News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ(Sushant singh rajput death) પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા મોટા અને નામી કલાકારોના નામ ડ્રગ્સ કેસમાં(drug case) સામે આવ્યા હતા. જેમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ પણ આમાં સામેલ હતા. હવે આ મામલામાં લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે કે NCB એ કોમેડિયન ભરતી સિંહ અને તાના પતિ હર્ષ સામે ચાર્જશીટ(chargsheet) દાખલ કરી છે અને ટૂંક સમયમાં જ આ બંને સામે કોર્ટમાં કેસ શરૂ થશે. હાલ બંને જામીન પર બહાર છે.
NCBએ 21 નવેમ્બર 2020 ના રોજ, ભારતી સિંહ અને તેના પતિની પ્રોડક્શન-હાઉસ ઓફિસ અને નિવાસસ્થાન પર દરોડા(raid) પાડ્યા હતા તે દરમિયાન તેમણે 86.5 ગ્રામ ગાંજો રિકવર કર્યો હતો. જે બાદ આ સ્ટાર દંપતીની ધરપકડ(arrest) કરવામાં આવી હતી. બાદમાં સ્ટાર દંપતી ને મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તેમને 4 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. જોકે, 23 નવેમ્બરના રોજ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 15,000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવ્યા બાદ દંપતીને જામીન(bail) આપવામાં આવ્યા હતા.ત્યારપછી NCBએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ફરિયાદને સાંભળ્યા વિના જ જામીન આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય એજન્સીએ મેજિસ્ટ્રેટના આદેશને "વિકૃત, ગેરકાયદેસર અને કાયદાની દૃષ્ટિએ ખરાબ" ગણાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : વિકી કૌશલની ફિલ્મ ધ ઈમોર્ટલ અશ્વત્થામા માંથી સારા અલી ખાનનું પત્તુ કપાયું-આ અભિનેત્રીએ લીધી તેની જગ્યા
14 જૂન 2020ના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા(suicide) કરી હતી. તેના આવા અચાનક મૃત્યુ થી પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ખળભળાટ મચી ગયો હતો.તે જ સમયે નેપોટીઝમ (nepotizam)ની ચર્ચા એ પણ જોર પકડ્યું હતું. અને મનોરંજન જગત ના ચહેરા ઓ એક પછી એક સામે આવ્યા હતા. આ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પોતાના મૂળિયા મજબૂત કરનાર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં એનસીબીએ(NCB) રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની પણ ધરપકડ કરી હતી.