Ananya Birla Met Gala 2026 Mask| અનન્યા બિરલાનો ‘યુનિક’ અવતાર! વાસણોથી બનેલા ડ્રેસમાં હોલીવુડ સુંદરીઓને આપી મ્હાત

Ananya Birla Met Gala 2026 Mask| વાસણોનું મેટ ગાલામાં ડેબ્યુ ૧૭૦૦ કરોડની માલિક અનન્યા બિરલાના મેટાલિક માસ્ક અને બ્લેક લુકે મચાવી ધૂમ, ચમચીકળછીથી બનેલો માસ્ક જોઈ વિદેશી મીડિયા પણ થઈ ગયું ફિદા.

by Zalak Parikh
Ananya Birla Met Gala 2026 Mask| અનન્યા બિરલાનો 'યુનિક' અવતાર! વાસણોથી બનેલા ડ્રેસમાં હોલીવુડ સુંદરીઓને આપી મ્હાત

 

News Continuous Bureau | Mumbai

Ananya Birla Met Gala 2026 Mask| ફેશનના સૌથી પ્રતિષ્ઠિત ઈવેન્ટ ‘મેટ ગાલા 2026’માં અત્યારે ભારતીય સિતારાઓનો દબદબો જોવા મળી રહ્યો છે. ઈશા અંબાણી અને કરણ જોહર બાદ હવે જાણીતી બિઝનેસવુમન અનન્યા બિરલાના લુકે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. અનન્યાએ આ વખતે કંઈક એવું પહેર્યું જેની કલ્પના પણ કોઈએ કરી નહોતી. તેના કપડાં કરતા તેના અનોખા ‘માસ્ક’એ ચર્ચા જગાવી છે.

ઘરના વાસણોમાંથી બનેલો માસ્ક

અનન્યા બિરલા જ્યારે રેડ કાર્પેટ પર આવી ત્યારે લોકો તેના બ્લેક આઉટફિટ અને ખાસ કરીને તેના મેટાલિક માસ્કને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ માસ્ક ઘરના વાસણો જેવા કે વાટકી, ચમચી અને કળછીના આકારનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો મજાકમાં કહી રહ્યા છે કે હવે ભારતીય રસોડાના વાસણોએ પણ મેટ ગાલામાં ડેબ્યુ કરી લીધું છે.

અનન્યા રોબર્ટ ની અનોખી ડિઝાઈન

૧૭૦૦ કરોડની સંપત્તિની માલિક અનન્યા બિરલાનો આ લુક અનન્યા રોબર્ટે ડિઝાઈન કર્યો છે. રેડ કાર્પેટ પર જ્યારે તેણે એન્ટ્રી કરી ત્યારે વિદેશી મીડિયા પણ તેના આ બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટને જોઈને પ્રભાવિત થયું હતું. આ આખા લુકમાં તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા, જે તેના મેટાલિક માસ્ક સાથે એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ લુક

અનન્યા બિરલાનો આ વિડિયો અને તસવીરો અત્યારે ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે. કેટલાક લોકો તેની આ ક્રિએટિવિટીના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો આ અજીબોગરીબ ફેશન પર રમુજી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. જે રીતે ભારતીય સેલિબ્રિટીઝ આ વખતે મેટ ગાલામાં એક પછી એક ધમાકેદાર લુક્સ બતાવી રહ્યા છે, તે જોતા લાગે છે કે ગ્લોબલ ફેશન પ્લેટફોર્મ પર હવે ઇન્ડિયાની બોલબાલા વધી ગઈ છે.

👉 આ સમાચાર વાચો:
Met Gala 2026 Strict Rules| પાર્ટનરથી દૂર રહેવું અને લસણ ન ખાવું! મેટ ગાલાના આ કડક નિયમો જાણીને તમે પણ ચોંકી જશો

Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More