્રી ને પૂછ્યા આવા સવાલ
વિજયનું હેલ્થ અપડેટ અને મજાકિયા અંદાજ
વિજયે પોતાના X (Twitter) એકાઉન્ટ પર લખ્યું: “કારને ટક્કર લાગી, પણ અમે બધા ઠીક છીએ. હમણાં જ જિમથી પાછો આવ્યો છું, સ્ટ્રેન્થ વર્કઆઉટ પણ કર્યું. થોડું માથું દુખે છે, પણ બિરયાની અને ઊંઘ બધું ઠીક કરી દેશે.” આ મેસેજથી ફેન્સને રાહત મળી છે અને તેમના હાસ્યભર્યા અંદાજને પણ પસંદ કરવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા મુજબ, બોલેરો ગાડી અચાનક જમણી તરફ વળી અને વિજયની કારના ડાબા ભાગ સાથે ટક્કર થઈ. વિજય ઉપરાંત તેની કારમાં બે અન્ય લોકો પણ હતા. અકસ્માત બાદ વિજયની ટીમે વીમા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
All is well ❤️
Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home.
My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️
— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025
વિજય હાલમાં રશ્મિકા મંદાના સાથે સગાઈની ચર્ચામાં છે. બંનેને તાજેતરમાં શ્રી સત્ય સાઈ બાબાની મહાસમાધિ પર પરિવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા, જ્યાં વિજયના હાથમાં રિંગ જોવા મળી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)