Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ

Gujarat CM ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ૧૩.૬૬ બિલિયન ડૉલરથી વધુનું રોકાણ થયું છે અને ૬ મોટા પ્રોજેક્ટ મંજૂર થઈને સાણંદથી ધોલેરા સુધી મજબૂત ઇકોસિસ્ટમ વિકસી રહી છે

by Akash Rajbhar
Gujarat CM  સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ

 

News Continuous Bureau | Mumbai

Gujarat CM મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિઓ, વૈશ્વિક સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસની વિસ્તૃત વિગતો અહીં આપવામાં આવી છે.

Gujarat CM -સેમિકન્ડક્ટર ક્ષેત્રે ૧૩.૬૬ બિલિયન ડૉલરથી વધુનું રોકાણ અને ૬ પ્રોજેક્ટ્સની મંજૂરી

૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં વિકાસના અનેક નવા આયામો સર કર્યા છે, જેમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતનો ઉદય સૌથી નોંધપાત્ર સિદ્ધિ છે. ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વિશ્વસનીય ભાગીદાર બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત આજે ભારતના અગ્રણી સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે. રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ૧૩.૬૬ બિલિયન અમેરિકન ડૉલરથી વધુનું રોકાણ આવ્યું છે અને ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલા કુલ ૧૨ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી ૬ પ્રોજેક્ટ્સ ગુજરાતમાં છે.

Gujarat CM – સાણંદથી ધોલેરા સુધી વિકસતી સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને વિશેષ પ્રોત્સાહનો

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર સાણંદ અને ધોલેરા બની રહ્યા છે. સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજી, સીજી પાવર, રેનેસાં, સ્ટાર્સ માઈક્રોઇલેક્ટ્રોનિક્સ અને કેઇન્સ સેમિકોનની સુવિધાઓ વ્યાવસાયિક ધોરણે કાર્યરત છે. ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ભારતમાં પ્રથમ વ્યાવસાયિક સેમિકન્ડક્ટર ફેબનું નિર્માણ થઈ રહ્યું છે અને ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા મિનિ અને માઇક્રો એલઇડી ડિસ્પ્લે યુનિટ પણ વિકસાવવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત ૪૦ ટકા વધારાની મૂડી રોકાણ સહાય, જમીન પર ૭૫ ટકા સબસિડી, સ્ટેમ્પ ડ્યુટીનું ૧૦૦ ટકા વળતર અને ૧૦ વર્ષ સુધી પાવર ટેરિફ સબસિડી જેવી આકર્ષક નીતિઓ જાહેર કરી છે.

Gujarat CM -કૌશલ્ય વિકાસ, તાલીમ કેન્દ્રો અને સંશોધનને પ્રોત્સાહન

ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે માત્ર રોકાણ મેળવવા પર જ ધ્યાન નથી આપ્યું, પરંતુ જરૂરી કૌશલ્ય ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા પર પણ ભાર મૂક્યો છે. PDEU દ્વારા માઇક્રોન ટેક્નોલોજીના સહયોગથી ATMP તાલીમ કેન્દ્ર, GTU ખાતે ChipIN એક્સ્ટેન્શન સેન્ટર અને ધોલેરા ITI ખાતે ભારતનો પ્રથમ UHP વેલ્ડિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. MeitY અને DST ગુજરાતના સહયોગથી IIT ગાંધીનગરમાં અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન સંશોધન અને તાલીમ માટે સમર્થ કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી છે, જે ગુજરાતની વિકાસયાત્રામાં એક નવો ટેકનોલોજીકલ અધ્યાય જોડે છે.

👉 આ સમાચાર વાચો:
Bhupendra Patel સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુણવત્તાસભર અને સુલભ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત થઈ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More