News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ રેલવે(Central railway)ના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને મસ્જિદ બંદર સ્ટેશન(Masjid Bandar Station) વચ્ચે આવેલા જોખમી
કર્ણાક પુલ(Karnak bridge) આખરે ઈતિહાસ બની જવાનો છે. જોખમી પુલને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રિટિશ કાળમાં બાંધવામાં આવેલા 154 વર્ષ જૂનો પુલની હાઈટ ઓછી હોવાથી સેન્ટ્રલ રેલવેને અનેક ટેકિનકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. એટલું જ નહીં પણ CSMTથી ડબલડેકર મેલ એક્સપ્રેસ પણ દોડાવી શકાતી નહોતી.
CSMT અને મસ્જિદ બંદર(Masjid Bandar station) વચ્ચે આવેલો આ પુલ જોખમી જાહેર કરવામાં આવ્યો હતો. તેથી તેના પરથી ફક્ત હળવા વાહનોને પ્રવેશ આપવામાં આવે છે. રેલવે પાટા ઉપરથી પસાર થતો આ ફ્લાયઓવર ૧૮૬૮માં બાંધવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : વિધાનસભામાં તો જીતી ગયા- શું સુપ્રીમ કોર્ટમાં પણ જીતશે- આજે કોર્ટમાં થશે શિંદે સરકારના ભાવિનો ફેસલો- જાણો વિગતે
સેન્ટ્રલ રેલવેએ કર્ણાક ફ્લાયઓવરને વાહન વ્યવહાર માટે બંધ કરવાની સૂચના મુંબઈ ટ્રાફિક પોલીસને આપી દીધી છે. હાલમાં જ મુંબઈ ટ્રાફિક પોલીસ અને મધ્ય રેલવેના અધિકારીઓની બેઠક થઈ હતી.
જુલાઈ અંતમાં આ ફ્લાયઓવર ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. શરૂઆતમાં નાના બ્લોક લઈને તેને તોડવાનું કામ ચાલુ થશે. ચાર મહિના બાદ મોટો ટ્રાફિક અને પાવર બ્લોક લઈને તે પુલ સંપૂર્ણ રીતે તોડી પાડવાની રેલવેએ યોજના બનાવી હોવાનું કહેવાય છે.
જુલાઈ ૨૦૧૮માં અંધેરી(Andheri)માં ગોખલે પુલ પરનો અમુક હિસ્સો તૂટી પડ્યો હતો, તેને પગલે રેલવેએ બ્રિટીશ કાળના પુલનું સૅફટી ઑડિટ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં બ્રિટિશ કાળનો આ પુલ જોખમી સાબિત થયો હતો.
સેન્ટ્રલ રેલવેએ મુંબઈ ટ્રાફિક પોલીસ(Mumbai traffic police)ને જુલાઈ મહિનામાં પુલ બંધ કરવા બાબતે જાણ કરી છે. કર્ણાક ફ્લાયઓવર તાત્કાલિક બંધ કરવાથી ટ્રાફિક પર તેની ભારે અસર થશે. તેથી હૅંકૉંક ફ્લાયઓવરને ચાલુ કર્યા બાદ કર્ણાક પુલ બંધ કરવાની પાલિકાએ મંજૂરી આપવી, એવું ટ્રાફિક પોલીસનો મત છે.