News Continuous Bureau | Mumbai
Golgappa Side Effects Health ભારતનું સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી હવે સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બન્યું છે. દિલ્હી AIIMS ના ડોક્ટર એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને લોકોને ચેતવ્યા છે કે પાણીપુરી માં વપરાતું દૂષિત પાણી અને મસાલા ગંભીર ચેપ ફેલાવી શકે છે. ખાસ કરીને હેપેટાઈટીસ-એ (Hepatitis A) નામનો વાયરસ દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે, જે સીધી રીતે લિવર પર હુમલો કરે છે.
હેપેટાઈટીસ-એ અને લિવર ફેલિયરનું જોખમ
ડોક્ટરના જણાવ્યા મુજબ, મોટાભાગના સ્ટ્રીટ વેન્ડર્સ પાસે પાણીની શુદ્ધતા હોતી નથી. હેપેટાઈટીસ-એ વાયરસ આ દૂષિત પાણી દ્વારા શરીરમાં પ્રવેશે છે અને આંતરડાને અસર કરે છે. આનાથી કમળો (Pianice) થઈ શકે છે. બાળકોમાં આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને ગંભીર કિસ્સાઓમાં લિવર ફેઈલ થવાનું કારણ પણ બની શકે છે.
આ લક્ષણો દેખાય તો તરત ચેતી જજો
જો તમે તાજેતરમાં સ્ટ્રીટ ફૂડ ખાધું હોય અને નીચેના લક્ષણો દેખાય, તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ:
અતિશય ઝાડા અને ઉલ્ટી થવી.
તીવ્ર તાવ આવવો.
આંખોમાં પીળાશ દેખાવી (કમળાના લક્ષણો).
પેશાબનો રંગ ઘાટો પીળો થઈ જવો.
આ સમાચાર પણ વાંચો : Indian AI Research Organization: 2026ના પ્રારંભે રાજ્યને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અભિનવ ભેટ
કેવી રીતે સુરક્ષિત રહેવું?
ડોક્ટર એ સલાહ આપી છે કે: ૧. બને ત્યાં સુધી બહાર ની પાણીપુરી ખાવાનું ટાળો. ૨. જો ઈચ્છા હોય તો બજારમાંથી તૈયાર પૂરી લાવીને ઘરે શુદ્ધ પાણી બનાવીને તેનો આનંદ લો. ૩. માત્ર એવી જ જગ્યાએથી ખાઓ જ્યાં સાફ-સફાઈ અને પાણીની શુદ્ધતાનો પૂરેપૂરો ભરોસો હોય. ૪. ખૂબ જ ગરમીમાં રસ્તા પર ખુલ્લામાંમળતી પાણીપુરી ખાવી સૌથી વધુ જોખમી છે.