News Continuous Bureau | Mumbai
રાયગઢના(Raigad) દરિયાકાંઠેથી બે શંકાસ્પદ બોટ(Suspicious boat ) મળી આવી હતી, જેમાંથી એક બોટમાં હથિયાર(weapon) મળ્યા હતા. આ શંકાસ્પદ બોટમાંથી AK 47 સહિતના હથિયારો મળી આવ્યાની પ્રાથમિક માહિતી મળી હતી.
હવે આ રાયગઢ સંદિગ્ધ બોટ મામલે ખુલાસો થઈ ગયો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી(Deputy Chief Minister of Maharashtra) દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) વિધાનસભામાં(Assembly) ખુલાસો કરીને દેશની ચિંતા દૂર કરી દીધી છે. વિધાનસભામાં બોલતા ફડણવીસે કહ્યું કે, રાયગઢના દરિયા કિનારે જે બોટ મળી છે તે મૂળ ઓસ્ટ્રેલિયન મહિલાની (Australian woman) માલિકીની હતી અને ખરાબ હવામાનને (Bad weather) કારણે તે દરિયામાં માર્ગ ભટકી ગઈ હતી અને અજાણતા રાયગઢના દરિયા કિનારે આવી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ સમુદ્રકિનારેથી મળી બે શંકાસ્પદ બોટ- AK 47 સહિત હથિયાર મળતાં હડકંપ- હાઈ એલર્ટ જાહેર
દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન મહિલાની માલિકીની બોટમાંથી 3 AK-47 રાઇફલ મળી આવી છે. બોટ અડધી તૂટેલી હાલતમાં છે અને ભારે ભરતીને કારણે કોંકણના દરિયા કિનારે ખેંચાઈ આવી હતી અને કોરિયન બોટ દ્વારા આ બોટમાં બેઠેલા પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરી દેવાઈ છે. કોઈ પણ સંભાવનાને હળવાથી નહીં લેવામાં આવે. ટેરર એંગલથી પણ તપાસ કરાઈ રહી છે.