News Continuous Bureau | Mumbai
Kalagurjari Foundation વિલે પારલેની સાહિત્ય અને કલાને વરેલી કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) સાહિત્યના કાર્યક્રમની નવી -રસપ્રદ શ્રેણીનો આરંભ કરી રહી છે જેનું નામ છે ‘ઉંબરો’ . એના પહેલા કાર્યક્રમમાં ‘આપણું હાસ્યસાહિત્ય ‘એ વિષય પર જાણીતા હાસ્ય કટાર લેખક અક્ષય અંતાણી અને કવિ, વાર્તાકાર ,હાસ્ય નિબંધકાર તથા નાટ્યકાર એવા દિલીપ રાવલ સાથે સંજય પંડ્યા અને ડિમ્પલ સોનીગ્રા ગોષ્ઠિ કરશે.
આ સમાચાર પણ વાંચો : Two Much With Kajol And Twinkle: ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ શો માં ટ્વિંકલ ખન્ના એ અફેર ને લઈને કહી એવી વાત કે થઇ રહી છે ટ્રોલ
દિગ્ગજ હાસ્યલેખકો જ્યોતીન્દ્ર દવે અને વિનોદ ભટ્ટના હાસ્ય નિબંધના અંશનું વાચિકમ પણ થશે.
આ કાર્યક્રમ શનિવાર ૮ નવેમ્બર સાંજે ૬.૪૫ વાગ્યે દશરથલાલ જોષી સભાગૃહ, ડી.જે. રોડ વિલે પારલે (પશ્ચિમ )ના સરનામે યોજાયો છે. સર્વ સાહિત્યરસિકો આમાં હાજરી આપે એવું કલાગુર્જરી સંસ્થા નિમંત્રણ પાઠવે છે.