News Continuous Bureau | Mumbai
Deepika Padukone Dhruv Rathee: યુટ્યુબર ધ્રુવ રાઠીએ હાલમાં જ ‘The FAKE Beauty of Bollywood Celebrities’ નામનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે દાવો કર્યો છે કે દીપિકા પાદુકોણ, કાજોલ, શિલ્પા શેટ્ટી અને પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રીઓએ કરિયરની શરૂઆતમાં શ્યામ રંગ હોવા છતાં હવે ગોરા દેખાવા માટે ‘ગ્લુટાથિઓન ઇન્જેક્શન’ જેવા ઉપચારનો સહારો લીધો છે. ધ્રુવના આ દાવા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ દીપિકાના સમર્થનમાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Tu Meri Main Tera Movie Review: ‘તૂ મેરી મૈં તેરા’ રિવ્યુ: કાર્તિક-અનન્યાની કેમિસ્ટ્રી ફીકી પડી, જૂની વાર્તાએ દર્શકોને કર્યા નિરાશ
ધ્રુવ રાઠીનો શું છે દાવો?
ધ્રુવ રાઠીએ વીડિયોમાં કહ્યું કે, “બોલિવૂડ અભિનેત્રીઓ ગોરા થવા માટેની જે ક્રીમની એડ કરે છે તેનાથી નહીં, પણ મોંઘા ઇન્જેક્શનથી ગોરી થાય છે. તેઓ કહે છે કે હવે તડકામાં નથી જતી એટલે રંગ બદલાયો છે, પણ હકીકતમાં તે ગ્લુટાથિઓન ટ્રીટમેન્ટ છે.” તેણે અનેક અભિનેત્રીઓના જૂના અને નવા ફોટા સરખાવીને આ વાત કહી છે.સોશિયલ મીડિયા પર લોકો ધ્રુવ રાઠીને ‘વ્યુઝ’ મેળવવા માટે સેલિબ્રિટીઝને ટાર્ગેટ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ફેન્સનું માનવું છે કે ત્વચાની સંભાળ અને સારી જીવનશૈલીથી રંગમાં થોડો બદલાવ આવવો સ્વાભાવિક છે, પણ તેને ‘ફેક બ્યુટી’ કહેવી ખોટું છે.
Dhruv Rathee exposing Deepika Padukone in his latest video.
how she has taken Glucothine injection to make herself look fair & undergone cosmetic procedures. pic.twitter.com/lTQ1H53sBn
— Nagma X (@Nagma_1X) December 26, 2025
દીપિકાના ચાહકોએ ધ્રુવ રાઠીને પુરાવા વગર આરોપ ન લગાવવા ચેતવણી આપી છે. ચાહકોનું કહેવું છે કે , ફિલ્મોમાં પ્રોફેશનલ લાઇટિંગ અને એડિટિંગના કારણે ત્વચાનો રંગ અલગ દેખાઈ શકે છે. ફેન્સે દીપિકાના બાળપણના ફોટા શેર કરીને કહ્યું કે તે પહેલેથી જ ગોરી હતી, પણ ૨૦૦૦ના દાયકામાં ‘બ્રોન્ઝર’ અને ‘ટેનિંગ’નો ટ્રેન્ડ હતો એટલે તે ફિલ્મોમાં શ્યામ દેખાતી હતી. યુઝર્સે કહ્યું કે એરપોર્ટ પર દીપિકાના નોર્મલ ફોટા જુઓ, તે આજે પણ નેચરલ અને શ્યામવર્ણી સુંદરતા ધરાવે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)