News Continuous Bureau | Mumbai
નવરાત્રી(Navratri) મા શક્તિની આરાધનાનું પર્વ ગણવામાં આવે છે. ગુજરાત(Gujarat) સહિત દેશભરમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગુજરાતના ગરબા(Garba) એટલે કંઈ ત્રણ તાળી નહિ. અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે. અલગ રીતે રમાય છે. ત્યારે રાજપૂત સમાજ(Rajput community)ની મહિલાઓ તલવાર(Sward Garba) સાથે રાસ રમે છે. રાજકોટ(Rajkot)ના રણજીત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિની (Navratri) ઉજવણી કરાઈ હતી. જેમાં રાજપૂતાણીઓનું (Rajputani) અદભૂત શૌર્ય જોવા મળ્યુ હતું.
Sword dance in Navratri by Rajkot raani sahiba #navratri2022 #Navratri #NavratriSpecial #sworddance pic.twitter.com/udMwS3vZ4d
— Preeti Sompura (@sompura_preeti) September 29, 2022
મીડિયા રિપોર્ટ મુજબ રાજકોટના ભગીની ફાઉન્ડેશન દ્વારા આ અદભૂત આયોજન કરાયુ હતું. ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર રાસ(Sword Raas)નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા બાઈક(Bike) પર તલવાર સમેણવામાં આવ્યા હતા. જેમાં એક સાથે 100 બહેનોએ તલવાર સમેંણી કર્યા હતા. કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ તેઓએ કરી બતાવ્યા હતા.
એ હાલો- આઈપીએલ 2022ની વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ ઘૂમ્યા ગરબે- જુઓ વિડીયો
ઉલ્લેખનીય છે કે, રાજકોટ રાજવી પરિવાર(Rajvi Family)ના મહારાણી કાદંબરી દેવી દ્વારા દર વર્ષે નવરાત્રિમાં આ તલવાર રાસનું ખાસ આયોજન કરવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહે છે.