News Continuous Bureau | Mumbai
દુનિયાભરના દેશો દ્વારા સૈન્ય(Army) પાછળ થતા ખર્ચનો કુલ આંક 2.1 ટ્રિલિયન ડોલરને(Trillion dollar) પાર કરી ગયો છે.
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે(Stockholm International Peace Research Institute) વર્ષ 2021 માટે આ આંકડા રિલીઝ કર્યા છે.
લશ્કરી ખર્ચ કરનાર ટોચના ત્રણ દેશ છે – અમેરિકા(US), ચીન(China) અને ભારત(India).
રિપોર્ટ અનુસાર 2021માં ભારત 76.6 અરબ ડોલરનો સૈન્ય ખર્ચ કરી દુનિયામાં ત્રીજા સ્થાને છે.
જેમાં 2020ની તુલનામાં 0.9 ટકા અને 2012ની તુલનામાં 33 ટકા વૃદ્ધિ થઈ છે.
સ્ટોકહોમ સ્થિત સંસ્થાએ એક નિવેદનમાં કહ્યું છે કે કુલ વૈશ્વિક સૈન્ય ખર્ચ 2021માં 0.7 ટકા વધીને 2113 અબજ ડોલર થયો હતો.
આ સમાચાર પણ વાંચો : દેશમાં કોરોનાએ ફરી વધાર્યુ ટેન્શન. વડા પ્રધાન મોદી મુખ્ય પ્રધાનો સાથે કરશે આ દિવસે મહત્વની બેઠક. જાણો વિગતે.