News Continuous Bureau | Mumbai
યુરોપિયન દેશ(European country) નેધરલેન્ડ(Netherlands)ના સાંસદ(MP) ગીર્ટ વિલ્ડર્સે(Geert Wilders) સાર્વજનિક રીતે ભારત(India) દેશ નું સમર્થન કર્યું છે. પોતાના ટ્વીટમાં તેણે જણાવ્યું કે નૂપુર શર્મા(Nupur Sharma)એ વિવાદ માટે ભારત દેશે માફી(Apology) માંગવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે ભલે અનેક દેશો ભારત પાસે માફીની અપેક્ષા રાખતા હોય પરંતુ તૃષ્ટિકરણ ફાયદાકારક નથી. જે આરબ દેશો(Arab countries) ભારત(India) પાસે માફીની અપેક્ષા રાખે છે તેઓ પરિસ્થિતિને વધુ બગાડવાનું કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ભારત દેશે આરબ રાષ્ટ્રોથી ગભરાવાની કોઈ જરૂર નથી.
આ સમાચાર પણ વાંચો : સસ્પેન્ડેડ નેતા નુપૂર શર્માની મુશ્કેલીમાં વધારો- વિવાદિત ધાર્મિક ટિપ્પણી મામલે મુંબઈ પોલીસે પાઠવ્યું સમન્સ- આ તારીખ પહેલા હાજર થવાનો આદેશ
આ પ્રકારનું નિવેદન આપ્યા પછી ગીર્ટ(Geert Wilders)ને જાનથી મારી નાખવાની ધમકી(Death threat) મળી છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી છે કે આવી ધમકીથી તેઓ ડરતા નથી અને તેઓ ખુલ્લી રીતે પોતાના વિચાર પ્રગટ કરતા રહેશે.